ચિત્રા સુરેન્દ્ર દેસાઈ

સોડિયમ

સોડિયમ : આવર્તક કોષ્ટકના 1લા (અગાઉના IA) સમૂહનું રાસાયણિક ધાતુતત્વ. સંજ્ઞા Na. રોજિંદા વપરાશમાં લેવાતું સામાન્ય મીઠું (common salt) એ સોડિયમનો ક્લોરાઇડ ક્ષાર છે. 1807માં (સર) હમ્ફ્રી ડેવીએ 29 વર્ષની વયે પીગળેલા કૉસ્ટિક પોટાશ(KOH, પોટૅશિયમ હાઇડ્રૉક્સાઇડ)ના વિદ્યુતવિભાજનથી પોટૅશિયમ ધાતુ મેળવી તેના થોડા દિવસો પછી તેમણે પીગળેલા કૉસ્ટિક સોડા(NaOH)ના વિદ્યુતવિભાજન દ્વારા…

વધુ વાંચો >

સોડિયમ કાર્બોનેટ :

સોડિયમ કાર્બોનેટ : કાર્બોનિક ઍસિડ[કાર્બન ડાયૉક્સાઇડના જલીય દ્રાવણ(H2CO3)]નો ક્ષાર અને ઉદ્યોગોમાં વપરાતો અગત્યનો આલ્કલી. નિર્જળ (anhydrous) (Na2CO3) (સોડા ઍશ અથવા સાલ સોડા), મૉનોહાઇડ્રેટ (Na2CO3·H2O) અને ડેકાહાઇડ્રેટ (Na2CO3·10H2O) (ધોવાનો સોડા)  એમ ત્રણ સ્વરૂપે તે મળે છે. ઉપસ્થિતિ (occurrence) : કુદરતી રીતે તે નીચેના નિક્ષેપોમાં મળી આવે છે : ટ્રોના (trona) :…

વધુ વાંચો >

સોડિયમ મેટાબાઇસલ્ફાઇટ (sodium metabisulphite)

સોડિયમ મેટાબાઇસલ્ફાઇટ (sodium metabisulphite) : વ્યાપારી શુષ્ક સોડિયમ બાઇસલ્ફાઇટનો એક મુખ્ય ઘટક. તેને સોડિયમ પાયરો સલ્ફાઇટ પણ કહે છે. સૂત્ર : Na2S2O5 સોડિયમ કાર્બોનેટના જલીય દ્રાવણમાં સલ્ફર ડાયૉક્સાઇડ (SO2) વાયુ પસાર કરી દ્રાવણને સંતૃપ્ત કરવાથી સોડિયમ બાઇસલ્ફાઇટનું સંતૃપ્ત દ્રાવણ પ્રાપ્ત થાય છે. Na2CO3 + H2O + 2SO2 → 2NaHSO3 + CO2…

વધુ વાંચો >

સોડિયમ સલ્ફાઇડ

સોડિયમ સલ્ફાઇડ : પીળા, પીળા-લાલ અથવા ઈંટ જેવા લાલ રંગનો ઘન પદાર્થ. રાસાયણિક સૂત્ર : Na2S (અસ્ફટિકમય) (anhydrous) અને Na2S·9H2O (જલયોજિત) (hydrated). સોડિયમ સલ્ફેટ(salt cake, Na2SO4)ને બારીક વાટેલા કોક (કાર્બન) સાથે ઊંચા તાપમાને ગરમ કરવાથી સોડિયમ સલ્ફેટનું અપચયન (reduction) થઈ તે સોડિયમ સલ્ફાઇડમાં ફેરવાય છે અને કાર્બન મૉનોક્સાઇડ (CO) વાયુ…

વધુ વાંચો >

સોડિયમ હાઇડ્રૉક્સાઇડ (sodium hydroxide)

સોડિયમ હાઇડ્રૉક્સાઇડ (sodium hydroxide) : કૉસ્ટિક સોડા તરીકે જાણીતો સફેદ, અર્ધપારદર્શક (transluscent), ભેજદ્રવિત (deliquescent), ઘન પદાર્થ. સોડિયમ ધાતુ, તેના ઑક્સાઇડ કે પેરૉક્સાઇડ પર પાણીની પ્રક્રિયાથી તે ઉત્પન્ન થાય છે. અગાઉ તેનું ઉત્પાદન ગોસેગ(gossage)ની પદ્ધતિ દ્વારા કરવામાં આવતું હતું. આ પદ્ધતિ લાઇમ-સોડા અથવા કૉસ્ટિસાઇઝિંગ પદ્ધતિ તરીકે પણ ઓળખાતી હતી. તેમાં સોડિયમ…

