જયકુમાર ર. શુક્લ

પુરુષપુર (પેશાવર)

પુરુષપુર (પેશાવર) : ભારતની વાયવ્ય સરહદે આવેલું શહેર. ઈ. સ.ની પ્રથમ સદીમાં થઈ ગયેલ કુષાણ વંશના મહાન પ્રતાપી સમ્રાટ કનિષ્ક પહેલાની તે રાજધાની હતી. ચીની પ્રવાસીઓ ફાહિયાન, સુંગ યુન અને હ્યુએન સંગના જણાવવા મુજબ કનિષ્કે ત્યાં 183 મી. ઊંચો સ્તૂપ બંધાવ્યો હતો. તેમણે તે સ્તૂપની ભવ્યતાનું વર્ણન કર્યું છે. બુદ્ધના…

વધુ વાંચો >

પૅગોડા

પૅગોડા : બૌદ્ધ ધર્મના આચાર્યોની સ્મૃતિ માટે બાંધેલાં ટાવર જેવાં મંદિરો. ખાસ કરીને ચીન, જપાન, મ્યાનમાર(બર્મા), ભારત અને અગ્નિ એશિયાના દેશોમાં પૅગોડા બાંધવામાં આવ્યા છે. પૅગોડામાં ઘણુખરું 3થી 15 માળ હોય છે. પ્રાચીન ભારતના ઘુમ્મટ આકારનાં સ્મારકો તરીકે બંધાતા સ્તૂપમાંથી ધર્મગુરુઓના અવશેષો ઉપર પૅગોડા બાંધવાનો વિચાર ઉદભવ્યો. તે પથ્થરના, લાકડાના…

વધુ વાંચો >

પેપિરસ

પેપિરસ : એક જાતની વનસ્પતિનો છોડ. પ્રાચીન ઇજિપ્તમાં નાઇલ નદી નજીકની ભેજવાળી જગ્યામાં તથા ખાબોચિયાંમાં પેપિરસ નામનો છોડ ઊગતો હતો. તેની છાલને ઘસીને સુંવાળી બનાવી, એકબીજી સાથે જોડીને કાગળના લાંબા વીંટા (roll) બનાવવામાં આવતા હતા. એ રીતે દુનિયામાં સૌપ્રથમ કાગળ બનાવવાની શરૂઆત થઈ. તેથી જગતમાં સૌપ્રથમ લેખનકળાનો વિકાસ પણ અહીં…

વધુ વાંચો >

પેલેન્ક્યુ

પેલેન્ક્યુ : મેક્સિકોમાં આવેલ પ્રાચીન માયા સંસ્કૃતિનું નાશ પામેલ પ્રસિદ્ધ નગર. તેનું મૂળ નામ જાણવા મળતું ન હોવાથી, નજીકના ગામ પરથી આ નામ આપ્યું છે. ઈ. સ.ની સાતમી અને આઠમી સદીમાં તે નગરની જાહોજલાલી હતી. મેક્સિકોના હાલના ચિયાપાસ રાજ્યમાં તે આવેલ હતું. સ્પૅનિશ લોકોએ સોળમી સદીમાં તે વિસ્તારો જીતી લીધા…

વધુ વાંચો >

પૉર્ટ લુઈસ

પૉર્ટ લુઈસ : હિન્દી મહાસાગરમાં આવેલા ટાપુ-દેશ મૉરિશિયસનું પાટનગર, મોટામાં મોટું શહેર અને એકમાત્ર બંદર. ભૌ. સ્થાન : 20o 10′ દ. અ. અને 57o 30′ પૂ. રે. મુખ્ય ટાપુના વાયવ્ય કિનારા પર નીચાણવાળા ભાગમાં તે આવેલું છે. અહીંની આબોહવા અયનવૃત્તીય (tropical), ગરમ અને ભેજવાળી રહે છે. ડિસેમ્બરથી મે દરમિયાનનું સરેરાશ…

