ખગોળ

માધવ

માધવ (1340થી 1425 દરમિયાન) : કેરળના જાણીતા ગણિતી અને ખગોળશાસ્ત્રી. કેરળના બ્રાહ્મણોની એમ્પ્રાણ તરીકે ઓળખાતી પેટાજ્ઞાતિમાં જન્મેલા માધવ સંગમગ્રામના વતની હતા. તેમના ગામનું નામ ઇલન્નીપલ્લી હતું. તેમના ગાણિતિક પ્રદાન અંગે પ્રો. સી. ટી. રાજગોપાલે સંશોધનકાર્ય કરેલું છે. હિંદુ ખગોળશાસ્ત્રની કેરળ વિચારધારા અનુસાર રચાયેલા ઇતિહાસમાંથી તેમના પ્રદાન અંગેની કેટલીક વિગતો જાણવા…

વધુ વાંચો >

માર્ગી ગતિ

માર્ગી ગતિ (Prograde Motion) : પશ્ચિમથી પૂર્વ તરફની પદાર્થની ગતિ. તે સૌરમંડળમાં સામાન્ય ગતિ છે. આવી ગતિને ‘સીધી ગતિ’ (direct motion) પણ કહેવાય છે. તેનાથી વિરુદ્ધ દિશાની ગતિ, એટલે કે પૂર્વથી પશ્ચિમ દિશા તરફની ગતિને ‘પ્રતિ-માર્ગી ગતિ’ (retrograde motion) કહેવાય છે. પરંતપ પાઠક

વધુ વાંચો >

મિથુન રાશિ

મિથુન રાશિ : બાર રાશિમાં ત્રીજા ક્રમની રાશિ. મિથુન રાશિનો આકાર સ્ત્રી-પુરુષનાં જોડાં જેવો સ્પષ્ટ દેખાય છે. દરેક આકાર ત્રણ તારાઓનો બનેલો હોય છે. ઉપરનો મોટો તારો હોવાથી તેને માથું, વચલા તારાને કમરનો ભાગ અને નીચેના તારાને પગનો ભાગ ગણી મનુષ્યાકૃતિનાં બે સ્વરૂપો સ્પષ્ટ કલ્પી શકાય છે. આ આકૃતિને સ્ત્રીપુરુષના…

વધુ વાંચો >

મિશેલ, મારિયા

મિશેલ, મારિયા (જ. 1 ઑગસ્ટ 1818, નાનટુકેટ આઇલૅન્ડ, મૅસેચૂસેટ્સ, યુ. એસ.; અ. 28 જૂન 1889, લીન, મૅસેચૂસેટ્સ) : અમેરિકાની પહેલી મહિલા ખગોળશાસ્ત્રી. તેના પિતાનું નામ વિલિયમ મિશેલ અને માતાનું નામ લિડિયા કોલમૅન હતું. મિશેલ દંપતીનાં દસ સંતાનો પૈકીનું મારિયા ત્રીજું સંતાન હતી. તેના પિતા ક્વેકર (quaker) નામે ધાર્મિક સંપ્રદાયના અનુયાયી…

વધુ વાંચો >

મીનાસ્ય

મીનાસ્ય : દક્ષિણ ગોળાર્ધનો એક તેજસ્વી તારો. પશ્ચિમના દેશોમાં તે Fomalhaut તરીકે ઓળખાય છે. 1.17 તેજાંકનો આ તારો, આકાશના તેજસ્વી તારાઓમાં 18મા ક્રમે આવે છે. જેને ‘યામમત્સ્ય’ એટલે કે ‘દક્ષિણની માછલી’ કહેવામાં આવે છે. ‘Piscis Austrinus’ નામના તારામંડળનો આ પ્રમુખ તારો હોઈ, ખગોળવિજ્ઞાનીઓ એને α Piscis Austrinus નામે ઓળખે છે.…

વધુ વાંચો >

મુક્ત પતન

મુક્ત પતન (ખગોળવિજ્ઞાન) : બાહ્ય બળની ગેરહાજરીમાં પદાર્થનું પતન. ભૌતિકવિજ્ઞાનમાં ‘મુક્ત પતન’ શબ્દ બે અલગ અલગ સંદર્ભમાં પ્રચલિત છે. એક તો આઇન્સ્ટાઇનના વિસ્તૃત સાપેક્ષવાદ(general relativity)ના સંદર્ભમાં અને બીજો તારાના સર્જનના પ્રાથમિક તબક્કામાં સર્જાતી એક ઘટનાની સમયાવધિના સંદર્ભમાં (free fall time scale). સાપેક્ષવાદના સંદર્ભમાં મુક્ત પતન : વિશિષ્ટ સાપેક્ષવાદ(special relativity)નો સિદ્ધાંત…

