ચિત્રકલા

પટ્ટચિત્ર

પટ્ટચિત્ર : કાપડ તથા કાગળ જેવી સામગ્રી પર ચિત્રો આલેખવાની 2,500 વર્ષ જૂની પરંપરા. કાપડ અને કાગળ પર આલેખિત ‘ચિત્રપટ્ટ’ કે ‘ઓળિયા’ને લોકસમૂહ સામે દર્શાવી-વર્ણવીને તેમાંથી આજીવિકા મેળવનારા પટ્ટપ્રદર્શકો ઘણા પ્રાચીન કાળથી જાણીતા છે. સાંપ્રત કાળમાં પણ સમગ્ર ભારતમાં એવા પટ્ટદર્શકોની પરંપરા જીવિત રહી છે. પ્રાચીન તેમજ મધ્યકાળે હાથે વણેલી…

વધુ વાંચો >

પદમસી, અકબર

પદમસી, અકબર (જ. 12 એપ્રિલ 1928, મુંબઈ; અ. 6 જાન્યુઆરી 2020, કોઈમ્બતુર) : ભારતીય ચિત્રકાર. મુંબઈની સર જે. જે. સ્કૂલ ઑવ્ આર્ટમાં અભ્યાસ કરી તે પૅરિસ ગયા. ત્યાં તેમણે ચિત્રો અને પ્રદર્શનો કર્યાં. તે મુંબઈમાં રહેતા હતા અને જૂહુ પર તેમનો સ્ટુડિયો હતો. તેમનાં પ્રારંભિક ચિત્રોમાંની માનવ-આકૃતિઓ ભારતના શાસ્ત્રીય શિલ્પવિધાન…

વધુ વાંચો >

પદાર્થચિત્ર

પદાર્થચિત્ર : નાની નાની અને નજીવી જણાતી ચીજવસ્તુઓને એકલી કે સમૂહમાં આલેખવાનો એક ખાસ પશ્ચિમી ચિત્રપ્રકાર. પ્રાચીન વિશ્વમાં ગ્રીક અને રોમન કલાઓમાં પદાર્થચિત્રો મળી આવે છે અને તે ક્યારેક મોટાં મોઝેક સ્વરૂપે હોય છે. તે પછી મધ્યયુગની બાઇઝૅન્ટાઇન, રોમનેસ્ક, પ્રારંભિક ખ્રિસ્તી અને ગૉથિક શૈલીની કલાઓમાં પદાર્થચિત્ર લોપ પામ્યું. સોળમી સદીમાં…

વધુ વાંચો >

પરીખ, ઊર્મિ રસિકલાલ

પરીખ, ઊર્મિ રસિકલાલ (જ. 29 માર્ચ 1948, અમદાવાદ, ગુજરાત, અ. 8 એપ્રિલ 2007, અમદાવાદ, ગુજરાત) : ગુજરાતનાં મહિલા ચિત્રકાર. ગુજરાતના અગ્રગણ્ય ચિત્રકાર રસિકલાલ પરીખનાં એ પુત્રી. બાળપણથી જ કલાશિક્ષક પિતા પાસેથી ચિત્રની તાલીમ લેવી શરૂ કરી. મૅટ્રિક પછી અમદાવાદની શેઠ સી. એન. ફાઇન આર્ટ્સ કૉલેજમાં ચિત્રકળાના ડિપ્લોમા માટે અભ્યાસ કર્યો.…

વધુ વાંચો >

પરીખ, જયંતભાઈ જેઠાલાલ

પરીખ, જયંતભાઈ જેઠાલાલ (જ. 2 એપ્રિલ 1940, બાંધણી, જિલ્લો ખેડા) : અતિઆધુનિક ચિત્રકળાના પ્રયોગશીલ અને લોકપ્રિય કળાકાર. વડોદરાસ્થિત ભારતીય આધુનિક – અતિઆધુનિક સમકાલીન કલાકાર – પેઇન્ટર, પ્રિન્ટમેકર અને મ્યુરાલિસ્ટ એવા જયંત પરીખનું પ્રાથમિક શિક્ષણ વતન બાંધણી ગામે થયું હતું. દાદા અમૃતલાલ અને પિતા જેઠાલાલના સાહિત્યપ્રેમ તથા હસ્તકલાપ્રેમને કારણે ઘરમાં તેમને…

