ટંકશાળ

ટંકશાળ

ટંકશાળ : દેશ માટે કાયદેસરના ચલણી સિક્કા પાડવાનું રાજ્ય હેઠળનું અધિકૃત તંત્ર. ધાતુઓના ગઠ્ઠાઓને પિગાળીને સળિયામાં ઢાળવા, સળિયાના સપાટ સમતલ પટ્ટા બનાવીને પછી પટ્ટીઓ બનાવવી, પટ્ટીઓમાંથી ચપટી ગોળાકાર ચકતીઓ કાપીને તેમનું વજન બંધબેસતું કરવું, ચકતીઓને તેજાબ વડે સાફ કરીને તેમની કિનારીઓ બનાવવી તથા યાંત્રિક પ્રહાર દ્વારા તેમની ઉપર છાપ ઉપસાવવી…

વધુ વાંચો >

ઢબુ

ઢબુ : ઢબુ કે ઢબુ પૈસો નામે ઓળખાતો તાંબાનો સિક્કો. વસ્તુત: ઢબુ બે પૈસા કે છ પાઈની કિંમત બરાબર હતો. તેનું વજન પણ પૈસા કરતાં બમણું હતું. સ્થાનિક લોકો તેને ‘બેવડિયું કાવડિયું’ કે ‘બેવડિયો પૈસો’ પણ કહેતા. વડોદરા રાજ્યે ‘દોન પૈસે’ના નામે આ સિક્કો ચલાવેલો. બ્રિટિશ કંપની સરકાર તેમજ પાછળથી…

વધુ વાંચો >