ઉદ્યોગ વ્યાપાર અને વ્યવસ્થાપન
ભાગીદારી પેઢી
ભાગીદારી પેઢી : ધંધો ચલાવીને તેમાંથી મળતા નફાની વહેંચણી કરવા માટે સહમત થયેલી વ્યક્તિઓનો સમૂહ. ભારતીય ભાગીદારી અધિનિયમ 1932 અનુસાર પુખ્ત ઉંમરની વ્યક્તિઓ કરાર કરીને પેઢી(firm)ની સ્થાપના કરી શકે છે. આવી વ્યક્તિઓ એકત્રિત થઈને અથવા તેમનામાંથી એક કે વધારે વ્યક્તિઓ પેઢી વતી ધંધો ચલાવી શકે છે. તે બધી વ્યક્તિઓ ભાગીદાર…
વધુ વાંચો >ભાડાખરીદ પ્રથા
ભાડાખરીદ પ્રથા : મોંઘી વસ્તુ ખરીદવા માટે ઇચ્છુક ગ્રાહક શરૂઆતમાં આંશિક કિંમત ચૂકવીને અને નિશ્ચિત રકમના હપતા ભરીને તે વસ્તુનો માલિક થાય તેવો વસ્તુના ઉત્પાદક અને ગ્રાહક વચ્ચેનો કરાર. જ્યારે ચીજ-વસ્તુની કિંમત ખૂબ ઊંચી હોય, તે મોજશોખની હોય, તે ચીજવસ્તુ નહિ ખરીદવાથી સંભવિત ગ્રાહકોના પ્રવર્તમાન જીવનમાં કોઈ ફેરફાર થતો ન…
વધુ વાંચો >ભાડા-ખરીદી
ભાડા-ખરીદી : માલ ખરીદ કરવાના વિકલ્પ સહિતનો નિક્ષેપનો કરાર. ભાડા-ખરીદીના કરારોને ભાડા-વેચાણના કરારો પણ કહે છે. ભાડા-વેચાણનો કરાર એ એક એવી સમજૂતી છે કે જે હેઠળ અમુક વસ્તુ કે માલને ભાડે આપવામાં આવે છે અને તે કરાર હેઠળ ભાડે રાખનાર(hirer)ને એની શરતો પ્રમાણે એ વસ્તુ ખરીદવાનો વિકલ્પ પ્રાપ્ત થાય છે.…
વધુ વાંચો >ભાડું
ભાડું : ઉત્પાદનના સાધનને તેની પુરવઠાકિંમત કરતાં જે વધારે કમાણી થાય તે. વ્યક્તિ પોતાની જરૂરિયાતની બધી વસ્તુઓ ખરીદી શકતી નથી. કેટલીક વસ્તુઓની વપરાશ થોડાક સમય માટે કરવાની હોય છે; તો કેટલીક વસ્તુઓ ખૂબ મોંઘી હોય છે ત્યારે તે ભાડે લે છે; દા.ત., સાઇકલ, મકાન વગેરે. આવી વસ્તુ ભાડે આપનાર વ્યક્તિ…
વધુ વાંચો >ભારતીય માનક તંત્ર
ભારતીય માનક તંત્ર (Bureau of Indian Standards) : ખાદ્ય પદાર્થોથી માંડીને ઇલેક્ટ્રૉનિક્સ સુધીની ભારતમાં ઉત્પન્ન થતી પેદાશોને પ્રમાણીકરણનું (પ્રમાણ)પત્ર આપતી સરકારમાન્ય સંસ્થા. 1947માં સોસાયટિઝ અધિનિયમ હેઠળ સ્થપાયેલી ભારતીય માનક સંસ્થા(Indian Standards Institution)ને 1952ના ધારા હેઠળ પ્રમાણીકરણ અને તેને આનુષંગિક કાર્યો સોંપાયેલાં. ત્યારબાદ 1986માં ભારતની સંસદે પસાર કરેલા ધારા અન્વયે તેનું…
વધુ વાંચો >ભારતીય રાષ્ટ્રીય ટ્રેડ યુનિયન કૉંગ્રેસ
ભારતીય રાષ્ટ્રીય ટ્રેડ યુનિયન કૉંગ્રેસ : જુઓ ઇન્ટુક
વધુ વાંચો >ભાવ-નિર્ધારણ
ભાવ-નિર્ધારણ : ઉત્પાદનની વેચાણકિંમત નક્કી કરવા માટે વિવિધ પરિબળોને લક્ષમાં રાખીને ઉત્પાદકે લીધેલો નિર્ણય. ભાવ-નિર્ધારણ વેચાણવ્યવસ્થાનો એક મહત્વનું પાસું છે. કોઈ પણ વસ્તુના ભાવ કેટલા રાખવા તે ઉત્પાદક પરિપક્વ વિચારણાને આધારે નક્કી કરે છે. ઉત્પાદક એકમ અમુક ઉદ્દેશોને ધ્યાનમાં રાખી ભાવનિર્ધારણ કરે છે : (1) રોકાયેલ મૂડી પર વાજબી વળતર…
વધુ વાંચો >મજમુદાર, બલ્લુભાઈ કૃષ્ણલાલ
મજમુદાર, બલ્લુભાઈ કૃષ્ણલાલ (બી.કે.) (જ. 1902, મહુવા, જિ. સૂરત; અ. 21 મે 1981, અમદાવાદ) : સ્વાતંત્ર્યસેનાની, પીઢ સમાજવાદી, ચિંતક અને બાહોશ વહીવટકર્તા. પિતાનું નામ કૃષ્ણલાલ અને માતાનું નામ ડાહીબહેન. બી. કે.ના હુલામણા નામથી ઓળખાતા બલ્લુભાઈનાં માતાપિતાનું 1906માં અવસાન થતાં એમણે ફોઈને ત્યાં સૂરતમાં બાળપણ વિતાવ્યું. સૂરતમાં માધ્યમિક શિક્ષણ પૂરું કરી,…
વધુ વાંચો >મઝૂમદાર-શૉ, કિરણ
મઝૂમદાર-શૉ, કિરણ (જ. 23 માર્ચ, 1953, બૅંગાલુરુ) : પ્રથમ પેઢીનાં ભારતીય મહિલાઉદ્યોગસાહસિક, ભારતમાં ટોચના ધનિકોમાં 91મું સ્થાન ધરાવતા, બાયૉકોન લિમિટેડ અને બાયૉકોન બાયૉલૉજિક્સ લિમિટેડનાં સ્થાપક. દેશવિદેશમાં ‘બાયૉટેક મૅગ્નેટ’ તરીકે પ્રસિદ્ધ કિરણ મઝૂમદાર-શૉએ વિજ્ઞાન અને રસાયણશાસ્ત્રની પ્રગતિમાં ઉત્કૃષ્ટ પ્રદાન કર્યું છે. દેશની કોઈ પણ આઇઆઇએમ સંસ્થાના બોર્ડનાં ચૅરપર્સન બનેલ પ્રથમ મહિલા.…
વધુ વાંચો >મની ઍટ કૉલ
મની ઍટ કૉલ : માંગવામાં આવે ત્યારે તરત જ પાછું મેળવી શકાય તેવું ધિરાણ. જ્યારે કોઈ એક બૅંકને તેનું રોકડ અનામત પ્રમાણ (cash reserve ratio) જાળવવા માટે અથવા બીજા કોઈ કારણસર તરત નાણાંની જરૂર પડે ત્યારે તે બૅંક બીજી બૅંક પાસેથી તુરત જ ભરપાઈ કરી આપવાની શરતે ઉછીનાં નાણાં લે…
વધુ વાંચો >