ગિરીશભાઈ પંડ્યા
ચેક પ્રજાસત્તાક
ચેક પ્રજાસત્તાક : યુરોપના મધ્યભાગમાં આવેલો દેશ. ભૌગોલિક સ્થાન : તે 48° 23’થી 51° 03’ ઉ. અ. અને 12° 5’થી 19° 58’ પૂ. રે.ની વચ્ચેનો આશરે 78,866 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે જર્મની અને પોલૅન્ડ, પૂર્વ તરફ પોલૅન્ડ અને સ્લોવાકિયા, દક્ષિણે ઑસ્ટ્રિયા તથા પશ્ચિમે જર્મની આવેલાં છે.…
વધુ વાંચો >ચેચન્યા
ચેચન્યા : સામાન્ય રીતે ‘ચેચન્યા’ નામથી ઓળખાતું ચેચેન પ્રજાસત્તાક. ભૌગોલિક સ્થાન : તે 43° 20’ ઉ. અ. અને 45° 42’ પૂ. રે.ની આજુબાજુનો 15,300 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તે ઈચકેરિયા, ચેચેનિયા કે નૉક્સિયન નામોથી પણ ઓળખાય છે. તે ચારે બાજુ રશિયાઈ સમવાયતંત્રના પ્રદેશોથી ઘેરાયેલું છે. તેની ઉત્તર તરફ…
વધુ વાંચો >ચેબાઝાઇટ
ચેબાઝાઇટ : સિલિકેટ ખનિજો પૈકી ઝિયોલાઇટ વર્ગનું ખનિજ. રાસા. બં. : CaAl2Si4O12•6H2O; ક્યારેક Ca ઓછાવત્તા પ્રમાણમાં Naથી વિસ્થાપિત થાય છે. K પણ નજીવા પ્રમાણમાં આવી શકે. સ્ફ. વ. હેક્ઝાગોનલ. કૅલ્સાઇટ જેવા સાદા રૉમ્બોહેડ્રલ; સ્ફ. સ્વ. : સ્ફટિકો યુગ્મસ્ફટિકો પણ મળે. યુગ્મતા (0001); સં. : સ્પષ્ટ ; ભં. સ. : ખરબચડી,…
વધુ વાંચો >ચેમ્બરલિન, ટૉમસ ક્રાઉડર
ચેમ્બરલિન, ટૉમસ ક્રાઉડર (જ. 25 સપ્ટેમ્બર 1843, ઇલિનોય, યુ. એસ.; અ. 15 નવેમ્બર 1928, શિકાગો, ઇલિનોય, યુ. એસ.) : અમેરિકન ભૂસ્તરશાસ્ત્રી. હિમકાળ અને આંતરહિમકાળ દરમિયાન થયેલી હિમચાદરોની વૃદ્ધિ અને પીછેહઠ પરથી ચતુર્થ જીવયુગના પ્લાયસ્ટોસીન સમયના ગાળાનો વયનિર્ણય સૂચવવામાં તે અગ્રણી હતા. લોએસની ઉત્પત્તિ પણ તેમણે પ્રસ્થાપિત કરી આપેલી. તેમણે જ…
વધુ વાંચો >ચોનોલિથ (chonolith mould stone)
ચોનોલિથ (chonolith mould stone) : અંતર્ભેદકોનો એક પ્રકાર. તેનો અર્થ જેવું બીબું એવો આકાર. સામાન્ય રીતે આ પ્રકારનું અંતર્ભેદક તદ્દન અનિયમિત આકારવાળું હોય છે. પોપડાના પ્રાદેશિક ખડકપ્રવિષ્ટ મૅગ્માનો આકાર સંવાદી કે વિસંવાદી પ્રકારમાં બંધબેસતો ન આવે ત્યારે અંતર્ભેદકને માટે ‘ચોનોલિથ’ નામ પ્રયોજવામાં આવે છે. ગિરીશભાઈ પંડ્યા
વધુ વાંચો >છત્તીસગઢ (Chhattisgarh)
