ગિરીશભાઈ પંડ્યા

રંગારેડ્ડી

રંગારેડ્ડી : આંધ્રપ્રદેશ રાજ્યના પશ્ચિમ ભાગમાં આવેલો જિલ્લો. ભૌગોલિક સ્થાન : તે આશરે 16° 45´થી 17° 40´ ઉ. અ. અને 77° 20´થી 79° 00´ પૂ. રે. વચ્ચેનો 7,493 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે, પૂર્વમાં અને દક્ષિણે અનુક્રમે આંધ્રના મેડક, નાલગોંડા અને મહેબૂબનગર જિલ્લા તથા પશ્ચિમે કર્ણાટક રાજ્યનો…

વધુ વાંચો >

રાજકોટ

રાજકોટ : સૌરાષ્ટ્રના મધ્યભાગમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 21° 32´થી 23° 10´ ઉ. અ. અને 70° 02´થી 71° 31´ પૂ. રે. વચ્ચેનો 11,203 ચોકિમી. (રાજ્યના કુલ વિસ્તારના 5.52 %) જેટલો વિસ્તાર આવરી લે છે. વિસ્તારની દૃષ્ટિએ તે રાજ્યમાં ચોથા ક્રમે આવે છે.…

વધુ વાંચો >

રાજગઢ

રાજગઢ : મધ્યપ્રદેશ રાજ્યનો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 23° 45´ ઉ. અ. અને 76° 50´ પૂ. રે.ની આજુબાજુનો 6,154 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની વાયવ્ય અને ઉત્તર તરફ રાજસ્થાનનો ઝાલાવાડ જિલ્લો; ઈશાનમાં ગુના; પૂર્વમાં ભોપાલ; અગ્નિમાં સિહોર; દક્ષિણ, નૈર્ઋત્ય અને પશ્ચિમમાં…

વધુ વાંચો >

રાજનંદગાંવ

રાજનંદગાંવ : છત્તીસગઢ રાજ્યમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. તે જિલ્લો છત્તીસગઢના મેદાની પ્રદેશમાં નૈર્ઋત્ય ભાગમાં આવેલો છે. ભૌગોલિક સ્થાન : તે 21° 06´ ઉ. અ. અને 81° 02´ પૂ. રે.ની આજુબાજુનો 9,381 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તર-દક્ષિણ લંબાઈ 273 કિમી. અને પૂર્વ-પશ્ચિમ પહોળાઈ…

વધુ વાંચો >

રાજપૂતાના

રાજપૂતાના : આજના રાજસ્થાન રાજ્યને સમાવી લેતો જૂનાં રજવાડાંનો સમગ્ર વિસ્તાર. ‘રાજપૂતાના’ શબ્દનો અર્થ થાય છે રજપૂતોની ભૂમિ. રાજપૂતાનાનો વિસ્તાર ત્યારે 3,43,328 ચોકિમી. જેટલો હતો. તેના બે મુખ્ય વિભાગો પડતા હતા : (i) અરવલ્લી હારમાળાથી વાયવ્ય તરફનો રેતાળ અને બિનઉપજાઉ વિભાગ, તેમાં થરના રણનો પણ સમાવેશ થઈ જતો હતો; (ii)…

વધુ વાંચો >

રાજશાહી (જિલ્લો)

રાજશાહી (જિલ્લો) : બાંગ્લાદેશમાં આવેલો જિલ્લો. તે 24° 30´ ઉ. અ. અને 88° 50´ પૂ. રે.ની આજુબાજુનો 9,461 ચોકિમી.નો વિસ્તાર આવરી લે છે. તે સ્પષ્ટપણે ત્રણ કુદરતી પ્રદેશોમાં વહેંચાયેલો છે : (i) વાયવ્ય તરફનો ઊંચાણવાળો, અસમતળ ભૂમિ ધરાવતો બારિંદ વિસ્તાર; (ii) દક્ષિણ તરફનો પદ્મા નદીનો ખીણપ્રદેશ; (iii) જિલ્લાની મુખ્ય જળપરિવાહ…

વધુ વાંચો >

રાજસમંદ

રાજસમંદ : રાજસ્થાન રાજ્યનો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 25° 16´ ઉ. અ. અને 74° 00´ પૂ. રે.ની આજુબાજુનો 4,867 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. આ જિલ્લો રાજ્યના દક્ષિણ ભાગમાં મેવાડના પ્રદેશમાં આવેલો છે. તેની ઉત્તરે અજમેર અને પાલી, પૂર્વમાં ભીલવાડા અને ચિતોડગઢ,…

વધુ વાંચો >

રાજસ્થાનનો વાગડ પ્રદેશ

રાજસ્થાનનો વાગડ પ્રદેશ : પશ્ચિમ-મધ્ય રાજસ્થાનમાં આવેલો રણ સમો શુષ્ક પ્રદેશ. ‘વાગડ’ શબ્દ ‘સ્ટેપ’ (steppe) પ્રદેશનો અર્થ સૂચવે છે. તેનો કુલ વિસ્તાર 1,42,000 ચોકિમી. જેટલો છે. આ પ્રદેશ પાલી, સિકાર, ઝુનઝુનુ અને ગંગાનગર જિલ્લાઓના પશ્ચિમ ભાગો તથા બાડમેર, જોધપુર, નાગૌર અને ચુરુ જિલ્લાઓના પૂર્વ તરફના ભાગોને આવરી લે છે. પ્રાચીન…

વધુ વાંચો >

રાજાજી (જિલ્લો)

રાજાજી (જિલ્લો) : તમિળનાડુ રાજ્યનો જિલ્લો. ભૌગોલિક સ્થાન : 11° 14´ ઉ. અ. અને 78° 10´ પૂ. રે.ની આજુબાજુનો 3429 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે સેલમ જિલ્લો, પૂર્વમાં સેલમ જિલ્લો તથા પેરામ્બુર થિરુવલ્લુવર અને પેરુમ્બિડુગુ મુથરાયર જિલ્લા, અગ્નિ તરફ તિરુચિરાપલ્લી, દક્ષિણે દીરન ચિન્નામલાઈ જિલ્લો તથા પશ્ચિમે પેરિયાર…

વધુ વાંચો >

રાજૌરી

રાજૌરી : જમ્મુ-કાશ્મીર રાજ્યનો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે આશરે 32° 58´થી 33° 35´ ઉ. અ. અને 74° 0´થી 74° 40´ પૂ. રે. વચ્ચેનો 2,630 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે પુંચ, પૂર્વમાં ઉધમપુર, દક્ષિણે જમ્મુ જિલ્લાઓ તથા પશ્ચિમે ભારત-પાકિસ્તાન વચ્ચેની અંકુશરેખા…

વધુ વાંચો >