ઇતિહાસ – ભારત

મુધોળકર, રઘુનાથ, રાવબહાદુર

મુધોળકર, રઘુનાથ, રાવબહાદુર (જ. 16 મે 1857, ધૂળે, ખાનદેશ; અ. 13 જાન્યુઆરી 1921, અમરાવતી, વિદર્ભ) : મવાળ રાજકીય વિચારસરણી ધરાવતા દેશનેતા, કૉંગ્રેસના પ્રમુખ; વિદર્ભના ઔદ્યોગિક વિકાસના અગ્રેસર. રઘુનાથ નરસિંહ મુધોળકરનો જન્મ પ્રતિષ્ઠિત મધ્યમવર્ગના પરિવારમાં થયો હતો. તેમના પિતાશ્રી ધૂળેની જિલ્લા અદાલતમાં દફતરદાર (record-keeper) હતા. રઘુનાથે ધૂળેમાં 1873માં મૅટ્રિકની પરીક્ષા પાસ…

વધુ વાંચો >

મુન્તખબુત્ તવારીખ

મુન્તખબુત્ તવારીખ : (1) અકબર(1556–1605)ના સમકાલીન પ્રસિદ્ધ ઇતિહાસકાર અબ્દુલ કાદિર બદાયૂની(અ. ઈ. સ. 1596)લિખિત ત્રણ ગ્રંથોમાં મુસ્લિમ શાસકોનો ઇતિહાસ. તેના પ્રથમ ગ્રંથમાં ગઝનવી વંશથી શરૂ કરીને બાબર અને હુમાયૂંનો ઇતિહાસ છે. બીજા ગ્રંથમાં અકબરના રાજ્યઅમલનો 1594 સુધીનો ઇતિહાસ છે. તેમાં અકબરનાં ધાર્મિક અને વહીવટી પગલાં તથા તેના વર્તન બાબતે સ્પષ્ટ…

વધુ વાંચો >

મુર્શિદાબાદ (જિલ્લો)

મુર્શિદાબાદ (જિલ્લો) : પશ્ચિમ બંગાળ રાજ્યનો મધ્ય પૂર્વમાં આવેલો જિલ્લો. ભૌગોલિક સ્થાન : તે 23° 43´થી 24° 50´ ઉ. અ. અને 87° 49´થી 88° 46´ પૂ. રે. વચ્ચેનો 5,324 ચોકિમી.નો વિસ્તાર આવરી લે છે. ઉત્તર તરફ તે ગંગા નદી દ્વારા માલ્દા જિલ્લાથી અલગ પડે છે. પૂર્વમાં બાંગ્લાદેશનો રાજશાહી જિલ્લો આવેલો…

વધુ વાંચો >

મુલતાન

મુલતાન :પાકિસ્તાનના પશ્ચિમ પંજાબના નૈર્ઋત્ય ભાગમાં આવેલા જિલ્લાનું શહેર. તે ધર્મગુરુઓના શહેર તરીકે પણ ઓળખાય છે. ભૌગોલિક સ્થાન : 30 11´ ઉ. અ. અને 71 28´ પૂ. રે. તે ચિનાબ (ચંદ્રભાગા) નદીને કાંઠે સ્થિત છે. આ શહેરનો વિસ્તાર 560 ચો. કિમી. જ્યારે તેની મહત્તમ ઊંચાઈ 153 મીટર છે. પાકિસ્તાનનાં મોટાં…

વધુ વાંચો >

મુલ્લા, અબ્દુન નબી શેખ

મુલ્લા, અબ્દુન નબી શેખ : મુઘલ શહેનશાહ હુમાયૂં અને અકબરના શરૂઆતના સમયના આગેવાન ઇસ્લામી પંડિત (ઉલેમા). તે રૂઢિચુસ્ત વિચારો ધરાવતા હતા તથા ધર્મની બાબતમાં અસહિષ્ણુ હતા. કાયદાના સંરક્ષક તરીકે સામાજિક તથા ધાર્મિક બાબતોમાં તેમનો અભિપ્રાય આખરી માનવામાં આવતો હતો. અકબરે વિદ્યાભ્યાસ કર્યો નહોતો; તેથી તેના રાજ્યઅમલનાં શરૂઆતનાં વરસોમાં તેણે તેમનું…

