થોમસ પરમાર

ઉષ્ણીશ

ઉષ્ણીશ : બૌદ્ધ સ્તૂપોને ફરતી વેદિકા(railing)નો સૌથી ઉપરનો ભાગ. વેદિકાના બે બે સ્તંભોની વચ્ચે ત્રણ આડી પીઢો (bars) સાલવીને ગોઠવવામાં આવતી. પીઢને સૂચિ પણ કહે છે. સ્તંભોની હારને આવરી લે તે રીતે સ્તંભોની સૌથી ઉપર આડી પીઢ મૂકવામાં આવતી તેને ઉષ્ણીશ (coping stone) કહે છે. પીઢના તળિયે સ્તંભના અંતર પ્રમાણે…

વધુ વાંચો >

કેરળનું સ્થાપત્ય

કેરળનું સ્થાપત્ય : દક્ષિણ ભારતના પશ્ચિમ દરિયાકાંઠે આવેલો કેરળ એની વિશિષ્ટ સ્થાપત્યશૈલી માટે પ્રસિદ્ધ છે. મુખ્યત્વે લાકડાનો ઉપયોગ કરીને બનાવેલાં ત્યાનાં મકાનોનાં છાપરાં સીધા ઢોળાવવાળાં હોય છે. પંદરમી સદીમાં બાંધેલાં આવાં મકાનો હજુ સારી સ્થિતિમાં જોવા મળે છે. કેરળમાં ગુફાઓ, મંદિરો, દેવળો, સિનેગોગ, મસ્જિદો, મહેલો અને કિલ્લાઓનું નિર્માણ થયું હતું.…

વધુ વાંચો >

ગુજરાત (લલિતકલાઓથી સમૂહમાધ્યમો)

ગુજરાત લલિતકલાઓ સ્થાપત્યકલા ગુજરાતમાં સ્થાપત્યકલાના અવશેષો આદ્ય-ઐતિહાસિક કાલ જેટલા પુરાણા છે. લોથલ, રંગપુર, રોઝડી, આમરા, લાખાબાવળ, પ્રભાસ સોમનાથ, નખત્રાણા, પાબુમઠ, સુરકોટડા, ધોળાવીરા વગેરે ગુજરાતની આદ્ય-ઐતિહાસિક સંસ્કૃતિનાં કેન્દ્રો છે. સ્થાપત્યકીય સ્મારકોની દૃષ્ટિએ લોથલ અને ધોળાવીરા નોંધપાત્ર છે. લોથલનું ખોદકામ ડૉ. એસ. આર. રાવના માર્ગદર્શન નીચે થયું હતું. લોથલનું નગર સારી રીતે…

વધુ વાંચો >

ગુજરાત ઇતિહાસ પરિષદ

ગુજરાત ઇતિહાસ પરિષદ : ગુજરાતની પ્રજામાં ઇતિહાસની અભિરુચિ કેળવાય, ઇતિહાસની સાચી ર્દષ્ટિ મળે, ગુજરાતના ઇતિહાસના ક્ષેત્રે સંશોધન કરતા સંશોધકોને પ્રોત્સાહન અને માર્ગદર્શન મળી રહે તેમજ ઇતિહાસના અભ્યાસને ઉત્તેજન આપવું એ હેતુથી ગુજરાત ઇતિહાસ પરિષદની સ્થાપના એપ્રિલ 1960માં કરવામાં આવી હતી. વલ્લભવિદ્યાનગર મુકામે 1957ના ડિસેમ્બરમાં ઇન્ડિયન હિસ્ટરી કૉંગ્રેસનું 20મું અધિવેશન યોજાયું…

વધુ વાંચો >

પરીખ, પ્રવીણચન્દ્ર ચિમનલાલ

પરીખ, પ્રવીણચન્દ્ર ચિમનલાલ (જ. 26 માર્ચ 1937, ખેડા) : ભારતીય  સંસ્કૃતિના વિદ્વાન, સંશોધક અને લેખક. તેમણે પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ મહેમદાવાદમાં લીધું હતું. અમદાવાદમાં ઉચ્ચ શિક્ષણ લઈ 1959માં બી.એ. થયા તથા 1961માં એમ.એ.માં ભારતીય સંસ્કૃતિ વિષયમાં પ્રથમ આવવા બદલ ગુજરાત યુનિવર્સિટી તરફથી શેઠ ચીનુભાઈ લલ્લુભાઈ મહેતા સુવર્ણચંદ્રક મળ્યો. એ જ…

વધુ વાંચો >

પીઠ

પીઠ : મંદિરના ઊર્ધ્વમાનનો સૌથી નીચેનો ભાગ. તેને પીઠોદય પણ કહે છે. તેમાં સામાન્યત: નીચેથી ઉપર જતાં ક્રમશ: ભીટ્ટ (એક અથવા એકથી વધુ), જાડયકુંભ (જાડંબો), અંતરપત્ર (અંધારિકા), કર્ણિકા (કણી), ગ્રાસ પટ્ટી (કીર્તિમુખ), અંતરપત્ર, છાદ્ય (છાજલી) વગેરે આડા થરો વડે અલંકૃત હોય છે. સ્થાપત્યની પરિભાષામાં આવી પીઠને ‘કામદ પીઠ’ કહે છે.…

વધુ વાંચો >

પીસાનો મિનારો

પીસાનો મિનારો : ઇટાલીના પીસાનગર (43o 43’ ઉ. અ. અને 10o 23’ પૂ.રે.)માં આવેલો સાત મજલા ધરાવતો રોમનસ્ક (Romanesque) સ્થાપત્યશૈલીમાં બાંધેલો ઢળતો મિનારો. આ મિનારો તેના સાતમા મજલાની ટોચના કેન્દ્રથી ભોંયતળિયા તરફની ઊર્ધ્વ ગુરુત્વરેખાના સંદર્ભમાં 4.4 મીટર ઢળેલો હોવાથી દુનિયાભરમાં જાણીતો બનેલો છે. પ્રમાણમાં નરમ અને અસ્થાયી ભૂમિતળ પર તેનો…

વધુ વાંચો >