કે. ટી. મહેતા

ઑપ્ટોફોન

ઑપ્ટોફોન : અંધ વ્યક્તિ માટે, પુસ્તકો અથવા સમાચારપત્ર જેવી સામાન્ય છાપકામવાળી માહિતી અંગેની જાણકારી ધ્વનિ દ્વારા મેળવવાની સુવિધાવાળું સાધન. છાપકામની હારમાળા પરથી આ સાધનને પસાર કરતાં, ભિન્ન ભિન્ન અક્ષરોને અનુરૂપ ચોક્કસ પ્રકારની સંગીતમય સૂરાવલીની રચના (જેના એકમને સંગીતમય પ્રધાનસૂર કહે છે.) ટેલિફોનના રિસીવરમાં ઉત્પન્ન થાય છે. આમ ર્દષ્ટિ અનુભૂતિનું શ્રવણ…

વધુ વાંચો >

કૉમ્પ્ટન અસર

કૉમ્પ્ટન અસર : એક્સ-કિરણો અથવા ગૅમા કિરણોની તરંગલંબાઈમાં નિમ્ન પરમાણુક્રમનાં તત્વો (અથવા ઇલેક્ટ્રૉન) વડે થતા પ્રકીર્ણનને લીધે થતો વધારો. આ ઘટનાનું સૌપ્રથમ અવલોકન અને વિશ્લેષણ કૉમ્પ્ટન નામના વિજ્ઞાનીએ 1923માં કર્યું હતું અને તેથી તેને કૉમ્પ્ટન અસર કહેવામાં આવે છે. તરંગલંબાઈમાં ફેરફાર (Δ λ), ઍંગસ્ટ્રૉમ એકમમાં Δ λ = 0.0485 Sin2…

વધુ વાંચો >

ક્રાઉન કાચ

ક્રાઉન કાચ : એક પ્રકારનો પ્રકાશીય કાચ. પ્રકાશીય કાચને, ક્રાઉન અને ફિલન્ટ એમ બે વિભાગમાં વિભાજિત કરવામાં આવેલા છે. આવું વર્ગીકરણ વક્રીભવનાંક અને વિભાજનનાં મૂલ્યો ઉપરથી કરવામાં આવતું હોય છે. પ્રકાશીય ઉપકરણોમાં ક્રાઉન કાચનો વિશેષ ઉપયોગ થાય છે. સામાન્ય સોડા કાચની માફક તે કાચ ગરમીથી સહેલાઈથી પીગળતો નથી. ક્રાઉન કાચનો…

વધુ વાંચો >

ક્રાંતિક કોણ

ક્રાંતિક કોણ (critical angle) : પૂર્ણ આંતરિક પરાવર્તનની ઘટના સાથે સંકળાયેલી એક મહત્વની ભૌતિક રાશિ. પ્રકાશનું કિરણ પ્રકાશના ઘટ્ટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં પ્રસરી રહ્યું હોય ત્યારે ઘટ્ટ માધ્યમમાંના કિરણની એક ચોક્કસ દિશા માટે, પાતળા માધ્યમમાં બહાર આવી રહેલું કિરણ, બે માધ્યમને છૂટાં પાડતી સપાટી(surface of separation)ને સમાંતરે બહાર આવતું હોય…

વધુ વાંચો >

ક્રાંતિક બિંદુ

ક્રાંતિક બિંદુ (critical point) : કોઈ વાયુ માટે ચોક્કસ તાપમાને સમતાપી આલેખ પર જે બિંદુએ પ્રવાહી અને વાયુ સ્વરૂપના ગુણધર્મો સમાન હોય અને બંને સ્વરૂપ સહઅસ્તિત્વ ધરાવે તે બિંદુ. એટલે ક્રાંતિક બિંદુએ વાયુનું કદ, ઘનતા અને દબાણમાં ફેરફાર અનુભવ્યા સિવાય તેનું પ્રવાહીમાં રૂપાંતર થતું હોય છે. તે બિંદુએ પ્રવાહી અને…

વધુ વાંચો >