વધુ વાંચો >

પૉલિગ્નોટસ

પૉલિગ્નોટસ (જ. ઈ. સ. પૂ. 5૦૦, થાઓસ (Thaos), ગ્રીસ; અ. ઈ. સ. પૂ. 44૦, ઍથેન્સ) : પેરિક્લિસના સમયનો મહાન ગ્રીક ચિત્રકાર. તે થ્રેસમાં આવેલ થેસોસનો વતની હતો; પરંતુ ઍથેન્સમાં ઘણાં વર્ષો રહીને ત્યાંનો નાગરિક બન્યો હતો. તત્કાલીન ઍથેન્સની જાણીતી ઇમારતો તથા સભાખંડોની દીવાલો પર પુરાણકથાઓનાં વિશાળ સુંદર આબેહૂબ ચિત્રો તેણે…

વધુ વાંચો >

પોલો માર્કો

પોલો, માર્કો (જ. 15 સપ્ટેમ્બર 1254, વેનિસ, ઇટાલી; અ. 8 જાન્યુઆરી 1324, વેનિસ) : ઇટાલીના વેનિસનો વેપારી, વિશ્ર્વપ્રવાસી તથા સંશોધક, જેનો એશિયાના પ્રવાસવર્ણનનો ગ્રંથ પ્રમાણભૂત માહિતી-સ્રોત મનાતો. પોલો કુટુંબ મધ્યપૂર્વ સાથે વેપાર કરીને સમૃદ્ધ બન્યું હતું. માર્કોના પિતા નિકોલો અને કાકા મેફિયો વેપારી તરીકે 1260-69 દરમિયાન ચીન ગયા હતા. ત્યાંથી…

વધુ વાંચો >

પોસાઇડોન

પોસાઇડોન : ગ્રીક લોકોની ધાર્મિક માન્યતા મુજબ સમુદ્રના દેવ. તે ધરતીકંપના દેવ પણ મનાતા હતા. આખ્યાયિકા અનુસાર તેઓ પ્રાચીન દેવ ક્રોનૉસ અને દેવી રિયાના પુત્ર હતા. ઝ્યૂસ અને હેડીસ તેમના ભાઈઓ હતા. આ ત્રણેય ભાઈઓએ તેમના પિતાને પદભ્રષ્ટ કર્યા ત્યારે સમુદ્રનું રાજ્ય પોસાઇડોનને મળ્યું. તેમનું શસ્ર ત્રિશૂળ હતું. પોસાઇડોનને હિંસક…

વધુ વાંચો >

પ્રભુપાદ શ્રીલ સ્વામી

પ્રભુપાદ શ્રીલ સ્વામી (જ. 1 સપ્ટેમ્બર 1896, કલકત્તા; અ. 14 નવેમ્બર 1977, વૃંદાવન ) : આંતરરાષ્ટ્રીય કૃષ્ણભાવનામૃત સંઘ (ઇસ્કોન, International Society for Krishna Consciousness)ના સ્થાપક. વૈદિક તત્વજ્ઞાન, ધર્મસાહિત્ય અને ભારતીય સંસ્કૃતિ વિષયોના લેખક. તેમનું નામ અભયચરણ ડે હતું. ગૌરમોહન ડે તેમના પિતાનું નામ હતું. વૈષ્ણવ સંપ્રદાયનું અનુસરણ કરનારા પરિવારમાં જન્મ.…

વધુ વાંચો >

પ્રેમાભાઈ હીમાભાઈ

પ્રેમાભાઈ હીમાભાઈ (જ. 1815, અમદાવાદ; અ. 1887, અમદાવાદ) : અમદાવાદના દાનવીર નગરશેઠ. ભારતના મુઘલ બાદશાહ જહાંગીર પાસેથી નગરશેઠનો ઇલકાબ મેળવનાર શાંતિદાસ ઝવેરી(1590–1660)ના વંશજ પ્રેમાભાઈ વીશા ઓસવાળ જૈન હતા. તેઓ ધનિક કુટુંબના હતા. તેઓ અફીણ અને રૂનો વેપાર, ધીરધાર તથા શરાફી જેવા પરંપરાગત વ્યવસાયો દ્વારા શ્રીમંત બન્યા હતા. પ્રેમાભાઈ, ફૉર્બ્સ, ભોળાનાથ…

વધુ વાંચો >