ઉર્દૂ સાહિત્ય
હમીદી હબીબુલ્લાહ કાશ્મીરી
હમીદી, હબીબુલ્લાહ કાશ્મીરી (જ. 29 જાન્યુઆરી 1932, બહોરી કદલ, શ્રીનગર, જમ્મુ અને કાશ્મીર) : ઉર્દૂ અને કાશ્મીરી વાર્તાકાર, નવલકથાકાર તથા વિવેચક. તેમને તેમની પુરસ્કૃત કૃતિ ‘યથ મિઆની જોએ’ બદલ 2005ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી ઍવૉર્ડ આપવામાં આવ્યો છે. તેમણે ફારસીમાં બી.એ. ઑનર્સ અને અંગ્રેજી તથા ઉર્દૂમાં એમ.એ.ની ડિગ્રી પ્રાપ્ત કરી…
વધુ વાંચો >હાફિજ શીરાની મહારદખાન
હાફિજ શીરાની મહારદખાન (જ. 5 ઑક્ટોબર 1880, ટોંક, રાજસ્થાન; અ. ફેબ્રુઆરી 1946, ટોંક) : ઉર્દૂ ભાષા-સાહિત્યના લેખક, સંશોધક અને પુરાતત્વવિદ. તેઓ પ્રાથમિક શિક્ષણ અને અરબી ભાષાની જાણકારી મેળવ્યા બાદ ઉચ્ચ અભ્યાસાર્થે લાહોર આવ્યા. ઓરિયેન્ટલ કૉલેજમાં વિદ્વાન મુફતી અબ્દુલ્લાહ ટોંકીના માર્ગદર્શન હેઠળ તેઓ મુનશી, મુનશીઆલિમ અને મુનશીફાઝિલની પરીક્ષાઓમાં ઉત્તીર્ણ થયા. એન્ટ્રન્સ…
વધુ વાંચો >હાફિઝ ઔર ઇકબાલ (1976)
હાફિઝ ઔર ઇકબાલ (1976) : ઉર્દૂના વિદ્વાન. વિવેચક યૂસુફ હુસેન ખાન(જ. 1942)નો અભ્યાસગ્રંથ. ખ્વાજા હાફિઝ શિરાલી તથા મોહમદ ઇકબાલ ફારસી ભાષાના મહાન શાયરો છે. એ બંનેની કાવ્ય-વિશેષતાઓના સામ્ય-વૈષમ્યની રસપ્રદ ચર્ચા અને છણાવટ તુલનાત્મક પદ્ધતિએ આ પુસ્તકમાં કરવામાં આવી છે. હાફિઝની શાયરી-શૈલીની ઇકબાલની શાયરી-રચનાઓ પર જે પ્રભાવ પડ્યો છે તેનું તેમણે…
વધુ વાંચો >હુસૈન સૈયદ આબિદ
હુસૈન, સૈયદ આબિદ (જ. 1896, ભોપાલ; અ. 13 ડિસેમ્બર 1978) : ઉર્દૂ સાહિત્યકાર. તેમના પિતાનું નામ હમિદ હુસૈન અને માતાનું નામ સુલતાન બેગમ હતું. તેઓ સાલિહા સાથે લગ્નગ્રંથિથી જોડાયા હતા. તેમણે ભોપાલમાં પ્રાથમિક શિક્ષણ મેળવ્યું પછી 1920માં અલ્લાહાબાદ યુનિવર્સિટીમાંથી બી.એ. થયા અને 1925માં ઑક્સફર્ડ અને બર્લિનમાંથી એમ.એ. અને પીએચ.ડી.ની ડિગ્રી…
વધુ વાંચો >