દિનેશ શુકલ

તારકુન્ડે, વિઠ્ઠલ મહાદેવ

તારકુન્ડે, વિઠ્ઠલ મહાદેવ (જ. 3 જુલાઈ 1909, સાસવડ, મહારાષ્ટ્ર; અ. 23 માર્ચ 2004, દિલ્હી) : ભારતના એક સમર્થ ન્યાયમૂર્તિ અને કર્મઠ માનવવાદી બૌદ્ધિક. તેજસ્વી શૈક્ષણિક કારકિર્દી સાથે તેમણે લંડન સ્કૂલ ઑવ્ ઇકૉનૉમિક્સમાં ઉચ્ચ અભ્યાસ કર્યો અને ત્યાં જ કાયદાનો અભ્યાસ કરી બૅરિસ્ટર થયા. સ્વદેશ પરત આવ્યા અને ઇન્ડિયન નૅશનલ કૉંગ્રેસમાં…

વધુ વાંચો >

લૉક, જૉન

લૉક, જૉન (જ. 29 ઑગસ્ટ 1632, રિંગટન, સમરસેટ કાઉન્ટી, ઇંગ્લૅન્ડ; અ. 28 ઑક્ટોબર 1704, ઓટ્સ, ઇંગ્લૅન્ડ) : અનેક વિષયોના તજ્જ્ઞ અને રાજકીય ચિંતન પર પ્રભાવ પાડનાર ઉદારમતવાદી બ્રિટિશ ચિંતક, સામાજિક કરારના સિદ્ધાંતના પ્રખર પુરસ્કર્તા. શિક્ષણ, આયુર્વિજ્ઞાન, જ્ઞાનમીમાંસા (epistemology) જેવા વિષયોમાં તેઓ ઊંડો રસ ધરાવતા. પિતા વકીલ હતા તેથી તર્કબદ્ધ વિચારશક્તિના…

વધુ વાંચો >

લોકસ્વીકૃતિ (લેજિટિમસી), રાજ્યપ્રથાની

લોકસ્વીકૃતિ (લેજિટિમસી), રાજ્યપ્રથાની : રાજકીય વ્યવસ્થામાં રહેલા ઔચિત્યનો સ્વીકાર. જે રાજ્યપ્રથાને લોકો યોગ્ય, સાચી અથવા ઉચિત ગણતા હોય અને તેથી તેનો સ્વીકાર કરતા હોય તે રાજ્યપ્રથા લોકસ્વીકૃતિ (લેજિટિમસી) ધરાવે છે એમ સામાન્ય રીતે કહી શકાય. જુદી જુદી પરિસ્થિતિઓમાં, જુદાં જુદાં ક્ષેત્રોમાં, જુદી જુદી રીતે અને વિવિધ અર્થોમાં આ શબ્દનો પ્રયોગ…

વધુ વાંચો >