જ. પો. ત્રિવેદી
પૉલિયુરિધેન (પૉલિઆઇસોસાયનેટ)
પૉલિયુરિધેન (પૉલિઆઇસોસાયનેટ) : સખત, ચમકદાર (glossy) અને દ્રાવક પ્રતિરોધી ગુણધર્મો ધરાવતાં સંશ્લેષિત રેઝિનમય (resinous), તંતુમય (fibrous), ફીણ જેવા અથવા પ્રત્યાસ્થલકી (elastomeric) કાર્બનિક બહુલકો. આ પૈકી ફેનિલ પદાર્થો(foams)નો સૌથી વધુ ઉપયોગ થાય છે. ડાઇઆઇસોસાયનેટ (બે – NCO સમૂહ) સંયોજનનું ઓછામાં ઓછા બે ક્રિયાશીલ હાઇડ્રોજન ધરાવતા ડાયૉલ કે ડાઇએમાઇન જેવા સાથે સંઘનન…
વધુ વાંચો >પૉલિયેસ્ટર
પૉલિયેસ્ટર : મોટા, રૈખિક (linear) કે તિર્યક-બંધવાળા (cross-linked) અણુઓ ધરાવતા કાર્બનિક પદાર્થોનો એક સમૂહ અથવા એકલકો (monomers) તરીકે ઓળખાતા અનેક નાના અણુઓ વચ્ચે એસ્ટર બંધનો (linkages) સ્થાપિત થવાથી ઉદ્ભવતા બહુલકી (polymeric) પદાર્થો. આમાં એસ્ટર-સમૂહ મુખ્ય શૃંખલામાં હોય છે. સામાન્ય રીતે પૉલિયેસ્ટર પદાર્થો સમતુલ્ય (equivalent) પ્રમાણમાં લીધેલા ગ્લાયકૉલ (બે હાઇડ્રૉક્સિલ સમૂહ…
વધુ વાંચો >પૉલિવિનાઇલ આલ્કોહૉલ (PVA)
પૉલિવિનાઇલ આલ્કોહૉલ (PVA) : જળદ્રાવ્ય, રંગવિહીન અથવા સફેદથી ક્રીમ રંગનો જ્વલનશીલ સાંશ્લેષિક કાર્બનિક બહુલક (polymer); (-CH2-CHOH-)n. હજુ સુધી વિનાઇલ આલ્કોહૉલ (H2C = CHOH)નું અલગીકરણ થઈ શકયું નથી; કારણ કે આવા એકલક બનાવવાની પ્રક્રિયાઓ ચલાવયવી (tautomeric) ઍસિટાલ્ડિહાઇડ આપે છે. મોટા પાયા પર આ બહુલક પૉલિવિનાઇલ ઍસિટેટના જળવિભાજનથી મેળવાય છે. આમાં બે…
વધુ વાંચો >પૉલિવિનાઇલ ક્લોરાઇડ (PVC)
પૉલિવિનાઇલ ક્લોરાઇડ (PVC) : ભૌતિક અને વિદ્યુતીય ગુણોનો સુભગ સમન્વય ધરાવતો કઠિન (tough), તાપસુનમ્ય સાંશ્ર્લેષિક બહુલક (-CH2CHCl-)n. નીપજો સામાન્ય રીતે સુઘટ્યીકૃત (plasticized) કે દૃઢ (rigid) પ્રકારની ગણાય છે. તે સફેદ પાઉડર કે રંગવિહીન દાણારૂપ અપક્ષય (weathering) અને ભેજ-પ્રતિરોધી અને ઊંચા પરાવૈદ્યુતિક ગુણધર્મો ધરાવતો પદાર્થ છે. મોટાભાગના ઍસિડ, ચરબી, હાઇડ્રોકાર્બન અને…
વધુ વાંચો >પૉલિસૅકેરાઇડ
પૉલિસૅકેરાઇડ : પાંચ કે છ કાર્બન પરમાણુ ધરાવતા મૉનોસૅકેરાઇડ એકમોની લાંબી શૃંખલા ધરાવતા ઊંચા અણુભારવાળા કાર્બોદિત પદાર્થોનો કલીલીય સંકીર્ણોનો વર્ગ. મૉનોસૅકેરાઇડ એકમો એકબીજા સાથે ગ્લાયકોસિડિક બંધ દ્વારા જોડાય ત્યારે પાણી દૂર થઈ પૉલિસૅકેરાઇડ બને છે; દા. ત., હૅકઝોસ મૉનોસૅકેરાઇડ એકમોમાંથી પૉલિસૅકેરાઇડ બનવાની ક્રિયા નીચે પ્રમાણે દર્શાવી શકાય : nC6H12O6 →…
વધુ વાંચો >પૉલિસ્ટાઇરિન
