ગિરીશભાઈ પંડ્યા

સેન્ટ લૉરેન્સ દરિયાઈ જળમાર્ગ

સેન્ટ લૉરેન્સ દરિયાઈ જળમાર્ગ (Saint Lawrence Seaway) : આટલાંટિક મહાસાગર અને ઉત્તર અમેરિકી સરોવર જૂથને સાંકળતો દરિયાઈ જળમાર્ગ. આ જળમાર્ગ કૅનેડાયુ.એસ. વચ્ચેનાં વિશાળ સરોવરો, સેન્ટ લૉરેન્સ નદી તેમજ નહેર સંકુલથી રચાયેલો છે. તેમાં ઑન્ટેરિયો તેમજ ન્યૂયૉર્કને વીજપુરવઠો પૂરો પાડતા જળવિદ્યુત ઊર્જા-પ્રકલ્પનો પણ સમાવેશ થાય છે. સેન્ટ લૉરેન્સ દરિયાઈ જળમાર્ગ આ…

વધુ વાંચો >

સેન્ટ વિન્સેન્ટ અખાત

સેન્ટ વિન્સેન્ટ અખાત : દક્ષિણ ઑસ્ટ્રેલિયા રાજ્યના અગ્નિકાંઠા પર આવેલો હિન્દી મહાસાગરનો ત્રિકોણીય ફાંટો. ભૌગોલિક સ્થાન : 35° 00´ દ. અ. અને 138° 05´ પૂ. રે.. તે ઑસ્ટ્રેલિયાની મુખ્ય ભૂમિ અને યૉર્કની ભૂશિર વચ્ચે પથરાયેલો છે. તેની લંબાઈ 145 કિમી. અને પહોળાઈ 72 કિમી. છે. હિન્દી મહાસાગર સાથે તેનું નૈર્ઋત્ય…

વધુ વાંચો >

સેન્ટ વિન્સેન્ટ ભૂશિર

સેન્ટ વિન્સેન્ટ, ભૂશિર : પોર્ટુગલની નૈર્ઋત્ય ભૂમિછેડે આવેલી ભૂશિર. ભૌગોલિક સ્થાન : 37° 01´ ઉ. અ. અને 9° 00´ પ. રે.. તે આટલાંટિક મહાસાગરના આ કંઠાર ભૂમિભાગ પર પૉન્તા દ સાગ્રેસ સાથે ઊંચાઈ ધરાવતી ભૂશિર રચે છે. અહીં અસ્તિત્વ ધરાવતા ધર્મસ્થાનક પરથી ગ્રીકો અને રોમનો તેને પવિત્ર સ્થળ તરીકે ઓળખતા…

વધુ વાંચો >

સેન્ટ હેલેના

સેન્ટ હેલેના : દક્ષિણ આટલાંટિક મહાસાગરમાં આવેલો બ્રિટિશ ટાપુ. ભૌગોલિક સ્થાન : તે 15° 57´ દ. અ. અને 5° 42´ પ. રે. આજુબાજુનો 122 ચોકિમી.નો વિસ્તાર આવરી લે છે. તે પશ્ચિમ આફ્રિકાના ભૂમિભાગથી નૈર્ઋત્યમાં 1930 કિમી.ને અંતરે તથા નજીકમાં નજીક આવેલા ઍસ્કેન્શન ટાપુથી અગ્નિકોણમાં આશરે 1100 કિમી.ને અંતરે આવેલો છે.…

વધુ વાંચો >

સેન્ટ હેલેન્સ

સેન્ટ હેલેન્સ : ઇંગ્લૅન્ડના મર્સિસાઇડમાં આવેલું શહેર અને ઉત્પાદક મથક. ભૌગોલિક સ્થાન : 50° 42´ ઉ. અ. અને 1° 06´ પ. રે.. તે બ્રિટનનું કાચ-ઉત્પાદન કરતું મોટામાં મોટું મથક છે; અહીં સમતળ કાચ, ટેબલ પર રાખવાના પટકાચ, કાચનાં પાત્રો તૈયાર થાય છે. અહીંના અન્ય ઉદ્યોગોમાં ઇજનેરી ઉદ્યોગ, કાપડ અને ઔષધીય…

