ચિત્રકલા
લાર્તિગ, ઝાક હેન્રી
લાર્તિગ, ઝાક હેન્રી (જ. 13 જૂન 1894, પૅરિસ નજીક કોર્બેવોઈ, ફ્રાન્સ; અ. 1986) : પોતાના બાળપણમાં કરેલી ફોટોગ્રાફી માટે વિશ્વવિખ્યાત થયેલા ફ્રેન્ચ ફોટોગ્રાફર અને ચિત્રકાર. પિતા ધનાઢ્ય બૅંકર હતા. લાર્તિગ સાત વરસના હતા ત્યારે પિતાએ જ તેમને પ્લેટ-કૅમેરા અપાવ્યો હતો. ટીણકુડો લાર્તિગ સ્ટૂલ પર ચઢીને એ અડચણરૂપ ભારેખમ મહાકાય તોતિંગ…
વધુ વાંચો >લાસ્ટમૅન, પીટર (Lastman, Pieter)
લાસ્ટમૅન, પીટર (Lastman, Pieter) (જ. 1583, ઍમ્સ્ટરડૅમ, નેધરલૅન્ડ્ઝ; અ. 1633, ઍમ્સ્ટરડૅમ, નેધરલૅન્ડ્ઝ) : ગ્રેકો-રોમન પુરાકથાઓ અને ખ્રિસ્તી ધર્મની કથાઓનું બરોક-શૈલીમાં ચિત્રણ કરનાર ડચ ચિત્રકાર. મહાન ચિત્રકાર રેમ્બ્રાંના ગુરુ હોવા બદલ એમને અપૂર્વ નામના મળેલી. મૅનરિસ્ટ શૈલીના ચિત્રકાર કોર્નેલિસ ફાન હાર્લેમ પાસેથી તેમણે ચિત્રકલાની તાલીમ મેળવી. એ ઉપરાંત હાર્લેમ નગરના બીજા…
વધુ વાંચો >લિખ્ટેન્સ્ટીન, રૉય
લિખ્ટેન્સ્ટીન, રૉય (જ. 27 ઑક્ટોબર 1923, ન્યૂયૉર્ક નગર, અમેરિકા) : આધુનિક અમેરિકન ચિત્રકાર અને પૉપ આર્ટ ચળવળના પ્રણેતાઓમાંના એક. તેમણે ઓહાયો સ્ટેટ યુનિવર્સિટીમાં અભ્યાસ પૂરો કરીને 1949માં માસ્ટર ઇન ફાઇન આર્ટ્સની ઉપાધિ પ્રાપ્ત કરી. ઓહાયો સ્ટેટ યુનિવર્સિટીમાં 1946થી 1951 સુધી. ન્યૂયૉર્ક સ્ટેટ યુનિવર્સિટીમાં 1957થી 1960 સુધી અને ન્યૂ જર્સીના ન્યૂ…
વધુ વાંચો >લિપી, ફિલિપિનો
લિપી, ફિલિપિનો (જ. આશરે 1457, ફ્લૉરેન્સ નજીક, ઇટાલી; અ. 18 એપ્રિલ 1504, ફ્લૉરેન્સ, ઇટાલી) : પ્રસિદ્ધ રેનેસાંસ ચિત્રકાર. પ્રસિદ્ધ રેનેસાંસ ચિત્રકાર ફ્રા ફિલિપ્પો લિપીનો અને લુક્રેઝિયા બુતીના તેઓ પુત્ર. આરંભિક તાલીમ પિતા-ચિત્રકાર ફિલિપ્પો પાસે લીધી. તેમનું મૃત્યુ થતાં 1469થી તેઓ પ્રસિદ્ધ ચિત્રકાર સાંદ્રો બોત્તિચેલીના વર્કશૉપમાં જોડાયા. 1469થી 1473 સુધી તેઓ…
વધુ વાંચો >લિપી, ફ્રા ફિલિપો
લિપી, ફ્રા ફિલિપો (જ. આશરે 1406, ફ્લૉરેન્સ, ઇટાલી; અ. 8/9/10 ઑક્ટોબર 1469, સ્પોલેતો, પેપલ સ્ટેટ્સ, ઇટાલી) : પ્રસિદ્ધ રેનેસાંસ ચિત્રકાર. બાળપણમાં જ માતાપિતાનું મૃત્યુ થતાં એક આન્ટીએ ઉછેરીને તેમને મોટા કર્યા. 1421માં પંદર વરસની ઉંમરે શપથ ગ્રહણ કરીને સાન્તા મારિયા દેલ કૅર્માઇનમાં તેઓ કૅર્મેલાઇટ સાધુ બન્યા. મઠના બ્રાન્કાચી દેવળમાં પ્રસિદ્ધ…
વધુ વાંચો >લિબરાલે દા, વેરોના (Liberale Da Verona)
