ગુલામહુસેન પીરભાઈ મલમપટ્ટાવાળા

અધિક નફાવેરો

અધિક નફાવેરો (excess profit-tax) : યુદ્ધ કે રાષ્ટ્રીય કટોકટી દરમિયાન ભાવવૃદ્ધિને લીધે પેઢીઓને પ્રાપ્ત થતા અધિક નફા પર ખૂબ ઊંચા દરે લાગુ પાડવામાં આવતો વેરો. યુદ્ધ અગાઉના પ્રમાણભૂત સમયગાળામાં સાધારણ નફો અને યુદ્ધકાલીન પરિસ્થિતિમાં મળતો નફો એ બંનેનો તફાવત અધિક નફો ગણાય છે. અધિક નફાવેરાની તરફેણમાં મુખ્ય દલીલો ત્રણ છે…

વધુ વાંચો >

અનામત કિંમત

અનામત કિંમત (reservation price) : કિંમતની એવી લઘુતમ સપાટી, જે સપાટીએ વિક્રેતા માલ વેચવાને બદલે માલ અનામત રાખે છે. અનામત કિંમતનાં નિર્ણાયક પરિબળો મુખ્યત્વે પાંચ છે : ભાવિ કિંમતની ધારણા, રોકડ નાણાની માગની તીવ્રતા, સંગ્રહખર્ચ, વસ્તુનું ટકાઉપણું અને તેનું ભાવિ ઉત્પાદન-ખર્ચ. ભવિષ્યમાં કિંમત ઘટશે એવી ધારણા હોય, વિક્રેતાને રોકડ નાણાની…

વધુ વાંચો >

અનામત ચલણ

અનામત ચલણ (Reserved Currency) : વિશ્વમાં સાર્વત્રિક સ્વીકૃતિનો ગુણ ધરાવતું વિદેશી ચલણ. દરેક દેશ તેને પોતાની વિદેશી હૂંડિયામણની અનામતોમાં મૂકવા તત્પર હોય છે. વિદેશી દેવાની પતાવટ કરવા તેમજ અતિરિક્ત આયાતોનું મૂલ્ય ચૂકવવા તેનો ઉપયોગ કરવામાં આવે છે. અનામત ચલણમાં ચાર લક્ષણો જરૂરી છે : (1) મૂલ્યસ્થિરતા – તેનું મૂલ્ય સ્થિર…

વધુ વાંચો >

અનુદાન

અનુદાન (grant-in-aid) : રાજ્ય સરકારો તેમજ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓને કેન્દ્ર સરકારની નાણાકીય સહાય. અમેરિકા, કૅનેડા, ઑસ્ટ્રેલિયા, સ્વિટ્ઝર્લૅન્ડ અને ભારત વગેરે સમવાયતંત્રી રાજ્યવ્યવસ્થા ધરાવતા દેશોમાં સરકારના નીચલી કક્ષાના એકમોને નાણાકીય મદદના સાધન તરીકે અનુદાન ખૂબ પ્રચલિત છે. સામાન્ય રીતે રાજ્ય સરકારો કે પ્રાદેશિક સરકારોની નાણાકીય જરૂરિયાતોની સરખામણીમાં તેમને ઉપલબ્ધ નાણાકીય સાધનોનું…

વધુ વાંચો >

આયોજન-આર્થિક

આયોજન, આર્થિક સમયના નિશ્ચિત ગાળામાં પૂર્વનિર્ધારિત હેતુઓ તથા ઉત્પાદનના લક્ષ્યાંકો સિદ્ધ કરવા માટે તથા તે દિશામાં સમાજમાં ઉપલબ્ધ સાધનોના ઇષ્ટતમ ઉપયોગ માટે રાજ્ય જેવી જાહેર સંસ્થા દ્વારા અર્થતંત્રને લગતા મહત્વના નિર્ણયો રૂપે થતું આયોજન. આર્થિક આયોજન એ મહત્વના આર્થિક નિર્ણયો લેવાની તથા તેને કાર્યાન્વિત કરવાની એક વિશિષ્ટ પદ્ધતિ છે. મુક્ત…

