દીપા ભટ્ટ

ખરજવું

ખરજવું (eczema) : ચામડીના શોથજન્ય (inflammatory) વિકારોનો એક પ્રકાર. તેને કારણે દર્દીને ખૂજલી, લાલાશ, ફોતરી વળવી (scaling) અને નાની ફોલ્લી અને પાણી ભરેલા ફોલ્લા (papulo-vesicles) થાય છે. તેમાં ચામડીના ઉપલા સ્તરમાં લોહીની નસોની આસપાસ સોજો આવે છે અને લસિકાકોષો-(lymphocytes)નો ભરાવો થાય છે. કેટલાક નિષ્ણાતો ખરજવું અને ત્વચાશોથ(dermatitis) એમ બંને શબ્દોને…

વધુ વાંચો >

ખસ

ખસ (scabies)  : સાર્કોપ્ટીસ સ્કેબિઆઈ (Sarcoptes scabiei) નામના ખૂજલી-જંતુ(itchmite)થી થતો ચામડીનો રોગ. તેને ખૂજલી રોગ પણ કહે છે. તે યુદ્ધ, સામાજિક ઊથલપાથલ તથા ગરીબી સાથે સંકળાયેલો રોગ છે અને તેથી પશ્ચિમી જગતમાં દર 12થી 15 વર્ષે તેનો વાવર અથવા વસ્તીવ્યાપી ઉપદ્રવ (epidemics) ફેલાય છે. રોજ સ્નાન ન કરનારાને તે વધુ…

વધુ વાંચો >

ખીલ

ખીલ (acne) : યુવાનોના ચહેરાની ચામડી પર સફેદ કે કાળાં ટોપચાં (comedones), લાલ ફોલ્લીઓ અને પરુવાળી નાની ફોલ્લીઓ કરતા કેશ અને તેલગ્રંથિએકમો(pilosebaceous units)નો દીર્ઘકાલી શોથ. તે કુમારાવસ્થા(adolescence)માં શરૂ થઈને 22થી 25 વર્ષે આપોઆપ શમતો વિકાર છે. ચામડીની તેલગ્રંથિઓમાં ચીકણા ત્વક્તેલ(sebum)નું ઉત્પાદન વધે છે અને તેમાં વિષમ પ્રકારના જીવાણુ (bacteria) સ્થાયી…

વધુ વાંચો >

ખૂજલી

ખૂજલી : ચામડીને ખંજવાળવી (scratching) પડે કે ઘસવી પડે તેવી ચામડીમાં ઉદભવતી સંવેદના વિશેની સભાનતા. તેને કારણે શરીરની સપાટી ઉપરના નકામા પદાર્થને દૂર કરવા ખંજવાળવાની પરાવર્તી (reflex) ક્રિયા થાય છે. ખર્જનિકા (pruritus) પણ એક પ્રકારની ખૂજલી (itching) છે જેમાં ખંજવાળની સંવેદના સૌપ્રથમ અને મુખ્ય તકલીફ હોય છે અને ચામડીનો કોઈ…

વધુ વાંચો >

ખોડો

ખોડો : ચામડીના કોઈ રોગ કે વિકાર વગર માથાની ચામડીના ઉપલા પડની ફોતરીઓ ઊખડવી તે. તેથી તેને શાસ્ત્રીય રીતે શીર્ષસ્થ ફોતરીકારિતા (pityriasis capitis) કહે છે. અંગ્રેજીમાં તેને dandruff કહે છે. ચામડીની ઊખડેલી ફોતરીઓ કોરી હોય છે અથવા તે ચામડીના તૈલી પદાર્થ ત્વક્તેલ (sebum) સાથે ચોંટી જાય છે. ખોડો કોઈ રોગ…

વધુ વાંચો >

તલ (mole, naevus)

