ઉષા કાન્હેરે

અનૌરસતા અને અનૌરસ સંતાન

અનૌરસતા અને અનૌરસ સંતાન : લગ્નેતર સંબંધ દ્વારા સ્ત્રી-પુરુષના દેહસંબંધથી જન્મતાં સંતાન. બધા જ સમાજ/સમુદાયોમાં માન્ય ધોરણો કે કાયદા પ્રમાણે પુરુષ અને સ્ત્રી લગ્ન બાદ સંતાનોને જન્મ આપે તે સંતાનો જ ઔરસતા કે કાયદેસરતા ધરાવે છે. પુરુષ-સ્ત્રીનાં આ સિવાયનાં ગેરકાયદેસર મનાતા દેહસંબંધ દ્વારા પેદા થતાં સંતાનને સમાજ માન્યતા અને કાયદેસરતા…

વધુ વાંચો >

આનુવંશિકતા અને જનીનવિદ્યા

આનુવંશિકતા અને જનીનવિદ્યા (Heredity and Genetics) એક પેઢીમાંથી બીજી પેઢીમાં જૈવિક લાક્ષણિકતાઓનું થતું સંચારણ અને તેના અભ્યાસને લગતું વિજ્ઞાન. દરેક પ્રકારનાં સજીવો પ્રજનન દ્વારા પોતાના જેવી પ્રતિકૃતિ સંતતિરૂપે ઉત્પન્ન કરે છે. માતાપિતા (પ્રજનકો, parents) અને સંતતિઓ વચ્ચેના સામ્યની સાથે સાથે તેમનામાં ભેદ પણ જોવા મળે છે. આથી બે વ્યક્તિઓ સંપૂર્ણપણે…

વધુ વાંચો >

કર્વે ઇરાવતી દિનકર

કર્વે, ઇરાવતી દિનકર (જ. 15 ડિસેમ્બર 1905, બ્રહ્મદેશ; અ. 11 ઑગસ્ટ 1970, પુણે) : સુવિખ્યાત માનવશાસ્ત્રજ્ઞ, સમાજશાસ્ત્રજ્ઞ તથા લેખિકા. પિતા બ્રહ્મદેશમાં ઇજનેરના પદ પર સરકારી નોકરીમાં હતા. 1920માં મૅટ્રિકની પરીક્ષા પાસ કરી. 1926માં પુણે ખાતેની ફર્ગ્યુસન કૉલેજમાંથી દર્શનશાસ્ત્ર વિષય સાથે મુંબઈ યુનિવર્સિટીની બી.એ.ની પદવી પ્રાપ્ત કરી. તે પછી સુપ્રસિદ્ધ સમાજશાસ્ત્રી…

વધુ વાંચો >

કર્વે ધોંડો કેશવ

કર્વે, ધોંડો કેશવ (જ. 18 એપ્રિલ 1858, મુરુડ, કોંકણ; અ. 9 નવેમ્બર 1962, પુણે) : આધુનિક ભારતના પ્રથમ હરોળના સમાજસુધારક તથા કેળવણીકાર. તે મહર્ષિ અણ્ણાસાહેબ કર્વેના નામથી લોકવિખ્યાત બન્યા છે. મુરુડ તથા રત્નાગિરિમાં શાળાકીય શિક્ષણ પૂરું કર્યા પછી ઉચ્ચ શિક્ષણ માટે મુંબઈ ગયા. 1891માં બી.એ. થઈ તે જ વર્ષે પુણેની…

વધુ વાંચો >

કુટુંબ

કુટુંબ : લગ્ન, રક્ત સંબંધ કે દત્તક સંબંધ પર આધારિત પરસ્પર હકો અને ફરજો ધરાવતાં સ્ત્રી-પુરુષ-બાળકોનું જૂથ. સમાજમાં કેન્દ્રગત સ્થાન ધરાવતી, બધા જ સમાજોમાં દૃષ્ટિગોચર થતી સાર્વત્રિક છતાં અનેકવિધ સ્વરૂપે જોવા મળતી આ સામાજિક સંસ્થા છે. વ્યક્તિ કુટુંબના પ્રવેશદ્વાર દ્વારા જ સમાજમાં પ્રવેશે છે. મોટાભાગની વ્યક્તિઓનાં કુટુંબ તરફની વફાદારી ને…

વધુ વાંચો >