વધુ વાંચો >

મુખ્ય શ્રેણી, તારકોની

મુખ્ય શ્રેણી, તારકોની (Main Sequence) : હર્ટ્ઝસ્પ્રંગ-રસેલ આકૃતિ ઉપર ઉચ્ચ તાપમાન અને તેજસ્વિતાથી શરૂ થઈ નિમ્ન તાપમાન આગળ સમાપ્ત થતો તારાઓનો વિકર્ણી પટ્ટો. તારાકીય (steller) તાપમાન (અથવા રંગો) અને નિરપેક્ષ માત્રા(અથવા તેજસ્વિતા)નો સંબંધ દર્શાવતી આકૃતિને હર્ટ્ઝસ્પ્રંગ-રસેલ આકૃતિ કહે છે. તારાઓના વાતાવરણના ઉપરના સ્તરો દ્વારા ઉત્સર્જિત થતી ઊર્જા આપણે દ્રવ્યપ્રકાશ સ્વરૂપે…

વધુ વાંચો >

મુબિયસ, ઑગુસ્ત ફર્ડિનાન્ડ

મુબિયસ, ઑગુસ્ત ફર્ડિનાન્ડ (જ. 17 નવેમ્બર 1790, શૂલફોર્ટા સૅક્સની; અ. 26 સપ્ટેમ્બર 1868, લાઇપઝિગ) : જર્મન ગણિતી અને સૈદ્ધાંતિક ખગોળવેત્તા. વૈશ્લેષિક ભૂમિતિ અને સંસ્થિતિવિદ્યા પરના કામ માટે તેઓ જાણીતા છે. સંસ્થિતિવિદ્યામાંયે ખાસ કરીને એક પૃષ્ઠવાળી સપાટી ‘મુબિયસ પટ્ટી’ના સંશોધન માટે તેઓ જાણીતા છે. 1815માં મુબિયસ લાઇપઝિગ યુનિવર્સિટીમાં ખગોળશાસ્ત્રના પ્રાધ્યાપક થયા…

વધુ વાંચો >

મુરિડેન, જેમ્સ

મુરિડેન, જેમ્સ : ખગોળવિજ્ઞાનના જાણીતા લેખક અને પ્રયોગશીલ, અવૈતનિક (ઍમેચ્યોર) ખગોળશાસ્ત્રી. જેમ્સ મુરિડેન ટેલિસ્કૉપનિર્માણમાં ઘણા કુશળ છે. ખગોળની બધી જ ઘટનાઓનું નિરીક્ષણ કરવાનો તેમને બહોળો અનુભવ છે. પોતાના અનુભવોના નિચોડરૂપ ઘણાં પુસ્તકો તેમણે લખ્યાં છે, જેમાંથી કેટલાંક તો આ ક્ષેત્રે પ્રમાણભૂત ગણાય છે. ખગોળ ઉપરનાં તેમનાં મહત્વનાં પુસ્તકોમાં 1963માં પ્રસિદ્ધ…

વધુ વાંચો >

મુલાર્ડ રેડિયો-એસ્ટ્રૉનોમી ઑબ્ઝર્વેટરી (MRAO), ઇંગ્લૅન્ડ

મુલાર્ડ રેડિયો-એસ્ટ્રૉનોમી ઑબ્ઝર્વેટરી (MRAO), ઇંગ્લૅન્ડ : કેમ્બ્રિજ યુનિવર્સિટી સંચાલિત રેડિયો-ખગોળ વેધશાળા. ઇંગ્લૅન્ડમાં કેમ્બ્રિજથી નૈર્ઋત્યે 8 કિમી.ના અંતરે લૉર્ડ્ઝ બ્રિજ ખાતે તે આવેલી છે. 1957માં તે કામ કરતી થઈ. તેની સ્થાપના બ્રિટનના રેડિયો-ખગોળશાસ્ત્રી સર માર્ટિન રાઇલ(1918–1984)ના પ્રયત્નોથી થઈ હતી. તેના પ્રથમ નિયામક તરીકે તેમણે 1957થી 1982 સુધી કામગીરી સંભાળી. બીજા વિશ્વયુદ્ધ…

વધુ વાંચો >