વધુ વાંચો >

સૅન્ડવીપ ટાપુ (Sandwip Island)

સૅન્ડવીપ ટાપુ (Sandwip Island) : બાંગ્લાદેશના ચિતાગોંગ વિભાગના નોઆખલી જિલ્લામાં આવેલો ટાપુ તથા તે જ નામ ધરાવતી ખાડી. ભૌગોલિક સ્થાન : 22° 29´ ઉ. અ. અને 91° 26´ પૂ. રે.. ગંગાના ત્રિકોણપ્રદેશમાં છેક પૂર્વ છેડા પર મેઘના નદીની નાળમાં આવેલા આ ટાપુની લંબાઈ 40 કિમી. અને પહોળાઈ સ્થાનભેદે 5થી 15…

વધુ વાંચો >

સૅન્ડહર્સ્ટ

સૅન્ડહર્સ્ટ : ઇંગ્લૅન્ડના બર્કશાયર પરગણામાં બ્રેકનેલ જિલ્લાનું એક નગર. ભૌગોલિક સ્થાન : 51° 21´ ઉ. અ. અને 0° 47´ પ. રે.. તે લંડનથી 48 કિમી.ને અંતરે પશ્ચિમી-નૈર્ઋત્ય તરફ આવેલું છે. અહીંથી 14 કિમી. ઉત્તર તરફ આલ્ડરશૉટની લશ્કરી છાવણી આવેલી છે. આ સ્થળ રૉયલ મિલિટરી એકૅડેમી માટે ખૂબ જાણીતું છે. 1741માં…

વધુ વાંચો >

સૅન્સી

સૅન્સી : ભારતીય ઉત્પત્તિ ધરાવતો અગ્નિજ્વાળા સમો દેખાતો તેજસ્વી પાણીદાર હીરો. તેનો મૂળ આકાર પીચના ફળ જેવો અને વજન 55 કૅરેટ જેટલું છે. તેનો ઇતિહાસ ઘણો લાંબો અને રોમાંચક છે. તે ઘણાં શાહી કુટુંબોમાં ફરતો રહ્યો છે. ટર્કીમાંના ફ્રેન્ચ એલચી નિકોલસ હાર્લે દ સૅન્સીએ આશરે 1570ના ગાળામાં તેને કૉન્સ્ટન્ટિનોપલમાં ખરીદેલો.…

વધુ વાંચો >

સેમારંગ

સેમારંગ : મધ્ય જાવાનું પાટનગર, મુખ્ય બંદર તથા મોટામાં મોટું શહેર. ભૌગોલિક સ્થાન : 6° 58´ દ. અ. અને 110° 25´ પૂ. રે.. ઇન્ડોનેશિયાનાં મોટાં શહેરો પૈકી તે પાંચમા ક્રમે આવે છે. મધ્ય જાવાના ઉત્તર કાંઠા નજીક વસેલું આ શહેર જાવા સમુદ્ર અને ઉંગારન પર્વત વચ્ચેનો કિનારાનો સાંકડો મેદાની ભાગ…

વધુ વાંચો >

સેલ (Sale)

સેલ (Sale) : ઑસ્ટ્રેલિયાના વિક્ટોરિયા રાજ્યમાં આવેલું ગિપ્સલૅન્ડ જિલ્લાનું શહેર. ભૌગોલિક સ્થાન : 38° 06´ દ. અ. અને 147° 04´ પૂ. રે.. તે લા ટ્રોબેની સહાયક નદી થૉમ્સનને કાંઠે વસેલું છે. તેનાં જાન્યુઆરી અને જુલાઈનાં તાપમાન અનુક્રમે 19.4° સે. અને 9.4° સે. જેટલાં રહે છે. આ શહેર સિંચાઈની સુવિધાવાળા સમૃદ્ધ…

વધુ વાંચો >