દિનાઝ પરબીઆ

સેજિટેરિયા

સેજિટેરિયા : વનસ્પતિઓના એકદળી વર્ગમાં આવેલા એલિસ્મેટેસી કુળની બહુવર્ષાયુ જલજ પ્રજાતિ. તેનું વિતરણ મોટેભાગે ઉષ્ણકટિબંધીય અને સમશીતોષ્ણ કટિબંધીય અમેરિકામાં થયેલું છે. જૂની દુનિયામાં બહુ ઓછી જાતિઓ થાય છે. આ પ્રજાતિ 20 જેટલી જાતિઓ ધરાવે છે. ભારતમાં તેની બે જાતિઓ નોંધાઈ છે. sagittifolia Linn. (બં. છોટો-કુટ, મુયા મુયા; અં. ઍરોહેડ) પ્રવૃંતધર…

વધુ વાંચો >

સેંક્રસ

સેંક્રસ : વનસ્પતિઓના એકદળી વર્ગમાં આવેલા પોએસી (ગ્રેમીની) કુળની એકવર્ષાયુ કે બહુવર્ષાયુ પ્રજાતિ. તેનું વિતરણ ઉષ્ણ અને ઉપોષ્ણ પ્રદેશોમાં થયેલું છે અને તેની 25 જેટલી જાતિઓ પૈકી ભારતમાં 8 અને ગુજરાતમાં 4 જાતિઓ નોંધાઈ છે. કેટલીક જાતિઓ ચારા માટે મહત્ત્વની છે. ciliaris Linn. syn. Pennisetum cenchroides A. Rich. (હિં. અંજન,…

વધુ વાંચો >

હાઇફીની

હાઇફીની : વનસ્પતિઓના એકદળી વર્ગમાં આવેલા એરિકેસી (પામી) કુળની તાડ-પ્રજાતિ. તે આશરે 30 જાતિઓ ધરાવે છે; જે આફ્રિકા, માડાગાસ્કર, અરેબિયા, મૅસ્કેરિનના દ્વીપો અને ભારતમાં વિતરણ પામેલી છે. ભારતમાં બે જાતિઓ થાય છે. Hyphaene thebaica Mart. (ઇજિપ્શિયન ડાઉમ પામ) દ્વિગૃહી (dioecious), યુગ્મશાખી (dichotomous), 12 મી. જેટલી ઊંચી તાડની જાતિ છે. તે…

વધુ વાંચો >