ગોવર્ધન પંચાલ

અભિનય

અભિનય  નાટ્યાર્થનો આંગિક, વાચિક આદિ ક્રિયાઓ દ્વારા ભાવને સાક્ષાત્કાર કરાવતો નટનો કલાકસબ. નાટ્યકારે રચેલા પાત્રને નટ પોતાની વાણી, અંગોનાં હલનચલન, મન અને ભાવજગત વડે મૂર્તિમંત કરી નાટકના અર્થને પ્રેક્ષકોમાં સંક્રાંત કરે છે. આ સમગ્ર વ્યાપાર તે અભિનય. નટની કળા અન્ય કળાઓ કરતાં વિશિષ્ટ કળા છે, કેમ કે તેમાં સર્જક અને…

વધુ વાંચો >

અલ્ કાઝી ઇબ્રાહીમ

અલ્ કાઝી, ઇબ્રાહીમ (જ. 18 ઑક્ટોબર 1925, પુણે, મહારાષ્ટ્ર; અ. 4 ઑગસ્ટ 2020, નવી દિલ્હી) : ભારતીય નાટ્યજગતની વિશિષ્ટ પ્રતિભાશાળી વ્યક્તિ. પિતા મૂળ અરબ અને માત્ર અરબી જાણે. માતા ઉર્દૂ, હિન્દી, મરાઠી અને ગુજરાતી પર પણ સારો કાબૂ ધરાવતાં. મુંબઈની સેન્ટ ઝેવિયર્સ કૉલેજમાં ભણીને નાટ્યકળાના અભ્યાસ અર્થે તેઓ લંડન ગયા.…

વધુ વાંચો >

અસાઇત (ચૌદમી શતાબ્દી)

અસાઇત (ચૌદમી શતાબ્દી) : ગુજરાતના લોકનાટ્ય ભવાઈના સ્થાપક મધ્યકાલીન કવિ. ગુજરાત વિદ્યાસભાના હસ્તપ્રતસંગ્રહમાં એમણે રચેલી ‘હંસાઉલી’ પદ્યવાર્તાની હસ્તપ્રત છે. તેમાંથી એટલું ફલિત થાય છે, કે અસાઇત 1361માં હયાત હતા. એમનો સમય ઈ. સ. 132૦થી 139૦નો માનવામાં આવે છે. એ સમયે ભારત પર તુઘલુક વંશનું શાસન હતું. અસાઇતના જીવન વિશે આમ…

વધુ વાંચો >

આપ્પિયા, ઍડૉલ્ફ

આપ્પિયા, ઍડૉલ્ફ (જ. 1 સપ્ટેમ્બર 1862, જિનીવા : અ. 29 ફેબ્રુઆરી 1928, ન્યલોન (સ્વિટ્ઝર્લૅન્ડ) : સર્જનાત્મક રંગસજાવટનો પ્રવર્તક નાટ્યકલાવિદ. લાઇપ્ઝિગ, ડ્રેસ્ડન અને વિયેનામાં સંગીતનો અભ્યાસ કર્યો. વાગ્નેરનાં સંગીત-નાટકોથી તે ખૂબ પ્રભાવિત થયેલો. છેક 1775થી તખ્તા પરની પગદીવા(foot-lights)ની પ્રકાશયોજનાનો વિરોધ યુરોપમાં વિવિધ સ્થળે થતો રહેલો. રંગભૂમિનો પ્રકાશ તો છાયા અને પ્રકાશના…

વધુ વાંચો >

ઓડિસ્સી

ઓડિસ્સી : ઓરિસાની અતિપ્રાચીન અને પ્રચલિત નૃત્યશૈલી. બૌદ્ધ યુગના ઈ. પૂ.ની બીજી શતાબ્દીના ભરહુત અને સાંચીના સ્તૂપોનાં તોરણો પર તંતુવાદ્ય તથા મૃદંગ વગાડતી અને ગીત ગાતી ગાયિકાઓના તાલે નર્તન (નૃત્ય તથા નૃત્ત) કરતી નર્તિકાઓનાં ભાસ્કર્ય (bas-relief) જોવા મળે છે. આ દર્શાવે છે કે ભારતના ઉત્તર અને પૂર્વ વિભાગોમાં કોઈક નર્તનશૈલી…

