ગિરીશભાઈ પંડ્યા
પર્યાવરણ અને ભૂસ્તરશાસ્ત્ર
પર્યાવરણ અને ભૂસ્તરશાસ્ત્ર : પર્યાવરણની ભૂસ્તરશાસ્ત્ર પર થતી અસરનો અભ્યાસ. ભૂસ્તરરચના માટેનાં દ્રવ્યો તૈયાર કરવા માટે જરૂરી બધાં જ ક્રિયાશીલ પરિબળો પર, દ્રવ્યોમાંથી રચાતી નિક્ષેપક્રિયા પર તેમજ તત્કાલીન જીવંત પ્રાણીઓ કે વનસ્પતિ પર અને ભૂપૃષ્ઠ પર અસ્તિત્વ ધરાવતા બાહ્ય સંજોગોની સંયુક્ત અસરનો અભ્યાસ જે શાખા દ્વારા કરી શકાય તેને પર્યાવરણીય…
વધુ વાંચો >પર્વતો (mountains)
પર્વતો (mountains) પૃથ્વીના ભૂમિભાગ પરના આજુબાજુના વિસ્તાર કરતાં પ્રમાણમાં વધુ ઊંચાઈવાળાં ભૂમિસ્વરૂપો. પર્વતો મોટે ભાગે તો હારમાળાઓ રૂપે વિસ્તરેલા હોય છે, પરંતુ ક્યારેક છૂટાછવાયા ભૂમિલક્ષણ તરીકે પણ જોવા મળે છે; જેમ કે, અરવલ્લી અને હિમાલય એ હારમાળાનાં સ્વરૂપો છે, જ્યારે પાવાગઢ અને ગિરનાર છૂટાં પર્વતસ્વરૂપો છે. સમુદ્રસપાટીથી 610 મીટર કે…
વધુ વાંચો >પવન (ઉત્પત્તિ, પ્રકાર, પ્રવર્તન અને અસરો)
પવન (ઉત્પત્તિ, પ્રકાર, પ્રવર્તન અને અસરો) ગતિમાન હવા એટલે પવન. વાસ્તવમાં હવાની ક્ષૈતિજ ગતિને પવન કહે છે. હવા જો ઉપરથી નીચે ઊતરે કે નીચેથી ઉપર જાય તો તેને વાતપ્રવાહ (air current) કહે છે. ઉત્પત્તિ : વાતાવરણમાં રહેલી હવા ગરમ થવાથી હલકી તથા પાતળી બને છે અને ઉપર ચઢે છે; વધુ…
વધુ વાંચો >પશ્ચકંપો (aftershocks)
પશ્ચકંપો (aftershocks) : મુખ્ય ભૂકંપ પછીનાં-અનુગામી કંપનો. મુખ્ય ભૂકંપને અનુસરતાં અને એક જ કે નજીકના કેન્દ્રમાંથી ઉત્પન્ન થતાં રહેતાં પશ્ચાદ્વર્તી કંપનોને પશ્ચકંપો કહે છે. સામાન્ય રીતે તો મુખ્ય ભૂકંપ થયા પછી અસંખ્ય કંપ થતા રહે છે, જેમની પ્રત્યેકની તીવ્રતા સમય જતાં ક્રમશ: ઘટતી જાય છે. આવા શ્રેણીબંધ પશ્ચકંપો ઘણા દિવસો…
વધુ વાંચો >પશ્ચાત્-સ્ફુરણ (phosphorescence)
પશ્ચાત્–સ્ફુરણ (phosphorescence) : ખનિજોમાં જોવા મળતી પ્રકાશીય ઘટના. કુદરતમાં મળતાં કેટલાંક ખનિજો ગરમ કર્યા પછીથી, ઘસ્યા પછીથી અથવા સૂર્યપ્રકાશમાં કે એક્સ-કિરણોમાં કે પારજાંબલી કિરણોમાં કે વીજવિકિરણમાં રાખ્યા પછીથી દૃશ્ય પ્રકાશનું ઉત્સર્જન કરે છે. આ ઘટના પશ્ચાત્-સ્ફુરણ તરીકે ઓળખાય છે, તેને સ્ફુરસંદીપ્તિ પણ કહેવાય છે. ફ્લોરસ્પાર ખનિજના અમુક પ્રકારોનું ચૂર્ણ કરીને…