વધુ વાંચો >

સોડિયમ હાઇડ્રોસલ્ફાઇટ

સોડિયમ હાઇડ્રોસલ્ફાઇટ : શક્તિશાળી અપચાયક ઘન પદાર્થ. તે સોડિયમ હાઇપોસલ્ફાઇટ (hyposulphite) અથવા સોડિયમ ડાઇથાયૉનેટ (dithionate) તરીકે પણ ઓળખાય છે. તેને વિવિધ રીતે બનાવી શકાય છે : (i) ઝિંકની ભૂકી ભભરાવેલા પાણીમાં શુદ્ધ સલ્ફર ડાયૉક્સાઇડ વાયુ પસાર કરવાથી ઝિંક હાઇડ્રોસલ્ફાઇટ મળે છે : Zn + 2SO2 → ZnS2O4 ઝિંક હાઇડ્રોસલ્ફાઇટના દ્રાવણમાં સોડિયમ…

વધુ વાંચો >

સ્કૅન્ડિયમ (scandium)

સ્કૅન્ડિયમ (scandium) : આવર્તક કોષ્ટકના 3જા (અગાઉના IIIA) સમૂહનું રાસાયણિક ધાતુતત્વ. સંજ્ઞા Sc. સ્વીડનના કૃષિરસાયણવિદ લાર્સ નિલ્સને યુક્ઝેનાઇટ (euxenite) અયસ્કમાંથી એક નવા ઑક્સાઇડને અલગ પાડ્યો અને તેને પોતાની માતૃભૂમિ (homeland) પરથી સ્કૅન્ડિયા અને તત્વને સ્કૅન્ડિયમ નામ આપ્યું. આ અગાઉ મેન્દેલિયેવે પોતાનું આવર્તક કોષ્ટક બનાવતી વખતે કોષ્ટકમાં આ તત્વની જગા ખાલી…

વધુ વાંચો >

સ્ટ્રૉન્શિયમ (strontium)

સ્ટ્રૉન્શિયમ (strontium) : આવર્તક કોષ્ટકના 2જા (અગાઉના IIA) સમૂહનું રાસાયણિક ધાતુ-તત્વ. સંજ્ઞા Sr. આલ્કલાઇન મૃદા (alkaline earth) તત્વો પૈકી તે સૌથી ઓછી વિપુલતાવાળું તત્વ છે. અગ્નિકૃત (igneous) ખડકોમાં તેનું પ્રમાણ 0.00019 % જ્યારે પૃથ્વીના પોપડામાં તેનું પ્રમાણ 384 ppm (part per million) જેટલું એટલે કે ફ્લોરિન (340 ppm) અને ગંધક…

વધુ વાંચો >

સ્પેક્ટ્રોકેમિકલ એનાલિસિસ (spectrochemical analysis)

સ્પેક્ટ્રોકેમિકલ એનાલિસિસ (spectrochemical analysis) : સ્પેક્ટ્રમમિતીય (વર્ણપટમિતીય, spectrometric) માપનોના ઉપયોગ દ્વારા નમૂનામાંના તત્વીય (elemental) કે આણ્વીય (molecular) ઘટકો(constituents)ની હાજરી અને તેમની સાંદ્રતા નક્કી કરવાની અનેક ટૅરનિકો પૈકીની એક. આ માપનો પૃથક્કરણ હેઠળના નમૂનામાંથી ઉત્સર્જિત થતા અથવા તેની સાથે પારસ્પરિક ક્રિયા (interaction) કરતા વીજચુંબકીય (electromagnetic) વિકિરણના ગતિક-વિશ્લેષણ(monitering)ને આવશ્યક બનાવે છે. ઐતિહાસિક…

વધુ વાંચો >

હાઇડ્રાઇડ (hydride)

હાઇડ્રાઇડ (hydride) : હાઇડ્રોજનનાં ધાતુ અથવા ઉપધાતુ (meta-lloid) તત્વો સાથેનાં દ્વિઅંગી (binary) સંયોજનો. તત્વ કયા પ્રકારનો હાઇડ્રાઇડ બનાવશે તે તેની વિદ્યુતઋણતા (electro-negativity) ઉપર આધાર રાખે છે. હાઇડ્રાઇડ સંયોજનોને નીચેના વર્ગોમાં વહેંચી શકાય : (1) આયનિક (ionic) અથવા ક્ષાર જેવા (salt-like) હાઇડ્રાઇડ, (2) સહસંયોજક (covalent) અથવા આણ્વિક (molecular) હાઇડ્રાઇડ, (3) ધાત્વીય…

વધુ વાંચો >