છત્તીસગઢ (Chhattisgarh) : ભારતના મધ્યભાગમાં આવેલું રાજ્ય. ભૌગોલિક સ્થાન : તે 210 14’ ઉ. અ. અને 810 38’ પૂ. રે. આજુબાજુનો 1,36,034 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે, વિસ્તારની ર્દષ્ટિએ તે ભારતનાં રાજ્યોમાં નવમા ક્રમે આવે છે. તેની ઉત્તરે મધ્યપ્રદેશ અને ઉત્તરપ્રદેશ, ઈશાન તરફ ઝારખંડ, પૂર્વમાં ઓરિસા, દક્ષિણે આંધ્રપ્રદેશ અને…
વધુ વાંચો >છિદ્રાળુ ખડકો
છિદ્રાળુ ખડકો : ખડકો(કે જમીનો)માં રહેલા ખનિજકણો કે ઘટકો વચ્ચેની ખાલી જગા કે આંતરકણજગા ધરાવતા હોય અને એવી જગામાં પ્રવાહી રહી શકે ત્યારે તે ખડકો છિદ્રાળુ છે એમ કહેવાય. ખડકોમાં રહેલી આંતરકણજગા કે ખાલી ભાગને છિદ્ર કહેવાય. ખડકના કુલ એકમ કદની અપેક્ષાએ તેમાં રહેલાં છિદ્રોના કદના પ્રમાણને સછિદ્રતા કે સછિદ્રતા…
વધુ વાંચો >જમીન
જમીન : ભૂસ્તરીય ર્દષ્ટિએ પૃથ્વીની ભૂમિસપાટીને આવરી લેતું સૌથી ઉપરનું અમુક મિમી.થી અમુક મીટરની જાડાઈવાળું નરમ, છૂટું, ખવાણ પામેલું પડ. જમીનશાસ્ત્રીઓના ર્દષ્ટિકોણથી જોતાં જમીન એટલે ભૂપૃષ્ઠનું સૌથી ઉપરનું આવરણ, જે ભૌતિક, પ્રાકૃતિક, રાસાયણિક અને જૈવિક પરિબળોની વિવિધ અસર હેઠળ રહી, વખતોવખત ફેરફારોને ગ્રાહ્ય બનતું રહે છે અને મૂળધારક વનસ્પતિને નિભાવે…
વધુ વાંચો >જલાવરણ (ભૂસ્તરશાસ્ત્ર) :
જલાવરણ (ભૂસ્તરશાસ્ત્ર) : પૃથ્વીની સપાટી ઉપર અથવા તેને અડીને આવેલા પાણીનો તૂટક (discontinuous) સ્તર. અન્ય ત્રણ આવરણો તે શિલાવરણ (lithosphere), વાતાવરણ (atmosphere) અને જીવાવરણ (biosphere). જલાવરણમાં દરિયા, સરોવરો, નદીઓ અને હિમનદી સહિત પ્રવાહી અને ઘન પાણીનો તેમજ જમીન અને ખડકોમાંનાં ભૂગર્ભજળ તથા વાતાવરણમાં રહેલ પાણીની બાષ્પનો સમાવેશ થાય છે. કેટલાક…
વધુ વાંચો >જળકૃત ખડકો, નિક્ષેપજન્ય
જળકૃત ખડકો, નિક્ષેપજન્ય : જળમાં નિક્ષેપ જમાવટથી તૈયાર થયેલા ખડકો. જળમાં પ્લવનશીલ (suspended) રહેલું ઘનદ્રવ્ય જમાવટ પામે ત્યારે તેને નિક્ષેપ કહેવાય. ઘનદ્રવ્ય ખનિજકણ કે જીવજન્ય કણ સ્વરૂપે હોઈ શકે. આ પ્રકારના કણો તેમના મૂળ માતૃજથ્થામાંથી ઘસારાખવાણની પેદાશ તરીકે છૂટા પડ્યા પછી હવા, જળ કે હિમના માધ્યમ દ્વારા વહન પામી જળમાં…
વધુ વાંચો >