ગીતા મહેતા

ઇંગળે કેશવબુવા

ઇંગળે કેશવબુવા (જ. 7 એપ્રિલ 1909, ફલટણ) : ઉત્તર હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતના જાણીતા ગાયક. તેઓ ઇચલકરંજી સંસ્થાનના દરબારી ગાયક હતા. તેમણે 1926થી 1931 સુધી સંગીતની કઠિન સાધના કરી હતી. સંગીત વિષય ઉપર અનેક લેખ પણ લખ્યા છે. પ્રથમ લેખ 1933માં ‘ભારતીય સંગીત’ માસિકમાં છપાયેલો હતો. ઉપરાંત ‘સ્વ. બાલકૃષ્ણબુવા ઇચલકરંજીકરની જીવની’…

વધુ વાંચો >

ઋતાદેવી

ઋતાદેવી : ભરતનાટ્યમ્, કથકલી, કુચિપુડી, મોહિનીઅટ્ટમ્, ઉડીસી અને મણિપુરી – એ પરંપરાગત નૃત્યશૈલીઓનું અધ્યયન કરનાર ભારતની પ્રથમ નૃત્યાંગના. આસામના પ્રાચીન સત્રિયા નૃત્યને ઋતાદેવી પહેલાં કોઈએ તે પ્રદેશ બહાર રજૂ કર્યું નહોતું. એમના કાર્યક્રમમાં નવીનતા હોય છે. નૃત્ય સાથે પ્રવચન પણ કરે છે. માહરી નૃત્યની રજૂઆતમાં એમની આગલી વિશેષતા જોવા મળે…

વધુ વાંચો >

એ. કાનન

એ. કાનન (1921-) : પ્રસિદ્ધ ભારતીય સંગીતકાર. જન્મ ચેન્નઈ(મદ્રાસ)ના એક ધાર્મિક પરિવારમાં. બાળપણથી જ તેમણે શ્રી લાનૂ બાબુરામ પાસેથી શાસ્ત્રીય સંગીતનું શિક્ષણ મેળવ્યું હતું. 1943માં કૉલકાતા ગયા. ત્યાં પ્રસિદ્ધ ગાયક ગિરજાશંકર ચક્રવર્તીએ તેમને સંગીતનો આગળ અભ્યાસ કરાવ્યો. ત્યારબાદ અમીરખાં પાસેથી શિક્ષણ મેળવ્યું. તેમણે ગાયેલી અનેક રાગ-રાગિણીઓની તથા ઠુમરીઓની રેકોર્ડ વિભિન્ન…

વધુ વાંચો >

કદર પિયા

કદર પિયા (ઓગણીસમી સદીનો ઉત્તરાર્ધ) : ભારતના ઉત્તમ કોટિના ગાયક. તેમણે અનેક ઠૂમરી ગીતોની રચના કરી હતી. તેમાં ઘણાંખરાં ગીત શૃંગારરસનાં હતાં. આ લખનૌનિવાસી ગાયકની કેટલીક નાટ્યશાળાઓ હતી અને તેમના આશ્રયે કેટલાક ગાયકો પણ રહેતા હતા. ઓગણીસમી સદીના અંતમાં તે મૃત્યુ પામ્યા હતા. ગીતા મહેતા

વધુ વાંચો >