ગિરીશભાઈ પંડ્યા

બેનિયૉફ વિભાગ

બેનિયૉફ વિભાગ (benioff zone) : પૃથ્વીના પોપડામાં છીછરી ઊંડાઈથી માંડીને ભૂમધ્યાવરણમાંની 700 કિમી. સુધી 45°નો નમનકોણ ધરાવતી, વિતરણ પામેલાં ભૂકંપકેન્દ્રોની તલસપાટીઓનો વિભાગ. તલસપાટીઓના આ વિભાગો ઊંડી દરિયાઈ ખાઈઓ, દ્વીપચાપ, નવા વયના પર્વતો અને જ્વાળામુખીઓના ઘનિષ્ઠ સંપર્કમાં રહેલા જોવા મળે છે. બેનિયૉફ વિભાગો ટોંગા-કર્માડેક, ઇઝુ-બોનિન, મરિયાના, જાપાન, ક્યુરાઇલ ટાપુઓ, પેરુ-ચીલી, ફિલિપાઇન્સ,…

વધુ વાંચો >

બેનિલક્સ દેશો

બેનિલક્સ દેશો : 1948માં આર્થિક વિકાસ સાધવાના આશયથી બેલ્જિયમ, નેધરલૅન્ડ્ઝ અને લક્ઝમ્બર્ગના જોડાણ પામેલા દેશો. ‘બેનિલક્સ’ શબ્દ આ ત્રણ દેશોના શરૂઆતના અક્ષરોમાંથી તૈયાર કરવામાં આવેલો છે. આ પ્રકારનું જોડાણ સમાન વિદેશી વ્યાપારી નીતિ અનુસાર તેમનાં માલસામાન, કારીગરો, સેવાઓ તથા મૂડીની હેરફેર માટે કરવામાં આવેલું છે. હેરફેર માટેનો જકાતવેરો નાબૂદ કર્યો…

વધુ વાંચો >

બૅન્ક્સ ટાપુઓ

બૅન્ક્સ ટાપુઓ : નૈર્ઋત્ય પેસિફિક મહાસાગરમાં આવેલા વાનાટુ ટાપુપ્રદેશના ભાગરૂપ ટાપુસમૂહ. અગાઉ તે ન્યૂ હેબ્રાઇડ્ઝ નામથી ઓળખાતો હતો. ભૌગોલિક સ્થાન : આ ટાપુઓ 13°થી 15° દ. અ. અને 167°થી 168° પૂ. રે. વચ્ચે આવેલા છે. આ ટાપુસમૂહમાં કુલ નવ ટાપુઓ આવેલા છે, તે પૈકી સૌથી મોટા ગૌઆ (જૂનું નામ સાન્ટા…

વધુ વાંચો >

બેન્ટોનાઇટ

બેન્ટોનાઇટ (bentonite) : માટીનો એક વિશિષ્ટ પ્રકાર. તે નરમ, નમનીય હોય છે અને મોટા પ્રમાણમાં શોષણશક્તિનો ગુણધર્મ ધરાવે છે. યુ.એસ.માં વાયોમિંગના ક્રિટેસિયસ સ્તરોમાં ફૉર્ટ બેન્ટૉન નજીક સર્વપ્રથમ વિશિષ્ટ પ્રકારની, ખૂબ જ કલિલ સુઘટ્ય માટી મળી આવેલી હોવાથી સ્થળના નામ પરથી તેને બેન્ટોનાઇટ નામ અપાયેલું છે. તેને જ્યારે પાણીમાં રાખવામાં આવે…

વધુ વાંચો >

બૅન્ટ્રી ઉપસાગર

બૅન્ટ્રી ઉપસાગર : આયર્લૅન્ડના નૈર્ઋત્ય કિનારે કૉર્ક પરગણા નજીક ભૂમિભાગમાં પ્રવેશેલો ઉત્તર ઍટલાન્ટિક મહાસાગરનો ફાંટો. તેની મહત્તમ લંબાઈ 48 કિમી. અને મુખભાગ આગળની પહોળાઈ 16 કિમી. જેટલી છે. આ ઉપસાગર ઉત્તર તરફ આવેલા કાહા દ્વીપકલ્પને દક્ષિણ તરફના શિપ્સહેડ દ્વીપકલ્પથી અલગ કરે છે. તે લગભગ ત્રણ બાજુએ પર્વતોથી વીંટળાયેલો છે. 1689…

