જોરાવરસિંહ જાદવ

આદિવાસી સમાજ

આદિવાસી સમાજ – પ્રાસ્તાવિક – ધાર્મિક પ્રણાલિકાઓ – ગુજરાતના આદિવાસીઓ – આદિવાસી રાજનૈતિક સંગઠન – ભારતના આદિવાસીઓ – આદિવાસી અને રાજકારણ – આફ્રિકાના આદિવાસીઓ – ભૂમિ-અધિકારો – આદિવાસી સામાજિક સંગઠન – જમીન સંબંધી વિવાદો – આદિવાસી સામાજિક સમાનતા – આદિવાસી બળવા અને સામાજિક ચળવળો – પરંપરાગત કાયદો – આદિવાસી વિકાસયોજનાઓ…

વધુ વાંચો >

ગુજરાત (ધર્મ અને સંસ્કૃતિથી ગુજરાતી ભાષા અને સાહિત્ય)

ગુજરાત ધર્મ અને સંસ્કૃતિ ધર્મ–સંપ્રદાય ગુજરાતમાં આનર્ત, સુરાષ્ટ્ર, લાટ અને તેની દક્ષિણે અપરાન્ત સુધીના પ્રદેશનો સમાવેશ થતો હતો. ભારતની પશ્ચિમેથી આથર્વણો અને પશ્ચિમોત્તર દિશામાંથી શર્યાતો અહીં આવ્યા ત્યારે સંભવત: વૈદિક ધર્મનાં છૂટાંછવાયાં કેન્દ્રો ઉત્તર ગુજરાત, લાટ અને નર્મદાતટ તથા કચ્છ-સુરાષ્ટ્રમાં હતાં. શર્યાતિએ તેના પુત્ર આનર્તને આ પ્રદેશનું રાજ્ય સોંપ્યું ત્યારથી…

વધુ વાંચો >

ગુજરાત (લલિતકલાઓથી સમૂહમાધ્યમો)

ગુજરાત લલિતકલાઓ સ્થાપત્યકલા ગુજરાતમાં સ્થાપત્યકલાના અવશેષો આદ્ય-ઐતિહાસિક કાલ જેટલા પુરાણા છે. લોથલ, રંગપુર, રોઝડી, આમરા, લાખાબાવળ, પ્રભાસ સોમનાથ, નખત્રાણા, પાબુમઠ, સુરકોટડા, ધોળાવીરા વગેરે ગુજરાતની આદ્ય-ઐતિહાસિક સંસ્કૃતિનાં કેન્દ્રો છે. સ્થાપત્યકીય સ્મારકોની દૃષ્ટિએ લોથલ અને ધોળાવીરા નોંધપાત્ર છે. લોથલનું ખોદકામ ડૉ. એસ. આર. રાવના માર્ગદર્શન નીચે થયું હતું. લોથલનું નગર સારી રીતે…

વધુ વાંચો >

ઘરેણાં

ઘરેણાં : ભારતીય સંસ્કૃતિમાં કલાસૌંદર્ય, ઉત્સવો અને પર્વો એકબીજાની હારોહાર ચાલ્યાં છે. લોકસમાજના વિકસતા જતા કલાપ્રેમે સૌષ્ઠવયુક્ત શણગારોને જન્મ આપ્યો છે. ‘પ્રવીણ-સાગર’ ગ્રંથમાં નારીનાં 12 આભરણ અને 16 શણગારનો ઉલ્લેખ છે. દેહને ભૂષિત કરે તે આભૂષણ. સંસ્કૃતમાં એને માટે ‘અલંકાર’, ‘આભૂષણ’, ‘ભૂષણ’, ‘શૃંગારક’ ઇત્યાદિ શબ્દો મળે છે. ગુજરાતી ભાષામાં ‘ઘરેણું’,…

વધુ વાંચો >

છૂંદણાં

છૂંદણાં : શરીર ઉપર છૂંદીને પાડેલું અલંકારરૂપ ટપકું, ભાત કે આકૃતિ. કુદરતે દીધેલા રૂપને વધુ દેદીપ્યમાન બનાવવા, યૌવનને વધુ આકર્ષક બનાવવા માનવી આદિકાળથી મથામણ કરતો રહ્યો છે. છૂંદણાં એ આદિકાળથી લોકનારીના સૌંદર્યનું પ્રતીક બની રહ્યાં છે. સૌરાષ્ટ્રમાં છૂંદણાં પડાવવાં એને ત્રાજવડાં ત્રોફાવવાં એમ કહેવામાં આવે છે. સ્ત્રીના થાનનું દૂધ અથવા…