વધુ વાંચો >

કર્નાડ ગિરીશ રઘુનાથ

કર્નાડ, ગિરીશ રઘુનાથ (જ. 19 મે 1938, માથેરાન, મહારાષ્ટ્ર, અ. 10 જૂન 2019, બેંગાલુરુ, કર્ણાટક) : કન્નડભાષી નાટ્યલેખક તથા ફિલ્મ અભિનેતા અને દિગ્દર્શક. જન્મ મહારાષ્ટ્રમાં પણ ઉછેર કર્ણાટકમાં અને માતૃભાષા પણ કન્નડ. ધારવાડની કર્ણાટક કૉલેજમાંથી 1958માં ગણિત અને આંકડાશાસ્ત્રના વિષય સાથે બી.એ. થયા. રોડ્સ શિષ્યવૃત્તિ મળતાં ઑક્સફર્ડ યુનિવર્સિટીમાં ઉચ્ચ અભ્યાસ…

વધુ વાંચો >

કારંથ, બી. વી.

કારંથ, બી. વી. (જ. 19 સપ્ટેમ્બર 1929, ઉડિપી, કર્ણાટક) : સુપ્રસિદ્ધ ભારતીય નટ, દિગ્દર્શક અને સંગીતજ્ઞ. નાનપણથી જ નાટકની લગની લાગી હતી એટલે સાવ નાની વયે ઘેરથી ભાગી જઈને બૅંગલોરની ગુબ્બી વિરન્ના નાટક કંપની નામની વિખ્યાત નાટકમંડળીમાં જોડાઈ ગયા. નાટ્યનિર્માણ અને ભજવણીના સઘન સંસ્કાર તેમને અહીં સાંપડ્યા. પણ નાટ્યપ્રવૃત્તિનું આ…

વધુ વાંચો >

કૃષ્ણાટ્ટમ્

કૃષ્ણાટ્ટમ્ :  સંસ્કૃત નાટકો પરથી ઊતરી આવેલી નાટ્યશૈલીનો કુટિયાટ્ટમ્ નાટ્યપ્રકાર. કેરળ પ્રદેશ પ્રાચીન અને મધ્યયુગીન મંચનપ્રધાન કલાઓ(performing arts)નો ભંડાર છે. ત્યાં આદિવાસીઓનાં માનસમાં વસતાં ભૂતપ્રેત એમના જીવન પર પણ છવાઈ ગયાં છે. તૈય્યમ આવી એક વિધિવિધાનાત્મક (ritualistic) કલા છે, જેના અનેક પ્રકારો છે. ભદ્રકાળી અને દારિકાવધમ્ નાટ્યપ્રકાર પણ ગ્રામનિવાસીઓમાં પ્રચલિત…

વધુ વાંચો >

કોઠારી – સુનીલ

કોઠારી, સુનીલ (જ. 20 ડિસેમ્બર 1933, મુંબઈ) : ભારતીય શાસ્ત્રીય નૃત્યક્ષેત્રના મર્મજ્ઞ, ઇતિહાસકાર, લેખક તથા વિવેચક. બાળપણથી જ નૃત્યકલા પ્રત્યે આકર્ષણ જાગ્યું. જેમાં સિતારાદેવી ગોપીકૃષ્ણ જેવા નૃત્યકારોની કલાથી વિશેષ પ્રભાવિત થયા. અભ્યાસનો આરંભ કર્યો વાણિજ્ય વિદ્યાશાખાથી. 1956માં મુંબઈ યુનિવર્સિટીમાંથી બી.કૉમ. થયા પછી અનુસ્નાતક કક્ષાએ સાહિત્ય તથા સંસ્કૃતના વિષયો રાખી 1963માં…

વધુ વાંચો >

ક્રૅગ, એડવર્ડ ગૉર્ડન

ક્રૅગ, એડવર્ડ ગૉર્ડન (જ. 16 જાન્યુઆરી 1872, સ્ટીવનેજ, હર્ટફોર્ડશાયર, ઇંગ્લૅન્ડ; અ. જુલાઈ 1966, વેનિસ, ફ્રાંસ) : બ્રિટનના વિખ્યાત રંગભૂમિ-દિગ્દર્શક, સ્ટેજ-ડિઝાઇનર અને નાટ્યશાસ્ત્રના તત્વજ્ઞ. પ્રારંભિક તાલીમ મેળવી હૅન્રી ઇર્વિગ પાસેથી. 1897માં લાઇસિયમ થિયેટર છોડ્યું તે પહેલાં અગ્રણી યુવાન અભિનેતા તરીકેની તેમની પ્રતિષ્ઠા બંધાઈ ચૂકી હતી. હ્યૂબર્ટ વૉન હરકૉમર તથા પ્રતીકવાદીઓની શૈલીના…

વધુ વાંચો >