વધુ વાંચો >

મુલ્લા, અબ્દુલ હકીમ સિયાલકુટી

મુલ્લા, અબ્દુલ હકીમ સિયાલકુટી (જ. ?; અ. 1656) : મુઘલ શહેનશાહ શાહજહાનના સમયના અરબી સાહિત્યના વિદ્વાન. તેમની વિદ્વત્તા માટે સમ્રાટને ઘણો સારો અભિપ્રાય હતો. તેમણે અલબૈદાવીના ગ્રંથો તથા અલ્લામ તફ્તઝાનીના ગ્રંથ ‘અકાઇડ’ વિશે વિવેચનાત્મક ગ્રંથો લખ્યા છે. ઇસ્લામ ધર્મનાં શાસ્ત્રોના ભાષ્યકાર તરીકે તેમની પ્રતિષ્ઠા ઊંચી હતી. તેઓ ભારત તથા વિદેશોમાં…

વધુ વાંચો >

મુસાફિર ગુરુમુખસિંહ (જ્ઞાની)

મુસાફિર ગુરુમુખસિંહ (જ્ઞાની) (જ. 15 જાન્યુઆરી 1899, અધવાલ જિ. કૅમ્પબેલપુર, હાલ પાકિસ્તાન; અ. જાન્યુઆરી 1976) : કવિ, સ્વાતંત્ર્ય-સેનાની, અકાલ તખ્તના જથેદાર અને પંજાબના મુખ્યપ્રધાન. શાળાના શિક્ષક તરીકેની તાલીમ લઈને 19 વર્ષની વયે શિક્ષક તરીકે જોડાયા. શિક્ષક તરીકેની માત્ર ચાર વર્ષની કારકિર્દીમાં લોકોએ તેમને ‘જ્ઞાની’ તરીકે નવાજ્યા હતા. જલિયાંવાલા બાગના હત્યાકાંડની…

વધુ વાંચો >

મુસ્લિમ લીગ

મુસ્લિમ લીગ : પાકિસ્તાનની રચના માટે ભારતમાં સ્થપાયેલ મુસ્લિમોની રાજકીય સંસ્થા. ભારતીય રાષ્ટ્રીયતા જેમ અંગ્રેજ શાસનની તેમ ભારતમાં વ્યાપેલ સાંપ્રદાયિકતા પણ અંગ્રેજ શાસકોની દેન છે. 1871 પછી અંગ્રેજ શાસકોની નીતિમાં પરિવર્તન આવ્યું હતું અને ઍંગ્લો-મુસ્લિમ સહયોગનો આરંભ થયો. જોકે સર સૈયદ અહમદ જેવા મુસ્લિમ સુધારકો હિંદુ-મુસ્લિમ એકતાના હિમાયતી હતા. 1857ના…

વધુ વાંચો >

મુંજ (રાજ્યકાળ 974–995)

મુંજ (રાજ્યકાળ 974–995) : માળવાના પરમાર વંશનો સૌથી શક્તિશાળી શાસક, શ્રેષ્ઠ સેનાપતિ અને વિદ્વાનોનો આશ્રયદાતા. તેણે કલચુરિના ચેદિ રાજા યુવરાજ બીજાને તથા મેવાડના ગોહિલોને હરાવી તેમનાં પાટનગરોમાં લૂંટ ચલાવી. માળવાના વાયવ્ય ખૂણે સ્થિત હૂણમંડળ પર રાજ્ય કરતા હૂણોને હરાવ્યા. તેણે નડૂલ(જોધપુર રાજ્યમાં)ના ચાહમાનો ઉપર ચડાઈ કરી તેમના આબુ પર્વત તથા…

વધુ વાંચો >

મુંજે, બાળકૃષ્ણ શિવરામ

મુંજે, બાળકૃષ્ણ શિવરામ (જ. 12 ડિસેમ્બર 1872, બિલાસપુર, મધ્યપ્રદેશ; અ. 3 માર્ચ 1948, નાગપુર) : ભારતની સ્વાતંત્ર્ય-ચળવળના એક અગ્રણી નેતા. હિંદુ મહાસભાના અધ્યક્ષ તથા ભોંસલે મિલિટરી સ્કૂલના સ્થાપક. પિતા મહેસૂલ ખાતામાં નોકરી કરતા. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ બિલાસપુર ખાતે. નાગપુરની હિસ્લાપ કૉલેજમાંથી ઇન્ટરની પરીક્ષા પાસ કર્યા પછી 1898માં મુંબઈની ગ્રાન્ટ…

વધુ વાંચો >