દેવેન્દ્રકુમાર શાસ્ત્રી

દેશી નામમાલા

દેશી નામમાલા (1880) : હેમચંદ્રરચિત દેશી શબ્દોનો કોશ. તેનાં ‘દેશી-શબ્દસંગ્રહ’ અને ‘રત્નાવલી’ એવાં નામો પણ જાણીતાં છે. સંસ્કૃત ભાષાના  તત્સમ કે તદભવ ન હોય, ધાતુમાંથી તેને સાધવાની પ્રક્રિયા વગરના, જેનાં પ્રકૃતિ અને પ્રત્યય બતાવી ના શકાય તેવા, ધાતુના પ્રાકૃતમાં આદેશમાંથી બનેલા હોય તેવા અને પ્રાકૃત ભાષામાં બહોળા પ્રચારમાં હોય તેવા…

વધુ વાંચો >

દોહાકોશ

દોહાકોશ (ઈ. સ. 755–780) : સિદ્ધ સરહપા કે સરહપાદની રચનાઓના સંકલનરૂપ દોહાઓનો સંગ્રહ. તિબેટની ભોટભાષા કે ભૂતભાષામાંથી આ ગ્રંથ અપભ્રંશ ભાષામાં રૂપાંતરિત કરાયેલો છે. લગભગ 300 પદ્યોના બનેલા આ સંગ્રહમાં દોહાની સાથે સોરઠા, ચોપાઈ અને ગીતિઓ પણ આપવામાં આવી છે. આ ગીતો કે ગીતિઓની રચના આઠમીથી શરૂ કરી બારમી સદીમાં…

વધુ વાંચો >

દ્રવ્યસંગ્રહ

દ્રવ્યસંગ્રહ (બારમી સદી) : જૈનદર્શનનાં જુદાં જુદાં દ્રવ્યોની વિચારણા કરતો ગ્રંથ. તેના લેખક નેમિચંદ્ર સિદ્ધાંતચક્રવર્તી (બારમી સદી) નામના જૈન મુનિ છે. તેમાં પ્રાકૃત ભાષામાં ફક્ત 58 ગાથાઓની રચના કરવામાં આવી છે. લેખકે ‘ગોમ્મટસાર’, ‘ત્રિલોકસાર’ અને ‘લબ્ધિસાર’ – ત્રણ ગ્રંથોના લેખક તરીકે વધુ પ્રસિદ્ધિ મેળવેલી છે. ‘દ્રવ્યસંગ્રહ’માં ત્રણ અધિકારોમાં વિશ્વનાં ઘટક…

વધુ વાંચો >

પાહુડદોહા

પાહુડદોહા : મુનિ રામસિંહે અપભ્રંશ ભાષામાં રચેલી 220 દોહાઓની કૃતિ. તેમાં પાહુડ એટલે તીર્થંકરોની પ્રાકૃત ભાષામાં રચાયેલા દોહાઓ છે. આ ગ્રંથ દસમી કે અગિયારમી સદીમાં રચાયો છે. 1933માં ડૉ. હીરાલાલ જૈને કારંજા(મહારાષ્ટ્ર)માંથી અંબાદાસ ચવરે દિગંબર જૈન ગ્રંથમાળાના ત્રીજા ગ્રંથ તરીકે ‘પાહુડદોહા’ને પ્રકાશિત કર્યો છે. સાદી ભાષામાં રહસ્યવાદને ગંભીરતાથી રજૂ કરતો…

વધુ વાંચો >