ગિરીશભાઈ પંડ્યા
પૂર્વ ઘાટ (Eastern Ghats)
પૂર્વ ઘાટ (Eastern Ghats) : દ્વીપકલ્પીય ભારતના પૂર્વ કિનારાને લગભગ સમાંતર, બંગાળાના ઉપસાગરની સામેના અંદર તરફના ભૂમિભાગમાં વિસ્તરેલા પહાડી પ્રદેશની તૂટક શ્રેણી. તેમાં હારમાળા સ્વરૂપનો વિશિષ્ટ ભૂમિ-આકાર જોવા મળતો નથી. પશ્ચિમ ઘાટમાંથી નીકળતી નદીઓએ બંગાળાના ઉપસાગરને મળતાં અગાઉ પૂર્વ ઘાટને કોરી કાઢ્યો છે અને વહનમાર્ગો બનાવ્યા છે. આ કારણથી પહાડોની…
વધુ વાંચો >પૃથ્વી
પૃથ્વી સૂર્યમંડળના નવ ગ્રહો પૈકીનો એક ગ્રહ. સૂર્યથી અંતરના સંદર્ભમાં શુક્ર અને મંગળની વચ્ચે રહેલો, ત્રીજું સ્થાન ધરાવતો ગ્રહ. આજ સુધીની જાણકારી મુજબ, સમગ્ર બ્રહ્માંડમાં પૃથ્વી જ એકમાત્ર એવો ગ્રહ (અવકાશી પિંડ) છે જેના ગોળાની સપાટી પર જીવનનું અસ્તિત્વ શક્ય બનવા માટે જરૂરી હવા, પાણી અને ભૂમિના મિશ્ર પર્યાવરણીય સંજોગોની…
વધુ વાંચો >પેગ્મેટાઇટ (pegmatite)
પેગ્મેટાઇટ (pegmatite) : અગ્નિકૃત ખડક-પ્રકાર. સર્વસામાન્ય અગ્નિકૃત ખડકો(મોટેભાગે ગ્રૅનાઇટ)માં મુખ્યત્વે જોવા મળતાં ખનિજોથી બનેલો, પ્રમાણમાં આછા રંગવાળો, પરંતુ વધુ પડતો સ્થૂળ-દાણાદાર ખડક; તેમ છતાં, કણકદની બહોળા પ્રમાણની વિભિન્નતા તેમજ પ્રધાનપણે સૂક્ષ્મ-દાણાદાર એવા એપ્લાઇટનું ઘનિષ્ઠ સંકલન આ બે બાબતો પેગ્મેટાઇટની લાક્ષણિકતા બની રહે છે. પેગ્મેટાઇટ જ્યાં જ્યાં મળે છે ત્યાં ખાસ…
વધુ વાંચો >પેડિપ્લેઇન (pediplain)
પેડિપ્લેઇન (pediplain) : આછા ઢોળાવવાળાં વિસ્તૃત મેદાની ભૂમિસ્વરૂપો. અનુકૂળ સંજોગો મળતાં નજીક-નજીકના પેડિમેન્ટ (જુઓ, પેડિમેન્ટ) એકબીજા સાથે જોડાઈને એક થતા જાય અથવા રણવિસ્તારોમાં પાસપાસે છૂટાં છૂટાં રહેલાં ઊપસેલા ઘુમ્મટ આકારનાં ભૂમિસ્વરૂપો જોડાઈને મોટા પાયા પરનાં વિસ્તૃત મેદાનો રૂપે વિકસે તેને પેડિપ્લેઇન કહેવાય. સમશીતોષ્ણ આબોહવાવાળા વિસ્તારોમાં નદીજન્ય ઘસારાને કારણે જે રીતે…
વધુ વાંચો >પેડિમેન્ટ (pediment) (1)
પેડિમેન્ટ (pediment) (1) : શુષ્ક-અર્ધશુષ્ક પ્રદેશમાં ઘસારો પામતી જતી તળખડકસપાટીથી બનેલું તદ્દન આછા ઢોળાવવાળું મેદાન. તે ક્યારેક નદીજન્ય કાંપ કે ગ્રૅવલના પાતળા પડથી આચ્છાદિત થયેલું કે ન પણ થયેલું હોય. આવા વિસ્તારો પર્વતની તળેટીઓ અને નજીકની ખીણ(કે થાળાં)ની વચ્ચેના ભાગમાં ઘસારાજન્ય પરિબળોથી તૈયાર થતા જોવા મળે છે અને સાંકડા, વિસ્તૃત…
