ગિરીશભાઈ પંડ્યા
સેશલ્સ (Seychelles)
સેશલ્સ (Seychelles) : હિન્દી મહાસાગરમાં માડાગાસ્કરની ઉત્તરે આવેલો ટાપુદેશ. ભૌગોલિક સ્થાન : 4° 35´ દ. અ. અને 55° 40´ પૂ. રે.ની આજુબાજુનો વિસ્તાર. આફ્રિકાની મુખ્ય ભૂમિથી પૂર્વમાં આશરે 1600 કિમી. અંતરે હિન્દી મહાસાગરના 10,35,995 ચોકિમી. જળવિસ્તારમાં છૂટાછવાયા વહેંચાયેલા આશરે 70થી 100 જેટલા ટાપુઓથી આ દેશ બનેલો છે. તેનો ભૂમિવિસ્તાર માત્ર…
વધુ વાંચો >સોગ્નાફિયૉર્ડ (Sognafjorden)
સોગ્નાફિયૉર્ડ (Sognafjorden) : નૉર્વેના પશ્ચિમ ભાગમાં આવેલું ફિયૉર્ડ. નૉર્વેનું લાંબામાં લાંબું અને ઊંડામાં ઊડું ફિયૉર્ડ. તેનો મુખભાગ બર્ગેનથી ઉત્તરે 72 કિમી.ને અંતરે આવેલો છે. ઉત્તર સમુદ્રમાં આવેલા દૂરતટીય સુલાના ટાપુ પરના સોલુંડથી સ્કિયોલ્ડેન સુધીની તેની લંબાઈ 203 કિમી. તથા વિસ્તાર 18,623 ચોકિમી. જેટલો છે. તેની મહત્તમ ઊંડાઈ 1,308 મીટર છે.…
વધુ વાંચો >સોડાલાઇટ
સોડાલાઇટ : સોડાલાઇટ સમૂહ(સોડાલાઇટ, હૉયનાઇટ, નોસેલાઇટ અને લેઝ્યુરાઇટ)નું મુખ્ય ખનિજ. રાસા. બં. : 3NaAlSiO4·NaCl (3Na2Al2Si2O8·2NaCl); સિલિકા : 37.2 %; ઍલ્યુમિના : 31.6 %; સોડા 25.6 % અને ક્લોરિન : 7.3 % – જે મળીને કુલ 101.7 % થાય, પરંતુ (θ = 2Cl)ના 1.7 % બાદ કરતાં 100 % થઈ જાય…
વધુ વાંચો >સોનભદ્ર : ઉત્તરપ્રદેશના અગ્નિછેડે આવેલો જિલ્લો. ભૌગોલિક સ્થાન
સોનભદ્ર : ઉત્તરપ્રદેશના અગ્નિછેડે આવેલો જિલ્લો. ભૌગોલિક સ્થાન : તે આશરે 23° 50´થી 24° 50´ ઉ. અ. અને 82° 10´થી 83° 30´ પૂ. રે. વચ્ચેનો 6788 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે મિરઝાપુર અને વારાણસી જિલ્લા, પૂર્વમાં બિહાર રાજ્યની સીમા તથા અગ્નિ, દક્ષિણ અને પશ્ચિમ તરફ મધ્યપ્રદેશની સીમા…
વધુ વાંચો >સોનામા ગિરિનિર્માણ
સોનામા ગિરિનિર્માણ : પર્મિયન ભૂસ્તરીય કાળ દરમિયાન વાયવ્ય નેવાડા વિસ્તારમાં કૉર્ડિલેરન ભૂસંનતિના ઊંડા જળરાશિમાંથી ઉત્થાન પામેલી ગિરિનિર્માણ-ઘટના. વર્તમાન પૂર્વે અંદાજે 28 કરોડ વર્ષથી 22.5 કરોડ વર્ષ વચ્ચેના પ્રથમ જીવયુગના અંતિમ ચરણ પર્મિયન સમયગાળા દરમિયાન ગિરિનિર્માણની આ ઘટના બનેલી. આ ગિરિનિર્માણક્રિયાના બે સ્પષ્ટ પુરાવા આજે પણ જોવા મળે છે : (1)…
વધુ વાંચો >સોનીપત
સોનીપત : હરિયાણા રાજ્યના પૂર્વ ભાગમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 28° 48´ 30´´થી 29° 17´ 54´´ ઉ. અ. અને 76° 28´ 30´´થી 77° 13´ 40´´ પૂ. રે. વચ્ચેનો 2122 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે પાણીપત (કરનાલ જિ.), પૂર્વ સીમા…
વધુ વાંચો >સોપસ્ટોન
સોપસ્ટોન : શંખજીરુંનું ખનિજ બંધારણ ધરાવતો ખડક અથવા અશુદ્ધ શંખજીરુંનું ઘનિષ્ઠ-દળદાર સ્વરૂપ. તેને સ્ટિયેટાઇટ પણ કહે છે. તેનો સ્પર્શ સાબુ કે તેલ જેવો મુલાયમ હોય છે. આ ખડક શ્વેતથી રાખોડી કે રાખોડી-લીલો હોય છે અને કઠિનતા ઓછી હોય છે, નખથી તેને ખોતરી શકાય છે. પેરિડોટાઇટ જેવા પારબેઝિક અગ્નિકૃત ખડકની મૂળ…
વધુ વાંચો >સોપાન-શિરા (Ladder-vein/Lode)
સોપાન-શિરા (Ladder-vein/Lode) : ખનિજીય કે ધાતુખનિજીય જમાવટનો બખોલ-પૂરણી પ્રકાર. ખનિજ કે ધાતુખનિજ શિરાઓ જ્યારે સીડીનાં સોપાનો સ્વરૂપે મળે ત્યારે તેમને સોપાન-શિરા કહે છે. પ્રાદેશિક ખડકોમાં પ્રવેશેલાં ડાઇક જેવાં અંતર્ભેદનો જ્યારે ઠરીને ઘનીભવન પામતાં હોય છે ત્યારે ડાઇકની દીવાલોની લંબ દિશામાં તડો, ફાટો કે સાંધાઓ વિકસે છે. જો ડાઇક ઊભી સ્થિતિમાં…
વધુ વાંચો >સોફિયા
સોફિયા : બલ્ગેરિયાનું પાટનગર અને મોટામાં મોટું શહેર. ભૌગોલિક સ્થાન : 42° 41´ ઉ. અ. અને 23° 19´ પૂ. રે.. બલ્ગેરિયાના પશ્ચિમ ભાગમાં આવેલું આ શહેર બાલ્કન પર્વતો તેમજ અન્ય ગિરિમાળાઓથી ઘેરાયેલું છે. તે દેશના અર્થતંત્રનું તેમજ સાંસ્કૃતિક મથક પણ છે. આબોહવા : અહીંની આબોહવા ભૂમધ્ય સમુદ્ર પ્રકારની છે. શિયાળા…
વધુ વાંચો >સોમાલિયા
સોમાલિયા : આફ્રિકાખંડની મુખ્ય ભૂમિ પર છેક ઈશાનકોણમાં આવેલો દેશ. હિંદ મહાસાગર અને એડનના અખાત વચ્ચે આવેલી તેની ભૂશિર શિંગડાનો આકાર રચે છે. તે 2° 00´ દ. અ.થી 12° 00´ ઉ. અ. તથા 41° 00´થી 51° 00´ પૂ. રે. વચ્ચેનો આશરે 6,37,657 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તર–દક્ષિણ…
વધુ વાંચો >