તલ (mole, naevus) : ચામડીમાંના કાળા રંગના દ્રવ્યવાળા કૃષ્ણ-કોષો(melanocytes)ના સમૂહથી બનતો ચામડી પરનો નાનો ડાઘ. તે બે પ્રકારના હોય છે: (અ) વાહિનીરહિત (avascular) અથવા કૃષ્ણકોષી તલ અને (આ) વાહિનીકૃત (vascular). ચામડીમાં કૃષ્ણકોષોના એકઠા થવાથી થતો તલ વાહિનીરહિત તલ હોય છે. સામાન્ય રીતે તેને જ તલ તરીકે ઓળખવામાં આવે છે. તે…

વધુ વાંચો >

ત્વચાવિદ્યા

ત્વચાવિદ્યા (dermatology) ચામડીના બંધારણ, કાર્ય અને વિકારોના અભ્યાસને ત્વચાવિદ્યાની અંતર્ગત આવરી લેવાય છે. શરીર વિવિધ પેશીઓ અને અવયવોનું બનેલું છે. તેને સુબદ્ધ અને દર્શનીય બનાવવા માટે તથા તેના રક્ષણ માટે આવરણની જરૂર રહે છે. ચામડી તથા તેના વાળ, નખ તેની ગ્રંથિઓ વગેરે ઉપસર્ગો (appendages) શરીરનું બાહ્યાવરણતંત્ર (integumentary system) બનાવે છે.…

વધુ વાંચો >

ત્વચાશોથ

ત્વચાશોથ (dermatitis) : ચામડીનો શોથજન્ય(inflamatory) વિકાર. ચેપ, ઈજા કે ઍલર્જીને કારણે પેશીમાં જ્યારે લોહી તથા પેશીના રક્ષક કોષોના ભરાવાથી રતાશ, ગરમી, સોજો અને દુખાવો થાય ત્યારે તેને શોથ(inflammation) કહે છે. સામાન્ય રીતે તેની મદદથી જે તે પેશીની ઈજાને રુઝવવાની પ્રક્રિયા થાય છે. ચામડીમાં આવતો શોથનો વિકાર મુખ્યત્વે ચેપ અથવા ઍલર્જીથી…

વધુ વાંચો >

ત્વચાસ્ફોટ

ત્વચાસ્ફોટ (skin rash) : ચામડી પર ડાઘ, ફોલ્લી કે ફોલ્લા થવા તે. ચામડી પરના દોષવિસ્તારો(lesions) નરી આંખે જોઈ શકાય છે. તેથી ત્વચાવિદ્યા(dermatology)ને નિદાનર્દષ્ટિની વિશેષવિદ્યા (visual speciality) પણ કહે છે. નિરીક્ષણ માટે દિવસનો પૂરતો સૂર્યપ્રકાશ અથવા તેના જેવો જ તેજસ્વી (fluorescent) પ્રકાશ જરૂરી ગણાય છે. ક્યારેક નાના દબાયેલા કે ઊપસેલા દોષવિસ્તારોને…

વધુ વાંચો >

પ્રકાશલક્ષી અતિસંવેદિતા (photosensitivity)

પ્રકાશલક્ષી અતિસંવેદિતા (photosensitivity) પ્રકાશની હાજરીમાં ઉદભવતા ચામડીના વિવિધ વિકારો. સૂર્યના પ્રકાશના રંગપટમાંનાં પારજાંબલી (ultraviolet) કિરણો ચામડીના વિકારો સર્જે છે. તેને કારણે સૂર્યદાહ (sunburns), ચામડીનું અકાળ વૃદ્ધત્વ, ચામડીનું કૅન્સર વગેરે વિવિધ રોગો ઉદભવે છે. સૂર્યપ્રકાશ : સૂર્યપ્રકાશ આનંદદાયક, જીવનરક્ષક, સૂક્ષ્મજીવનાશક તથા પર્યાવરણરક્ષક છે. તેથી દરેકને માટે તેનું સાહજિક રીતે જ આકર્ષણ…

વધુ વાંચો >