ઉમા દેશપાંડે

ગુણ (કાવ્યમાં)

ગુણ (કાવ્યમાં) : ગદ્યાત્મક કે પદ્યાત્મક દૃશ્ય-શ્રવ્ય કાવ્યમાં ઉચિત શબ્દ, અર્થ અને પરિસ્થિતિજન્ય વિવિધ પ્રકારની રમણીયતા. ગુણો વડે કાવ્યમાં શૈલી અથવા રીતિનું નિર્માણ થાય છે. ભરતમુનિ પૂર્વે ગુણો અને શૈલીની રૂપરેખા તૈયાર થયેલી હશે. તેમનો સ્પષ્ટ સ્વીકાર ભરતથી થયો. ભરતમુનિએ (ઈ. સ. 300) પોતાના નાટ્યશાસ્ત્રમાં શ્લેષ, પ્રસાદ, સમતા, સમાધિ, માધુર્ય,…

વધુ વાંચો >

ચંપૂ

ચંપૂ : ગદ્ય-પદ્યાત્મક મિશ્ર કાવ્યનો એક પ્રકાર. ‘ચમ્પૂ’ અને ‘ચંપુ’ બંને સ્ત્રીલિંગી શબ્દો આ કાવ્યસ્વરૂપ માટે પ્રયોજાય છે. चमत् + कृ + पू ધાતુ ઉપરથી થતી વ્યુત્પત્તિ અનુસાર ચમત્કૃતિ તેનું પ્રધાન તત્વ છે. ગત્યર્થક चप् ધાતુ ઉપરથી ગતિને તેની વિશેષતા માનવામાં આવે છે. શ્રી નંદકિશોર શર્માએ આપેલી આ બંને વ્યુત્પત્તિઓને…

વધુ વાંચો >

ચૈતન્યચંદ્રોદય (1572)

ચૈતન્યચંદ્રોદય (1572) : પરમાનંદદાસ સેન કવિ કર્ણપૂરની નાટ્યરચના. ઓરિસાના રાજા ગજપતિ પ્રતાપરુદ્રની આજ્ઞાથી રચેલા નાટકમાં નવદ્વીપ અને જગન્નાથપુરીમાં વિહરતા ચૈતન્ય મહાપ્રભુનું જીવન વર્ણવ્યું છે. આ નાટકમાં મૈત્રી, ભક્તિ, અધર્મ, વિરાગ જેવાં અમૂર્ત પાત્રો ઉપરાંત ગંગા, નારદ, રાધા, કૃષ્ણ જેવાં પૌરાણિક પાત્રો પણ જોવા મળે છે. સમગ્ર રીતે જોતાં નાટકમાં ઉપદેશતત્વ…

વધુ વાંચો >

નવસાહસાંકચરિત

નવસાહસાંકચરિત (1000 આસપાસ) : પરમાર વંશના રાજા સિંધુરાજ વિશે લખાયેલું સંસ્કૃત મહાકાવ્ય. મૃગાંકદત્તના પુત્ર પદ્મગુપ્ત કે પરિમલ નામના કવિએ સિંધુરાજના ઐતિહાસિક પાત્ર વિશે આ મહાકાવ્ય રચ્યું છે. 18 સર્ગના બનેલા આ મહાકાવ્યમાં રાજા સિંધુરાજ નાગકન્યા શશિપ્રભા સાથે પરાક્રમ અને સાહસ બતાવી પરણ્યો તેનું કલ્પનાથી વર્ણન કર્યું છે. આ મહાકાવ્યમાં નાયક…

વધુ વાંચો >

યુધિષ્ઠિર મીમાંસક

યુધિષ્ઠિર મીમાંસક (જ. 22 સપ્ટેમ્બર 1909, વિરકચ્યાવાસ, રાજસ્થાન; અ. ?) : સંસ્કૃત ભાષાના વીસમી સદીના આર્યસમાજી વિદ્વાન. આધુનિક યુગના પ્રસિદ્ધ વૈયાકરણ તથા વૈદિક સંહિતાઓ અને વેદાંગોના જ્ઞાતા. વેદ, વ્યાકરણ, મીમાંસા, ન્યાયશાસ્ત્ર, નિરુક્ત ઇત્યાદિ વિષયોનો તેમણે તલસ્પર્શી અભ્યાસ કર્યો અને અનેક સંશોધનપૂર્ણ લેખો લખ્યા. ‘वेदवाणी’ નામની માસિક પત્રિકાના તેઓ સંપાદક હતા…

વધુ વાંચો >

રઘુવંશ

રઘુવંશ : સંસ્કૃત ભાષાનાં પાંચ શ્રેષ્ઠ મહાકાવ્યોમાંનું એક મહાકાવ્ય. કવિકુલગુરુ કાલિદાસે તે રચેલું છે. એમાં 19 સર્ગ છે અને લગભગ 30 રાજાઓનું વર્ણન છે. અત્યંત પરાક્રમી અને દાનવીર એવા રઘુરાજાના વંશના રાજાઓનું વર્ણન હોવાથી આ કાવ્યને ‘રઘુવંશ’ નામ આપવામાં આવ્યું છે. મહાદેવ અને પાર્વતીની વંદનાથી કાવ્યનો પ્રારંભ થાય છે. (1)…

વધુ વાંચો >

રત્નાકર

રત્નાકર : સંસ્કૃત ભાષાના કાશ્મીરી મહાકવિ. ‘બાલબૃહસ્પતિ’ ઉપાધિ ધારણ કરનાર કાશ્મીરાધિપતિ મિપ્પટ જયાપીડ(800)ના આ સભાપંડિત અત્યંત પ્રતિભાશાળી કવિ હતા. તેઓ અમૃતભાનુના પુત્ર હતા. એમણે લખેલા ‘હરવિજય’ મહાકાવ્યમાં 50 સર્ગો સાથે 4,351 પદ્યરત્નો સમાયેલાં છે. તે મહાકાવ્ય નિર્ણયસાગર પ્રેસે મુંબઈથી પ્રસિદ્ધ કરેલું છે. કવિની અન્ય બે રચનાઓનાં નામ છે – ‘वक्रोक्ति-पञ्चाशिका’…

વધુ વાંચો >