ચલચિત્ર

ફેમસ સિને લૅબોરેટરી

ફેમસ સિને લૅબોરેટરી : ચલચિત્રક્ષેત્રની નોંધપાત્ર લૅબોરેટરી. મૂળ તો આ સંસ્થા લૅબોરેટરીની સાથોસાથ ફિલ્મ સ્ટુડિયો હતી. વર્ષો સુધી ફિલ્મ-ઉદ્યોગમાં ફેમસ સ્ટુડિયોનો ડંકો વાગતો હતો; પણ 1980ના દસકા બાદ સ્ટુડિયોનું કામ ઓછું થતું ગયું અને લૅબોરેટરીનું કાર્ય યથાવત્ ચાલતું રહ્યું. જાણીતા ચિત્રસર્જક શીરાઝઅલી હકીમે 1942માં ફેમસ સિને લૅબ ઍન્ડ સ્ટુડિયો બનાવવાની…

વધુ વાંચો >

ફૅરબૅન્ક્સ, ડગ્લાસ

ફૅરબૅન્ક્સ, ડગ્લાસ (જ. 23 મે 1883, ડેનવર, કોલોરાડો; અ. 1939) : અમેરિકન મૂક ચલચિત્રોના અભિનેતા. પિતા ખ્યાતનામ યહૂદી વકીલ, માતા નર્તકી. મૂળ નામ : ડગ્લાસ એલ્ટન ઉલ્માન. પાંચ વર્ષનો હતો ત્યારે માતા-પિતા છૂટાં પડ્યાં. માતાએ ઉછેર કર્યો અને માતાએ પોતાના પ્રથમ પતિની અટક ફૅરબૅન્ક્સ અપનાવતાં તેમના નામ સાથે ફૅરબૅન્ક્સ અટક…

વધુ વાંચો >

ફૉન્ડા, જેઇન

ફૉન્ડા, જેઇન (જ. 21 ડિસેમ્બર 1937, ન્યૂયૉર્ક) : હૉલિવુડની અભિનેત્રી અને સામાજિક કાર્યકર. તેણે શ્રેષ્ઠ અભિનેત્રીનો ઑસ્કર એવૉર્ડ બે વાર જીત્યો હતો. પિતા : ખ્યાતનામ અભિનેતા હૅન્રી ફૉન્ડા. નાનો ભાઈ પીટર ફૉન્ડા પણ અભિનેતા બન્યો. દસ વર્ષની હતી ત્યારે માતાએ આપઘાત કરતાં તેના પર તેની ઘેરી અસર પડી હતી અને…

વધુ વાંચો >

ફૉન્ડા, હેન્રી

ફૉન્ડા, હેન્રી (જ. 16 મે 1905, ગ્રાન્ડ આઇલૅન્ડ; અ. 1982) : રંગમંચ અને ચલચિત્રોના ઑસ્કર ઍવૉર્ડ વિજેતા અભિનેતા. પિતાએ ઓમાહામાં છાપખાનું શરૂ કર્યું હોઈ હેન્રીને પત્રકાર બનવું હતું. મિનેસોટા યુનિવર્સિટીમાં પત્રકારત્વનો મુખ્ય વિષય રાખીને તેમણે અભ્યાસ શરૂ કર્યો હતો, પણ બે જ વર્ષમાં અભ્યાસ પડતો મૂકીને એક ઑફિસમાં નાનકડી નોકરી…

વધુ વાંચો >

ફૉરમૅન, મિલોસ

ફૉરમૅન, મિલોસ (જ. 18 ફેબ્રુઆરી 1932, કાસ્લાવ, ચેકગણતંત્ર; અ. 13 એપ્રિલ 2018 ડેનબરી, કનેકટીકટ, યુ. એસ.) : હૉલિવુડના ખ્યાતિપ્રાપ્ત ચલચિત્ર દિગ્દર્શક અને અભિનેતા. યહૂદી પિતા અને પ્રોટેસ્ટન્ટ માતાનું સંતાન. બીજા વિશ્વયુદ્ધ (1939–45) દરમિયાન નાઝી યાતના શિબિરમાં માતાપિતાનું છત્ર ગુમાવી દેતાં સગાંઓએ તેમનો ઉછેર કર્યો. પ્રાગની ખ્યાતનામ સંગીત અને નાટ્યકળાની અકાદમીમાંથી…