વધુ વાંચો >પેન્જિયા
પેન્જિયા : ભૂસ્તરીય કાળમાં અગાઉ અસ્તિત્વ ધરાવતો ઉત્તર ગોળાર્ધસ્થિત બધા જ ખંડોથી બનેલો વિશાળ ભૂમિસમૂહ. લોરેશિયા અને ગાડવાના ખંડો ભેગા હતા ત્યારનો તે એકમાત્ર વિશાળ તર્કમાન્ય ભૂમિસમૂહ છે. તેમાંથી વિભાગીકરણ થઈને વર્તમાન ખંડોની ગોઠવણી થયેલી છે. વૅગનર-સૂચિત ખંડીય પ્રવહન થયું તે અગાઉ પેન્જિયાના નામથી ઓળખાતા સંયુક્ત ભૂમિસમૂહનું અસ્તિત્વ હતું. પેન્જિયાનું…
વધુ વાંચો >પેન્નાર
પેન્નાર : દક્ષિણ ભારતની નદી. કર્ણાટકના ચિક બેલાપુરથી 11 કિમી.ને અંતરે આવેલા નૈર્ઋત્યના દખ્ખણના ઉચ્ચપ્રદેશમાંથી તે નીકળે છે. અહીંથી તે ઉત્તર તરફ વહી આંધ્રપ્રદેશમાં પ્રવેશે છે. ત્યાંથી તે પૂર્વ તરફનો વળાંક લે છે, વચ્ચે તેને દક્ષિણ તરફથી ચિત્રવતી અને ઉત્તર તરફથી કુંડેરુ નદી મળે છે. ત્યાંથી નેલોર પાસે થઈને કોરોમાંડલ…
વધુ વાંચો >પેરામારીબો
પેરામારીબો : દક્ષિણ અમેરિકાના ઉત્તરતરફી ઈશાન ભાગમાં આવેલા સુરીનામ દેશનું પાટનગર, સૌથી મોટું શહેર અને મુખ્ય બંદર. ભૌગોલિક સ્થાન : 5o 50′ ઉ. અ. અને 55o 10′ પ. રે. તે આટલાન્ટિક મહાસાગરના કિનારાથી અંદર તરફના ભૂમિભાગમાં લગભગ 20 કિમી.ને અંતરે સુરીનામ નદી પર આવેલું છે. મહાસાગર નજીકની નદીનાળમાં ઉદભવતી નાની…
વધુ વાંચો >પેરિક્યુટિન
પેરિક્યુટિન : મેક્સિકોમાં આવેલો જ્વાળામુખી પર્વત. પશ્ચિમ ગોળાર્ધમાં છેલ્લે છેલ્લે પ્રસ્ફોટ પામી તૈયાર થયેલો જ્વાળામુખી. નૈર્ઋત્ય મેક્સિકોના ઉરુઅપન (Uruapan) શહેર નજીક તે આવેલો છે. જ્વાળામુખીના પ્રસ્ફોટની ક્રિયાથી નાશ પામેલા પેરિક્યુટિન નામના ગામ પરથી તેને પ્રસ્તુત નામ અપાયેલું છે. 1943ના ફેબ્રુઆરીની 20મી તારીખે આ ગામના એક મકાઈના ખેતરની ફાટમાંથી આ જ્વાળામુખીનું…
વધુ વાંચો >પેરિડોટાઇટ
પેરિડોટાઇટ : અગ્નિકૃત ખડકો પૈકીનો બેઝિક ખડકપ્રકાર. ઑલિવીન, પાયરૉક્સિન અને હૉર્નબ્લેન્ડના સ્થૂલ સ્ફટિકોનું 90 % પ્રમાણ ધરાવતા, પરંતુ જેમાં ઑલિવીન મુખ્ય ખનિજ હોય એવા આવશ્યકપણે બિનફેલ્સ્પેથિક અંત:કૃત ખડકને પેરિડોટાઇટ તરીકે ઓળખવામાં આવે છે. અન્ય ખનિજોમાં મુખ્યત્વે પ્લેજિયોક્લેઝ, ક્રોમાઇટ અને ગાર્નેટ હોઈ શકે છે. પૃથ્વીના પેટાળમાં ભૂમધ્યાવરણ(mantle)નો મોટો ભાગ કદાચ પેરિડોટાઇટથી…
વધુ વાંચો >