વધુ વાંચો >

જોડકણાં

જોડકણાં : ગુજરાતના કંઠસ્થ લોકસાહિત્યનો નાનકડો પણ લોકપ્રિય પદ્ય-પ્રકાર, જે ઘણુંખરું તત્કાળ જોડી કાઢેલ હોય છે. જૂના વખતમાં ગામડાંઓમાં આજના જેવી શિક્ષણવ્યવસ્થા નહોતી ત્યારે લોકવાર્તા, ઓઠાં, લોકગીતો, ટુચકા, ઉખાણાં અને જોડકણાં જેવા કંઠસ્થ લોકસાહિત્ય દ્વારા લોકસમાજમાં શિક્ષણનું અને સમાજઘડતરનું કામ થતું. ગેય પ્રાસવાળી રચના હોવાથી બાળકોને અને સાંભળનારને તે જલદી…

વધુ વાંચો >

પરમાર, ખોડીદાસ ભાયાભાઈ

પરમાર, ખોડીદાસ ભાયાભાઈ (જ. 31 ઑગસ્ટ 1930, ભાવનગર; અ. 31 માર્ચ 2004) :  ગુજરાતના પ્રસિદ્ધ લોકકલાવિદ અને લોકશૈલીમાં સર્જન કરનાર ચિત્રકાર. માતા વખતબા અને પિતાને તેમના એકના એક દીકરા ખોડીદાસને ભણાવીગણાવી બાજંદો બનાવવાની હોંશ હોવાથી દીકરાને ભણવા બેસાડ્યો. દીકરા ખોડીદાસે ગુજરાતી અને સંસ્કૃતના વિષય સાથે એમ.એ. સુધીનો અભ્યાસ કરી માતાપિતાની…

વધુ વાંચો >

બજાણિયો

બજાણિયો : અંગકસરત આદિના પ્રયોગો દ્વારા મનોરંજન કરનાર ગુજરાતનો લોકકલાકાર. પ્રાચીન ભારતમાં 14 વિદ્યા અને 64 કળાઓ જાણીતી હતી. તેમાં નટ બજાણિયાની વિદ્યાને નવમી ગણવામાં આવી છે : ‘નટવિદ્યા નવમી કહું, ચડવું વૃક્ષ, ને વાંસ; લઘુ ગુરુ જાણવા, ગજ, ઊંટ ને અશ્વ.’ ગુજરાતના ગામડાગામમાં અઢારે વરણનું મનોરંજન કરનાર નટ બજાણિયા…

વધુ વાંચો >

બહુરૂપી (લોકકલા)

બહુરૂપી (લોકકલા) : ગુજરાત અને રાજસ્થાનમાં વિકાસ પામેલી મનોરંજન માટેની એક લોકકલા. ‘બહુરૂપી’ એટલે ઘણાં રૂપો ધારણ કરનાર. એ જાતભાતના વેશ સાથે તદનુરૂપ અભિનય પણ કરે છે. આવા કલાકારો–બહુરૂપીઓની એક જાતિ છે. જૂના વખતમાં મનોરંજનનાં માધ્યમો બહુ ઓછાં હતાં ત્યારે બહુરૂપીઓએ લોકજીવનને ગમ્મતના ગુલાલ દ્વારા હર્યુંભર્યું રાખવામાં મૂલ્યવાન ફાળો આપ્યો…

વધુ વાંચો >

ભરતકામ

ભરતકામ : ગુજરાતની એક તળપદી હસ્તકલા. ભાતીગળ લોકભરત અને મનોહર મોતીગૂંથણ એ સૌરાષ્ટ્ર અને કચ્છના ગ્રામપ્રદેશોનો આગવો કલાસંસ્કાર છે. લોકનારીની કળારસિકતા અને સૌંદર્યભાવનાનાં મૂળ આવી કલાઓમાં જોવા મળે છે. રૂપાળા રંગોથી ઓપતું ર્દશ્ય–પરંપરાનું ભરત એ લોકનારીના દેહ, ઘરખોરડાં અને પશુઓનો આગવો શણગાર છે. દરબાદરગઢમાં, ખેડવાયા વરણનાં દૂબળાં-પાતળાં ખોરડાંઓમાં કે માલધારીઓના…

વધુ વાંચો >