કિરીટ પંડ્યા

કુષ્ઠ (આયુર્વેદ)

કુષ્ઠ (આયુર્વેદ) : શરીરની ત્વચા અને ત્વચાસ્થિત ધાતુઓનો નાશ કરનાર રોગ. આયુર્વેદમાં ચામડીના વિકારોને કૃષ્ઠ કહ્યા છે. कुष्णाति वपुः इति कुष्ठम् પાશ્ચાત્ય વૈદ્યકમાં dermatoses કે disease of the skin તરીકે તેને ઓળખાવે છે. પ્રકારો : કુષ્ઠરોગના મુખ્યત્વે બે પ્રકાર છે : મહાકુષ્ઠ અને ક્ષુદ્ર-કુષ્ઠ. મહાકુષ્ઠના 7 પ્રકાર છે અને ક્ષુદ્રકુષ્ઠના…

વધુ વાંચો >

ક્ષુદ્રરોગ

ક્ષુદ્રરોગ : કેટલાક રોગસમૂહના વર્ણન માટે પસંદ થયેલ નામ. તેની વિવિધ વ્યાખ્યાઓ મૌલિક તથા વિશિષ્ટ અર્થ ધરાવે છે. અમરકોશમાં આ શબ્દ ક્રૂર, નાનું તથા નીચ એ ત્રણ અર્થમાં પ્રયોજાયો છે. વિવિધ શાસ્ત્રકારોએ ‘ક્ષુદ્રરોગ’ના અર્થ માટે જુદો અભિપ્રાય દર્શાવ્યો છે. તેમાંના કેટલાક આ પ્રમાણે છે : (1) જે રોગ થવા માટેનાં…

વધુ વાંચો >

મસૂરિકા

મસૂરિકા : આયુર્વેદમાં નિર્દેશેલો એ નામનો એક રોગ. લગભગ બાળકોમાં એ થાય છે. એ રોગમાં મસૂરની દાળ જેવા દાણા શરીર ઉપર નીકળે છે તેથી તેને ‘મસૂરિકા’ કહે છે. સામાન્ય લોકભાષામાં તેને અછબડા–બળિયાના નામથી ઓળખવામાં આવે છે. ઓળીને ‘રોમાંતિકા’ નામથી આયુર્વેદ ગ્રંથોમાં વર્ણવેલ છે. ઓળી–અછબડા, બળિયા – એ બાળકોમાં દેખા દેતા…

વધુ વાંચો >

રસાયન-ચિકિત્સા

રસાયન-ચિકિત્સા : આયુર્વેદમાંની એક સારવાર-પદ્ધતિ. આયુર્વેદશાસ્ત્રમાં બે પ્રકારની ચિકિત્સા દર્શાવેલ છે : (1) વ્યાધિયુક્ત શરીરમાં એકઠા થયેલા રોગનાં કારણો-દોષોને દૂર કરી, શરીરને નીરોગી બનાવવું તે, દોષ-નિવૃત્તિ; (2) જે માણસ સ્વસ્થ છે, તેના સ્વાસ્થ્યનું રક્ષણ કરવું, જેના દ્વારા ભવિષ્યમાં રોગો થવાની શક્યતા ઓછી જ રહે, તે ચિકિત્સા સ્વાસ્થ્યરક્ષાવૃદ્ધિ. આ બીજા પ્રકારની…

વધુ વાંચો >