લિબરાલે દા, વેરોના (Liberale Da Verona) (જ. આશરે 1445, વેરોના, ઇટાલી; અ. 1526થી 1529, વેરોના) : રેનેસાંસના પ્રારંભિક લઘુચિત્રકાર, પોથીચિત્રો તેમજ હસ્તલિખિત પુસ્તકોમાં પ્રસંગચિત્રો કરવામાં નિષ્ણાત. માદરે વતન વેરોનામાં લઘુચિત્રકાર (miniaturist) જિરોલામો દા ક્રેમોના પાસે લઘુચિત્રકલાની તાલીમ લીધી. ચિત્રકાર આન્દ્રેઆ માન્તેન્યાની અસર પણ લિબરાલેએ ઝીલી. સંગીતલિપિની પોથીઓ–કૉયરબુક્સમાં તેમણે 1467થી 1474…
વધુ વાંચો >લિમ્બૂર્ગ બ્રધર્સ (લિમ્બૂર્ગ પૉલ, લિમ્બૂર્ગ હર્મેન અને લિમ્બૂર્ગ જેહાનેકીન)
લિમ્બૂર્ગ બ્રધર્સ (લિમ્બૂર્ગ પૉલ, લિમ્બૂર્ગ હર્મેન અને લિમ્બૂર્ગ જેહાનેકીન) (જ. ત્રણેયનો 1385 પછી, નિમેજિન, બ્રેબેન્ટ, ફ્લૅન્ડર્સ; અ. ત્રણેય ભાઈઓનું 1416 સુધીમાં, ફ્રાંસ) : પ્રસિદ્ધ ગૉથિક પોથીચિત્રકારો. પ્રસિદ્ધ ગૉથિક શિલ્પી આર્નોલ્ડ ફાન લિમ્બૂર્ગના ત્રણ પુત્રો પૉલ, હર્મેન અને જેહાનેકીન ગૉથિક લઘુચિત્રકલાના શ્રેષ્ઠ ચિત્રકારો ગણાય છે. ત્રણેય ભાઈઓ દરેક લઘુચિત્રમાં સાથે જ…
વધુ વાંચો >લિયર, એડ્વર્ડ
લિયર, એડ્વર્ડ (જ. 12 મે 1812, હાઇગેટ, લંડન નજીક; અ. 29 જાન્યુઆરી 1888, સાન રેમો, ઇટાલી) : અંગ્રેજ કવિ અને ચિત્રકાર. પાંચ પાંચ પંક્તિઓવાળાં વિનોદી કાવ્યોના રચયિતા તરીકે સુપ્રસિદ્ધ આ કવિનાં કાવ્યો પ્રથમ નજરે અર્થહીન, વાહિયાત હોય તેમ લાગે છે. તેમની કવિતામાં અજબગજબનાં વિચિત્ર પ્રાણીઓની સૃષ્ટિ અર્થહીન શબ્દો દ્વારા રજૂઆત…
વધુ વાંચો >લિયોનાર્દો દ વિન્ચી
લિયોનાર્દો દ વિન્ચી (જ. 15 એપ્રિલ 1452, વિન્ચી, ટસ્કની, ઇટાલી; અ. 2 મે 1519, કલુ, ફ્રાન્સ) : વિશ્વપ્રસિદ્ધ રેનેસાં-ચિત્રકાર, યુગદ્રષ્ટા, વિચારક-ચિંતક, સૌન્દર્યજ્ઞ (aesthete), પ્રયોગશીલ ઇજનેર અને ઉડ્ડયનશાસ્ત્રી (aerodynamist). માત્ર બે જ કલાકાર એના સમકાલીન હરીફ હતા : માઇકલૅન્જેલો અને રફાયેલ. પોતાની બહુમુખી પ્રતિભાને કારણે લિયોનાર્દો ‘યુનિવર્સલ મૅન’ તરીકે સર્વસ્વીકૃતિ પામ્યો…
વધુ વાંચો >લિસિટ્ઝ્કી, એલ (Lissitzky, El)
લિસિટ્ઝ્કી, એલ (Lissitzky, El) (જ. 10 નવેમ્બર 1890, સ્મૉલૅન્સ્ક, રશિયા; અ. 1941, મૉસ્કો, રશિયા) : મૂળ નામ લેઝર માર્કોવિચ લિસિટ્ઝ્કી (Lazar Markovich Lissitzky). આધુનિક રશિયન ચિત્રકાર, ડિઝાઇનર અને ટાઇપોગ્રાફર (અવનવા ઘાટના અક્ષરો સર્જનાર). રશિયન અમૂર્ત ચિત્રકલાના પ્રસ્થાપકોમાંનો એક. ટાઇપોગ્રાફી, જાહેરાતકલા અને પ્રદર્શનકલા(exhibition design) ક્ષેત્રે તે રશિયામાં મુખ્ય ચીલો પાડનારો બન્યો.…
વધુ વાંચો >