વધુ વાંચો >પશ્ચિમ ગોદાવરી
પશ્ચિમ ગોદાવરી : આંધ્રપ્રદેશ રાજ્યના 26 જિલ્લાઓમાંનો એક જિલ્લો. ભૌગોલિક સ્થાન – ભૂપૃષ્ઠ – આબોહવા : આ જિલ્લાની પૂર્વે ગોદાવરી નદી, પશ્ચિમે એલુરુ જિલ્લો, ઉત્તરે રાજાહમુન્દ્રી અને ક્રિશ્ના જિલ્લો તેમજ બંગાળનો ઉપસાગર આવેલા છે. આ જિલ્લાની ભૂમિ સમતળ પરંતુ થોડી ઢોળાવવાળી છે. તે પૂર્વઘાટની ટેકરીઓ અને બંગાળના ઉપસાગરની વચ્ચે આવેલો…
વધુ વાંચો >પશ્ચિમ ઘાટ (Western Ghats) (ભૂસ્તરીય)
પશ્ચિમ ઘાટ (Western Ghats) (ભૂસ્તરીય) : ભારતીય દ્વીપકલ્પના પશ્ચિમ કિનારાની અંદર તરફ 21 ઉ. અક્ષાંશથી 12o ઉ. અક્ષાંશ સુધી અરબી સમુદ્રના કિનારાને લગભગ સમાંતર અખંડિતપણે વિસ્તરેલી સહ્યાદ્રિ પર્વતમાળા. દક્ષિણમાં નીલગિરિ પર્વતોમાં તે ભળી જાય છે અને ત્યાંથી આગળ પાલઘાટના માર્ગને વટાવી અનામલાઈની ટેકરીઓને સ્વરૂપે દ્વીપકલ્પના છેક દક્ષિણ છેડા સુધી ચાલુ રહેતી…
વધુ વાંચો >પંક-જ્વાળામુખી
પંક–જ્વાળામુખી : નાના જ્વાળામુખી જેવો દેખાતો કાદવમાંથી બનેલો શંકુ આકારનો ટેકરો. તે સામાન્ય જ્વાળામુખીની પ્રતિકૃતિ હોય છે અને સંભવત: ભૂકંપપ્રક્રિયાના પરિણામે ઉત્પન્ન થયેલી ફાટો મારફતે બહાર નીકળી આવેલા તરલ, અર્ધઘટ્ટ કે ઘટ્ટ પ્રવાહી પંકમાંથી તૈયાર થાય છે. જ્વાળામુખી-વિસ્તારમાંના ગરમ પાણીના ઝરા દ્વારા જ્વાળામુખી-ભસ્મ કે મૃણ્મય દ્રવ્યનો જથ્થો ભળીને પંકસ્વરૂપે બહાર…
વધુ વાંચો >પંકતડ (mud-crack sun-crack)
પંકતડ (mud-crack, sun-crack) : પંક સુકાઈ જવાથી તૈયાર થતી તડ. છીછરા ખાડાઓ, ગર્ત કે થાળાંઓનાં તળ પર ભીનો કે ભેજવાળો કાદવ કે કાંપકાદવનો જે જથ્થો હોય છે તે વાતાવરણમાં ખુલ્લો રહેવાથી, તેને સૂર્યની ગરમી મળવાથી તેમાંનો પાણીનો ભાગ ઊડી જાય છે અને સૂક્ષ્મદાણાદાર કાદવનો ભાગ તનાવના બળ હેઠળ સંકોચાતો જાય…
વધુ વાંચો >પંકપાષાણ
પંકપાષાણ : પંકમાંથી બનેલો પાષાણ. શેલ જેવા કણજન્ય ખડકપ્રકાર માટે પણ આ શબ્દ વપરાય છે. કણકદ 1/256 મિમી.થી ઓછું હોય, શેલ જેવો બિન-પ્લાસ્ટિક, કણપકડ-ક્ષમતા તેમજ ઓછી જળસંગ્રહક્ષમતાના ગુણધર્મો ધરાવતો હોય પરંતુ સ્તરસપાટીજન્ય વિભાજકતાનો જેમાં અભાવ હોય એવો ખડકપ્રકાર તે છે. આ પર્યાય સર રૉડરિક મરકિસને વેલ્સ(પશ્ચિમ ઇંગ્લૅન્ડ)માં સાઇલ્યુરિયન રચનાના ઘેરા…
વધુ વાંચો >