ચિત્રકલા

કુઇપ પરિવાર

કુઇપ પરિવાર (Cuyp family) [(1) કુઇપ જૅકૉબ ગૅરિટ્ઝૂન (જ. ડિસેમ્બર 1594, ડૉર્ડ્રેખ્ટ, નેધરર્લૅન્ડ્ઝ; અ. 1651 પછી, ડ્રૉડ્રેખ્ટ, નેધર્લૅન્ડ્ઝ) (2) કુઇપ આલ્બર્ટ જેકોબ્ઝૂન (Aelbert Jacobszoon) (નામસંસ્કરણ – 20 ઑક્ટોબર 1620, ડ્રૉડ્રેખ્ટ, નેધર્લૅન્ડ્ઝ; અ. નવેમ્બર 1691, ડ્રોર્ડેખ્ટ, નેધર્લૅન્ડ્ઝ)] : ડચ બરોક-ચિત્રકાર કુટુંબ. જૅકૉબ પિતા હતો અને આલ્બર્ટ પુત્ર. જૅકોબ વ્યક્તિચિત્રણમાં નિપુણ હતો…

વધુ વાંચો >

કુઓ સી

કુઓ, સી (Kuo, Hsi) (જ. આશરે 1060, લોયાન્ગ પ્રાંત, ચીન; અ. 1120, ચીન) : સુન્ગ રાજવંશ-કાળનો ઉત્તર ચીનનો સૌથી વધુ ખ્યાતનામ ચિત્રકાર. નિસર્ગચિત્રણા ઉપર તેણે ભાષ્ય પણ લખેલું : ‘લૉફ્ટી રૅકર્ડ ઑવ્ ફૉરેસ્ટ્સ ઍન્ડ સ્ટ્રીમ્સ’. તેમાં સુન્ગ કાળમાં પ્રચલિત ચિત્રણાની શ્રેષ્ઠ પદ્ધતિઓ વિગતવાર સમજાવવામાં આવી છે. કુઓનાં ખૂબ થોડાં ચિત્રો…

વધુ વાંચો >

કુ કાઈ-ચિહ

કુ, કાઈ-ચિહ (જ. આશરે ઇ. 344, વુહ્સી, ક્યાંગ્સુ પ્રાંત, ચીન; અ. આશરે ઈ. 405, ચીન) : ચીની વ્યક્તિચિત્રણાની ભવ્ય પરંપરાના પ્રણેતા ચિત્રકારોમાંનો એક. કુ વિશે એવો લેખિત દસ્તાવેજ મળી આવ્યો છે કે ચીનમાં લોકપ્રિય બનેલ બૌદ્ધ સંત વિમલકીર્તિનું પ્રથમ વ્યક્તિચિત્ર તૈયાર કરનાર એ જ હતો. એના ચિત્ર ‘નિમ્ફ ઑવ્ ધ…

વધુ વાંચો >

કુકી એન્ઝો

કુકી, એન્ઝો (Cuchhi, Enzo) (જ. 14 નવેમ્બર 1949, એડ્રિયાટિક સમુદ્રકાંઠે આન્કોના, ઇટાલી) : અનુઆધુનિક ઇટાલિયન ચિત્રકાર. અન્ય બે ચિત્રકારો ફ્રાન્ચેસ્કો ક્લૅમેન્તી અને સાન્દ્રો કિયા સાથે તેની ગણના ઇટાલીના ત્રણ પ્રમુખ અનુઆધુનિક ચિત્રકારોમાં થાય છે, જે ‘થ્રી સી’ નામે ઓળખાય છે. ખેડૂત પરિવારમાં જન્મેલ કુકીએ વતનની ધરતીમાંથી જ પ્રેરણા મેળવી ચિત્રો…

વધુ વાંચો >

કુડાલ્લુર અચ્યુતમ્

કુડાલ્લુર, અચ્યુતમ્ (જ. 1945, કુડ્ડાલુર, કેરાલા; અ. 18 જુલાઈ 2022, ચેન્નાઈ) : આધુનિક ભારતીય ચિત્રકાર. તેમનાં ચિત્રોનાં પ્રદર્શનો દેશવિદેશમાં અનેક સ્થળોએ યોજાયાં છે. પ્રણાલીગત હિંદુ ધાર્મિક અને રોજબરોજના જીવનનાં પ્રતીકોને શણગારાત્મક/સુશોભનાત્મક શૈલીએ એકમેક સાથે સંયોજિત કરીને આલેખવા માટે તેઓ જાણીતા છે. નાગ, સાથિયા, કોડિયાં, ત્રિશૂળ, ઓમ્, બીજચંદ્ર, હાથ અને પગની…