વધુ વાંચો >

બેન્ડિગો

બેન્ડિગો : ઑસ્ટ્રેલિયાના ખંડના વિક્ટોરિયા રાજ્યમાં ઉત્તર તરફ આવેલું  શહેર. મૂળ નામ સૅન્ડહર્સ્ટ. ભૌગોલિક સ્થાન : 36° 46´ દ. અ. અને 144° 17´ પૂ. રે. મેલબૉર્નથી ઉત્તરમાં 150 કિમી. અંતરે તે આવેલું છે. ઑસ્ટ્રેલિયન આલ્પ્સનું નૈર્ઋત્ય વિસ્તરણ રચતા ઓછી ઊંચાઈવાળા પર્વતોના ઉત્તર ઢોળાવો પર તે વસેલું છે. બેન્ડિગોની આબોહવા સૂકી…

વધુ વાંચો >

બૅફિન ઉપસાગર

બૅફિન ઉપસાગર : ઉત્તર ગોળાર્ધમાં ઉત્તર ધ્રુવવૃત્તથી ઉત્તર તરફ ગ્રીનલૅન્ડ અને બૅફિન ટાપુ વચ્ચે આવેલો અંડાકારમાં પથરાયેલો ઉપસાગર. ભૌગોલિક સ્થાન : 70° ઉ. અ. અને 60´ પ. રે.ની આજુબાજુનો વિસ્તાર. તેની ઉત્તરે સ્મિથ સાઉન્ડ, પશ્ચિમે લૅન્કેસ્ટર સાઉન્ડ તથા દક્ષિણે ડૅવિડની સામુદ્રધુની આવેલી છે. ઉત્તર તથા પશ્ચિમ તરફથી જળવહન દ્વારા આ…

વધુ વાંચો >

બૅફિન ટાપુ

બૅફિન ટાપુ : આર્ક્ટિક વિસ્તારમાં આવેલો ટાપુ. સ્થાન : 70° ઉ. અ. અને 70° પ. રે.ની આજુબાજુ તે વિસ્તરેલો છે. ઉત્તર ધ્રુવવૃત્ત તેની મધ્યમાંથી પસાર થાય છે. તેની ઉત્તરમાં કેટલાક ટાપુઓ સહિત આર્ક્ટિક મહાસાગર, દક્ષિણે હડસનની સામુદ્રધુની સહિત લાબ્રાડૉરનો ભૂમિભાગ, પૂર્વમાં ડેવિસની સામુદ્રધુની અને બૅફિન ઉપસાગર સહિત ગ્રીનલૅન્ડ અને પશ્ચિમે…

વધુ વાંચો >

બૅરન કોતર

બૅરન કોતર : ઑસ્ટ્રેલિયામાં ક્વીન્સલૅન્ડ રાજ્યના ઉત્તર ભાગમાં વહેતી બૅરન નદીએ કોતરી કાઢેલું ગર્તરૂપી કોતર. તે કુરાન્ડા તથા કૅર્ન્સ વચ્ચે ઍથર્ટન પઠારભૂમિ(tableland)થી દરિયા સુધી વિસ્તરેલું છે. કોતરની બંને બાજુઓ ઉગ્ર ઢોળાવવાળી છે અને આખુંય કોતર ગાઢ વર્ષાજંગલોથી આચ્છાદિત છે. નદીમુખથી 16 કિમી. ઉપરવાસમાં તેમજ કૅર્ન્સથી 18 કિમી.ને અંતરે બૅરન ધોધશ્રેણી…

વધુ વાંચો >

બેરાઇટ

બેરાઇટ (barite) : અગત્યનાં ઔદ્યોગિક ખનિજો પૈકીનું એક. તે બેરાઇટીસ (barytes) નામથી પણ ઓળખાય છે. ગ્રીક શબ્દ ‘barys’ (વજનદાર) પરથી આ નામ પડેલું મનાય છે. રાસા. બં. : BaSO4. સ્ફ. વ. : ઑર્થોરહોમ્બિક. સ્ફ. સ્વ. : સ્ફટિકો પાતળાથી જાડા મેજ આકાર, ક્યારેક મોટાં, લાંબાં કે ટૂંકાં પ્રિઝમૅટિક સ્વરૂપોમાં મળે; ચોમેર…

વધુ વાંચો >