વધુ વાંચો >

પરીખ, નટુભાઈ જેઠાલાલ

પરીખ, નટુભાઈ જેઠાલાલ (જ. 14 જાન્યુઆરી 1931, બાંધણી, જિલ્લો ખેડા; અ. 16 માર્ચ, 2024 અમદાવાદ) : આધુનિક કળાના લોકપ્રિય કલાકાર અને કળાગુરુ. દેશભરમાં ‘જળરંગોના જાદુગર’ તરીકે જાણીતા ગુજરાતના લાડીલા, અગ્રગણ્ય અને પીઢ-વરિષ્ઠ કલાકાર નટુભાઈ પરીખનું પ્રાથમિક શિક્ષણ વતન બાંધણી ગામે થયું હતું. દાદા અમૃતલાલ અને પિતા જેઠાલાલના સાહિત્યપ્રેમ તથા હસ્તકલાપ્રેમને…

વધુ વાંચો >

પરીખ, રસિકલાલ નરસિંહદાસ

પરીખ, રસિકલાલ નરસિંહદાસ (જ. 16 મે 1910, વાલિયા, રાજપીપળા; અ. 23 જૂન 1982, અમદાવાદ) : ગુજરાતના એક અગ્રણી ચિત્રકાર અને ચિત્રશિક્ષક. બાળપણથી જ તેમને રમકડાં, શિલ્પ અને ચિત્રો બનાવવાની લગની હોવાથી 1929માં અમદાવાદમાં કલાગુરુ રવિશંકર રાવળ પાસે ચિત્રનો અભ્યાસ શરૂ કર્યો. પછી 1931માં તેઓ દેવીપ્રસાદ રાયચૌધરી પાસે કલાશિક્ષણ લેવા ચેન્નાઈ…

વધુ વાંચો >

પસ્રીચા રામનાથ

પસ્રીચા, રામનાથ (Pasricha, RamNath) (જ. 17 નવેમ્બર 1926, અમૃતસર; અ. 11 જાન્યુઆરી 2002) : કલ્પનાશીલ તરંગી (ફેન્ટાસ્ટિક) આધુનિક ભારતીય ચિત્રકાર. દિલ્હી ખાતે તેમણે શાલેય અભ્યાસ કર્યો અને વિજ્ઞાન વિષયમાં સ્નાતક પણ થયા. અને તેમણે સરકારી નોકરી લીધી. એ દરમિયાન તેમણે કોઈ તાલીમ વિના જ ચિત્રો આલેખવાનું શરૂ કર્યું અને સ્વશિક્ષિત…

વધુ વાંચો >

પંડ્યા જ્યોતિ હીરાલાલ

પંડ્યા, જ્યોતિ હીરાલાલ (જ. 1928, ગ્વાલિયર; અ. 20 ફેબ્રુઆરી 1998, વડોદરા) : ગુજરાતનાં સ્ત્રી-ચિત્રકાર. ભાઈ વિનાયક પંડ્યા પણ ચિત્રકાર તથા બીજા ભાઈ અનંત પંડ્યા મુદ્રિત ‘કુમાર’ની પહેલાં હસ્તલિખિત ‘કુમાર’ શરૂ કરનારા જે બે મિત્રો તેમાંના એક. બાળપણમાં ઘરમાં ચિત્ર, સંગીત, નૃત્ય, નાટકનું સંસ્કારલક્ષી વાતાવરણ. કિશોર-વયમાં રવિશંકર રાવળ અને સોમાલાલ શાહના…

વધુ વાંચો >

પંડ્યા રમેશ મંગુલાલ

પંડ્યા, રમેશ મંગુલાલ (જ. 1930, સૂરત; અ. 23 મે 2019, વડોદરા) : ગુજરાતના ચિત્રકાર. બાળપણ સૂરત અને ચાંદોદમાં વીત્યું. હાઈસ્કૂલ દરમિયાન પોતે કરેલાં ચિત્રો કલાગુરુ રવિશંકર રાવળને બતાવતાં તેમની પ્રેરણાથી વડોદરામાં તે વખતે તાજેતરમાં જ સ્થપાયેલી ફૅકલ્ટી ઑવ્ ફાઇન આર્ટ્સમાં 1951માં જોડાયા. અહીં માર્કંડ ભટ્ટ, એન. એસ. બેન્દ્રે અને કે.…

વધુ વાંચો >