વધુ વાંચો >

કુનિસાડા ઉતાગાવા

કુનિસાડા, ઉતાગાવા (જ. 1786, ઇડો; અ. 12 જાન્યુઆરી 1865, ઇડો ) : જાપાનની પ્રસિદ્ધ કાષ્ઠછાપચિત્રકલા (woodcut printing) ઉકિયો-ઈ(Ukio-E)નો ચિત્રકાર. પ્રસિદ્ધ જાપાની ચિત્રકાર ઉતાગાવા ટોયોકુની હેઠળ શાગિર્દ બનીને તેણે તાલીમ મેળવી. કુનિસાડાએ વિવિધ વિષયો ચિત્રમાં આલેખ્યા છે; જેમાં મનોહર જાપાની નિસર્ગ, નયનરમ્ય જાપાની મહિલાઓ (ઘરગથ્થુ ગેઇશા યુવતીઓ અને વેશ્યાઓ), ભૂતાવળ, સુમો…

વધુ વાંચો >

કુન્હીરામન્ કાનાઈ

કુન્હીરામન્, કાનાઈ (જ. 25 જુલાઈ 1937, કેરળ, ભારત-) : આધુનિક ભારતીય ચિત્રકાર. પ્રાચીન અને મધ્યયુગીન ભારતીય કલાની યક્ષ અને યક્ષીની આકૃતિઓને આધુનિક અભિગમથી કંડારવા માટે તેઓ જાણીતા છે. તેમણે ચેન્નાઈ ખાતેની ગવર્નમેન્ટ કૉલેજમાં કલાનો અભ્યાસ કર્યો. બ્રિટનની કૉમનવેલ્થ સ્કૉલરશિપ ઉપલબ્ધ થતાં તેમણે લંડનની સ્લેડ સ્કૂલ ઑવ્ આર્ટમાં શિલ્પકલાનો વધુ અભ્યાસ…

વધુ વાંચો >

કુપ્કા ફ્રૅન્ટિસૅક

કુપ્કા, ફ્રૅન્ટિસૅક (જ. 23 સપ્ટેમ્બર 1871, ઓપો નો (opocono), બોહેમિયા (ચેક રિપબ્લિક); અ. 24 જૂન 1957, પુત્યા (Puteaux), ફ્રાંસ) : અમૂર્ત ચિત્રણાનો પ્રારંભ કરનાર પ્રણેતાઓમાંનો એક. અમૂર્ત ચિત્રણાનો પ્રસાર કરવામાં પણ તેનો ફાળો અગત્યનો છે. પ્રાગ (Prague) અને વિયેના ખાતેની કલાશાળાઓમાં અભ્યાસ કર્યા પછી કુપ્કાએ પૅરિસની ખ્યાતનામ કલાશાળા એકૉલે દ…

વધુ વાંચો >

કુમારસ્વામી આનંદકેંટિશ

કુમારસ્વામી, આનંદકેંટિશ (જ. 22 ઑગસ્ટ 1877, કોલંબો, શ્રીલંકા; અ. 8 સપ્ટેમ્બર 1947, મૅસેચૂસેટ્સ, અમેરિકા) : પૂર્વની કલાના વિશ્વવિખ્યાત સંશોધક અને વિદ્વાન ભાષ્યકાર. એમનું શિક્ષણ ઇંગ્લૅન્ડમાં થયેલું. શૈક્ષણિક કારકિર્દી અત્યંત તેજસ્વી. તે ભૂસ્તરવિજ્ઞાનમાં સ્નાતકની પદવી મેળવ્યા પછી 1903થી 1906 સુધી શ્રીલંકાની ખનિજવિજ્ઞાન સર્વેક્ષણ સંસ્થાના સંચાલક હતા. આ ત્રણ વર્ષો દરમિયાન તે…

વધુ વાંચો >

કુલકર્ણી કૃષ્ણ શ્યામરાવ

કુલકર્ણી, કૃષ્ણ શ્યામરાવ (જ. 7 એપ્રિલ, 1916 બેલગામ, કર્ણાટક; અ. 7 ઑક્ટોબર 1994) : આધુનિક ભારતીય ચિત્રકાર. તેઓ 1935માં મુંબઈની સર જે. જે. સ્કૂલ ઑવ્ આર્ટમાં કલાના વિદ્યાર્થી તરીકે જોડાયા અને 1940માં ચિત્રકલાનો ડિપ્લોમા મેળવ્યો. 1945માં તેમણે દિલ્હી ખાતેની દિલ્હી પૉલિટેકનિક કૉલેજમાં કલાના અધ્યાપક તરીકે કામ શરૂ કર્યું. એ જ…

વધુ વાંચો >