જયેન્દ્ર દવે

ઇલીચ, ઇવાન ડી

ઇલીચ, ઇવાન ડી. (જ. 4 સપ્ટેમ્બર 1926, વિયેના; અ. 2 ડિસેમ્બર 2002, જર્મની) : અશાલેય શિક્ષણની હિમાયત કરનાર જાણીતા (de-schooling) શિક્ષણવિદ. ધર્મશાસ્ત્ર અને તત્વજ્ઞાનનો રોમમાં ઉચ્ચ અભ્યાસ કરેલો. ઇતિહાસમાં પીએચ.ડી.. 1951થી અમેરિકા અને લૅટિન અમેરિકામાં પાદરી તરીકેની કામગીરી. વિખ્યાત અને વિવાદાસ્પદ બનેલા ‘સેન્ટર ફૉર ઇન્ટરકલ્ચરલ ડૉક્યુમેન્ટેશન’-(CIDOC)ના સહસંસ્થાપક. 1964થી ‘ઇન્સ્ટિટ્યૂશનલ ઑલ્ટરનેટિવ્ઝ…

વધુ વાંચો >

કૃષ્ણમૂર્તિ જે.

કૃષ્ણમૂર્તિ જે. (જ. 11 મે 1895, મદનાપલ્લી, ત્રિચુર, આંધ્રપ્રદેશ; અ. 17 ફેબ્રુઆરી 1986, ઓ’હેર, કૅલિફૉર્નિયા) : વીસમી સદીના મહાન તત્વચિંતક, ભારતમાં જન્મ લઈને તે કૅલિફૉર્નિયામાં સ્થિર થયા પણ તેમના ચિંતનનો લાભ વિશ્વભરના લોકો લેતા રહ્યા. કોઈ વાદ, વિચાર, સંઘ કે સંપ્રદાયમાં તેમનું ચિંતન કુંઠિત કરવાને બદલે તેમણે સદૈવ ચર્ચા અને…

વધુ વાંચો >

કોમીનિયસ જ્હૉન એમૉસ

કોમીનિયસ, જ્હૉન એમૉસ (જ. 28 માર્ચ 1592; અ. 15 નવેમ્બર 1670) : સત્તરમી સદીનો જાણીતા ચેક શિક્ષણશાસ્ત્રી. સમાજસુધારક અને બોહેમિયન ચર્ચના બિશપ. વતન નીનનીક. સ્વદેશ છોડીને પોલૅન્ડ, ઇંગ્લૅન્ડ, હંગેરી તથા સ્વીડનમાં શિક્ષણશાસ્ત્રી તરીકે કામ કર્યું. સુધરેલ શિક્ષણપદ્ધતિ દ્વારા સમાજનું નવનિર્માણ શક્ય હોવાની  તેમની માન્યતા હતી. રાષ્ટ્રના યુવાનો અને યુવતીઓ માટે…

વધુ વાંચો >