વધુ વાંચો >

ફૉર્ડ, જૉન

ફૉર્ડ, જૉન (જ. 1 ફેબ્રુઆરી 1895, કૅપ, એલિઝાબેથ; અ. 31 ઑગસ્ટ 1973) : શ્રેષ્ઠ દિગ્દર્શનનો ઑસ્કર ઍવૉર્ડ ચાર વાર જીતનાર હૉલિવુડના દિગ્દર્શક. એકધારાં 50 વર્ષ સુધી ચલચિત્રજગતમાં સક્રિય રહીને અસંખ્ય મૂક ચિત્રો અને બોલપટોનું દિગ્દર્શન કર્યું, જેમાંનાં ઘણાં ચિત્રો ‘ક્લાસિક’નો દરજ્જો પામ્યાં. હિજરત કરીને સ્થાયી થયેલાં આઇરિશ માબાપના આ તેરમા…

વધુ વાંચો >

ફ્લીન, એરોલ

ફ્લીન, એરોલ (જ. 20 જૂન 1909, હોબાર્ટ, ટાસ્માનિયા; અ. 14 ઑક્ટોબર 1959, વાનકુવર, કૅનેડા) : 1940ના દાયકામાં હૉલિવુડનાં સાહસપ્રધાન ચલચિત્રોનો લોકપ્રિય અભિનેતા. પિતા સમુદ્રજીવશાસ્ત્રી અને પ્રાણીશાસ્ત્રી હતા. 1935માં હૉલિવુડના અભિનેતા બન્યા પહેલાં 15 વર્ષની ઉંમરથી નાનીમોટી નોકરીઓ અને સોનું શોધવા જેવાં સાહસપૂર્ણ કામ કર્યાં. અખબારમાં કટારલેખન કર્યું. 1933માં ઑસ્ટ્રેલિયામાં ‘ઇન…

વધુ વાંચો >

ફ્લેહર્ટી, રૉબર્ટ જે.

ફ્લેહર્ટી, રૉબર્ટ જે. (જ. 16 ફેબ્રુઆરી 1886, આયર્ન માઉન્ટેન, મિશિગન; અ. 1951, મિશિગન) : દસ્તાવેજી ચલચિત્રોના પિતામહ ગણાતા રૉબર્ટ ફ્લેહર્ટીના પિતા લોખંડની ખાણમાં કામ કરતા હતા. તેમણે સોનું શોધવાની પ્રવૃત્તિમાં ઝંપલાવતાં દૂરસુદૂરના પ્રદેશોમાં રૉબર્ટનું બાળપણ વીત્યું હતું. તેને કારણે જ વિષમ કુદરતી સંજોગોમાં જીવતી પ્રજાના જીવનને જાણવા-સમજવામાં તેમનો રસ વધતો…

વધુ વાંચો >

બચ્ચન, અમિતાભ

બચ્ચન, અમિતાભ (જ. 11 ઑક્ટોબર 1942, અલાહાબાદ) : હિંદી સિનેમાનો લોકપ્રિય અભિનેતા. પિતાનું નામ હરિવંશરાય બચ્ચન. માતાનું નામ તેજીજી. અમિતાભની કારકિર્દીની શરૂઆત રંગમંચથી થઈ. કોલકાતાની એક ખાનગી કંપનીમાં તે જોડાયો હતો. ખ્વાજા અહમદ અબ્બાસે ‘સાત હિન્દુસ્તાની’ ફિલ્મમાં અમિતાભને નાની ભૂમિકા આપી. અમિતાભની નાયક તરીકેની શરૂઆતની ફિલ્મો નિષ્ફળ સાબિત થયેલી. ‘પરવાના’…

વધુ વાંચો >

બચ્ચન, જયા

બચ્ચન, જયા (જ. 9 એપ્રિલ 1948) : હિન્દી ચલચિત્રોની ભભકભૂરકીથી બચતી રહેલી અભિનેત્રી. શબાના આઝમી અને સ્મિતા પાટિલ જેવી બહુ થોડી અભિનેત્રીઓ જયાની જેમ ભભકભૂરકી કે નખરાંનો આશરો લીધા વિના સાહજિક અભિનયથી પ્રેક્ષકોને જીતી શકી છે. તે બંગાળી પત્રકારની પુત્રી હતી. સત્યજિત રાયના ‘મહાનગર’માં 1963માં પંદર વર્ષની વયે જયાએ નાનકડી…

વધુ વાંચો >