પૉલિસ્ટાઇરિન : સખત, પારદર્શક કાચ જેવું થરમૉપ્લાસ્ટિક રેઝિન. પૉલિસ્ટાઇરિનની લાક્ષણિકતા તેનો ઉત્તમ ઇલેક્ટ્રિકલ ઇન્સ્યુલેશન ગુણધર્મ, પાણી સાથે ઊંચી પ્રતિકારશક્તિ, ઊંચો વક્રીભવનાંક (refractive index), પારદર્શકતા તથા નીચા તાપમાને નરમ થવાનો ગુણધર્મ ગણાવી શકાય. ઇથાઇલ બેન્ઝિનનું ઊંચા તાપમાને ડીહાઇડ્રૉજિનેશન કરવાથી સ્ટાઇરિન બને છે. સ્ટાઇરિનનું મુક્ત-મૂલક ઉદ્દીપકો(પેરૉક્સાઇડ)ની હાજરીમાં જથ્થામાં દ્રાવણમાં તથા જલીય પાયસ…
વધુ વાંચો >પૉલિહેલાઇડ સંયોજનો
પૉલિહેલાઇડ સંયોજનો : અણુદીઠ બે અથવા વધુ હેલોજન પરમાણુ ધરાવતાં હાઇડ્રોકાર્બન સંયોજનો. આમાં પૉલિબ્રોમો, પૉલિક્લોરો તથા પૉલિફ્લોરો સંયોજનો ઉપરાંત મિશ્ર હેલોજન ધરાવતાં સંયોજનો આવી જાય છે. પૉલિઆયોડાઇડ, થોડા અપવાદો સિવાય, સામાન્ય: અસ્થાયી હોય છે. તેથી તેઓનું સંશ્ર્લેષણ કરવું મુશ્કેલ બની રહે છે. પૉલિક્લોરાઇડો અને પૉલિબ્રૉમાઇડો બનાવવા માટે આલ્કેનનું ઊંચા તાપમાને…
વધુ વાંચો >પૉલિંગ લિનસ કાર્લ
પૉલિંગ, લિનસ કાર્લ (જ. 28 ફેબ્રુઆરી 1901, પૉર્ટલૅન્ડ, ઑરેગોન, યુ.એસ.એ.; અ. 19 ઑગસ્ટ 1994) : વીસમી સદીના પ્રખર રસાયણવિદ. તેમના પિતા હેરમૅન વિલિયમ પૉલિંગ તેમને નવ વર્ષના મૂકીને ગુજરી ગયેલા. 15 વર્ષની વયે પૉલિંગે રાસાયણિક ઇજનેર બનવાનું નક્કી કર્યું અને ઑરેગોન સ્ટેટ ઍગ્રિકલ્ચરલ કૉલેજમાં શિષ્યવૃત્તિ સાથે અભ્યાસ કરી, 1922માં બી.એસ.ની…
વધુ વાંચો >પ્રકાશક્રિયાશીલતા
પ્રકાશક્રિયાશીલતા : એક અથવા વધુ અસમમિત (asymmetric) કાર્બન પરમાણુઓ ધરાવતા અણુઓ (સંયોજનો) દ્વારા તેમના ઉપર પડતા ધ્રુવીભૂત (polarised) પ્રકાશના આંદોલનતલની દિશાને ડાબી અથવા જમણી તરફ ઘુમાવવાનો ગુણધર્મ. આ ગુણધર્મ દર્શાવવા માટે આપેલો અણુ તેના આરસી-પ્રતિબિંબ (mirror image) ઉપર અધ્યારોપ્ય (superimposable) ન હોય તે આવશ્યક છે. પ્રકાશક્રિયાશીલ સંયોજન અને તેના પ્રતિબિંબને…
વધુ વાંચો >પ્રકાશ-રસાયણ (photochemistry)
પ્રકાશ-રસાયણ (photochemistry) પ્રકાશની દ્રવ્ય સાથે આંતરપ્રક્રિયા દ્વારા થતી રાસાયણિક પ્રવિધિઓ(processes)નો અભ્યાસ. પ્રકાશમાં ર્દશ્ય, પારજાંબલી, પારરક્ત અને કેન્દ્રીય વિકિરણ(nuclear radiation)નો સમાવેશ થઈ શકે. રાસાયણિક પ્રક્રિયામાં રાસાયણિક બંધો તૂટતા અથવા રચાતા હોવાથી તેમને 200થી 600 કિ.જૂલ/મોલ જેટલી ઊર્જાની જરૂર પડે છે. આ ઊર્જા વીજચુંબકીય વિકિરણના પારજાંબલી (100થી 400 નેમી.), ર્દશ્ય (visible) (400થી…
વધુ વાંચો >