વધુ વાંચો >

આર્થિક સત્તાનું કેન્દ્રીકરણ

આર્થિક સત્તાનું કેન્દ્રીકરણ : સંકુચિત અર્થ પ્રમાણે કોઈ એક ઉદ્યોગમાં ઉત્પાદન અને રોજગારી જેવી બાબતોમાં જૂજ પેઢીઓનો હિસ્સો મોટો હોય તેવી સ્થિતિ. દા.ત., કોઈ ઉદ્યોગમાં થતા ઉત્પાદનમાં જો ટોચની ચાર પેઢીઓનો હિસ્સો 50 ટકા કે તેનાથી વધારે હોય તો એ ઉદ્યોગમાં કેન્દ્રીકરણ પ્રવર્તે છે એમ કહી શકાય. આવા કેન્દ્રીકરણને રોજગારીની રીતે…

વધુ વાંચો >

ઉદ્યોગો

ઉદ્યોગો જેમાં રોજગારી સર્જાતી હોય એવી ઉત્પાદન-પ્રવૃત્તિ. આ તેનો વ્યાપક અર્થ છે. મર્યાદિત અર્થમાં ખેતી અને સેવાઓનાં (વીમો, વેપાર, શિક્ષણ વગેરે) ક્ષેત્રોને બાદ કર્યાં પછીની ઉત્પાદન-પ્રવૃત્તિ. આ મર્યાદિત અર્થમાં જે ઉત્પાદન-પ્રવૃત્તિઓનો સમાવેશ ઉદ્યોગોમાં કરવામાં આવે છે તેમાં ચાર ક્ષેત્રોનો સમાવેશ થાય છે : (1) યંત્રોત્પાદન (યંત્રો દ્વારા થતું ઉત્પાદન –…

વધુ વાંચો >

ઔદ્યોગિક નાણાનિગમ (ભારતીય) (IFCI)

ઔદ્યોગિક નાણાનિગમ (ભારતીય) (IFCI) : ભારતમાં ખાનગી ક્ષેત્રની કંપનીઓ તથા સહકારી મંડળીઓની નાણાકીય જરૂરિયાતો પૂરી પાડવાના હેતુથી ઊભી કરવામાં આવેલી વિશિષ્ટ સંસ્થા. સ્વાતંત્ર્યપ્રાપ્તિ પછી ભારતમાં ઔદ્યોગિક વિકાસને વેગ આપવાના હેતુથી પ્રેરાઈને જુલાઈ, 1948માં સ્થાપવામાં આવેલું આ નિગમ દેશની સૌપ્રથમ અસ્તિત્વમાં આવેલી સરકારપ્રેરિત નાણાસંસ્થા છે. તેની અધિકૃત મૂડી રૂ. 10 કરોડ…

વધુ વાંચો >

ઔદ્યોગિક શાખ અને મૂડીરોકાણ નિગમ (ભારતીય) (ICICI)

ઔદ્યોગિક શાખ અને મૂડીરોકાણ નિગમ (ભારતીય) (ICICI) : ભારતમાં ખાનગી ઔદ્યોગિક એકમોના વિકાસની પ્રક્રિયામાં મદદરૂપ થવા માટે ઊભી કરવામાં આવેલી વિશિષ્ટ નાણાસંસ્થા. જાન્યુઆરી 1955માં સ્થાપવામાં આવેલું આ નિગમ સંપૂર્ણપણે ખાનગી માલિકીનું સાહસ છે. તેની અધિકૃત મૂડી રૂ. 25 કરોડ અને ભરપાઈ થયેલી મૂડી રૂ. 15 કરોડ છે. નવા ઔદ્યોગિક એકમોના…

વધુ વાંચો >