ઇતિહાસ – ગુજરાત

સોજિત્રા

સોજિત્રા : આણંદ જિલ્લામાં આવેલું ગામ. ભૌગોલિક સ્થાન : તે 22° 32´ ઉ. અ. અને 72° 53´ પૂ. રે. પર તાલુકામથક પેટલાદથી 11 કિમી. દૂર આવેલું છે. સોજિત્રા ચરોતરના સમતળ, ફળદ્રૂપ પ્રદેશમાં આવેલું છે. તેની આજુબાજુની જમીન ગોરાડુ છે. આબોહવા વિષમ છે. ઉનાળા અને શિયાળાનાં સરેરાશ મહત્તમ અને લઘુતમ દૈનિક…

વધુ વાંચો >

સોડ્ઢલ

સોડ્ઢલ : સોલંકી કાલ દરમિયાન 11મી સદીમાં લાટ દેશના કાયસ્થ કવિ. તેમણે લખેલ ‘ઉદયસુંદરીકથા’ના આરંભમાં પોતાના કુલના ઉત્પત્તિસ્થાન વલભીનગરને સકલ ભુવનના ભૂષણરૂપ, ‘વલભી’ એવા પ્રસિદ્ધ નામથી રમ્ય અને અસીમ ગુણ ધરાવનાર રાજધાની તરીકે વર્ણવ્યું છે. કવિ સોડઢલે ‘ઉદયસુંદરીકથા’માં વલભીપતિ શીલાદિત્ય અને ઉત્તરાપથસ્વામી ધર્મપાલ વચ્ચે થયેલા યુદ્ધનો વૃત્તાંત વર્ણવ્યો છે. લાટરાજ…

વધુ વાંચો >

સોનગઢ (ભાવનગર)

સોનગઢ (ભાવનગર) : ભાવનગર જિલ્લાના શિહોર તાલુકામાં ઉતાવળી નદીને કાંઠે આવેલું નગર. ભૌગોલિક સ્થાન : 21° 35´ ઉ. અ. અને  72° 00´ પૂ. રે.. તે ભાવનગરથી 21 કિમી., પાલિતાણાથી 24 કિમી., વલભીપુરથી 24 કિમી., તાલુકામથક શિહોરથી 5 કિમી. તથા લાઠીથી 64 કિમી. દૂર આવેલું છે. આ નગરનું મૂળ નામ સોનપુરી…

વધુ વાંચો >

સોમદેવસૂરિ

સોમદેવસૂરિ : ઈસવી સનની પંદરમી સદીમાં થઈ ગયેલ જૈન આચાર્ય. તેઓ શ્વેતામ્બર સંપ્રદાયના તપાગચ્છના આચાર્ય રત્નશેખરસૂરિના શિષ્ય હતા. આચાર્ય રત્નશેખરસૂરિએ સોમદેવસૂરિને રાણકપુરમાં આચાર્યપદ આપ્યું હતું. સોમદેવસૂરિ ઉત્તમ કવિ ઉપરાંત પ્રખર વાદી પણ હતા. એમની કાવ્યકળાથી મેવાડપતિ રાણો કુંભ આકર્ષિત થયો હતો. પાવાપુર–ચંપકનેરનો રાજા જયસિંહ અને જૂનાગઢનો રા’ મંડલિક 3જો (ઈ.…

વધુ વાંચો >

સોમનાથ

સોમનાથ : જૂનાગઢ જિલ્લાના વેરાવળ તાલુકામાં આવેલું પ્રાચીન નગર. ભૌગોલિક સ્થાન : તે 20° 53´ ઉ. અ. અને 70° 24´ પૂ. રે. પર વેરાવળથી માત્ર આઠ કિમી. દૂર અરબી સમુદ્રને કાંઠે સૌરાષ્ટ્રના દક્ષિણ ભાગમાં આવેલું છે. ભારતનાં બાર જ્યોતિર્લિંગ પૈકીનું પ્રથમ ક્રમે આવતું જ્યોતિર્લિંગ સોમનાથ ખાતે આવેલું હોવાથી હિન્દુઓનું પ્રખ્યાત…

વધુ વાંચો >

સોમશર્મા (1)

સોમશર્મા (1) : ગુજરાતના સોલંકી વંશના રાજા ભીમદેવ 1લા(ઈ. સ. 1022થી 1064)ના પુરોહિત. તેઓ સોમ અથવા સોમેશ્વર તરીકે પણ જાણીતા હતા. તેમના કુલમાં સોમેશ્વરદેવ સુપ્રસિદ્ધ સાહિત્યકાર થઈ ગયા. તેમણે ‘સુરથોત્સવ’ મહાકાવ્યના છેલ્લા સર્ગમાં પોતાના પૂર્વજોનો વૃત્તાંત આપ્યો છે. તે મુજબ વડનગરના વસિષ્ઠ ગોત્રના ગુલેચા કુલમાં સોલશર્મા નામે ઋગ્વેદી બ્રાહ્મણ થયો.…

વધુ વાંચો >

સોમશર્મા (2)

સોમશર્મા (2) : પુરાણો મુજબ રુદ્ર-શિવનો 27મો અવતાર. પ્રભાસ-પાટણના ઈ. સ. 1169ના એક લેખ મુજબ સોમે પ્રભાસમાં સોમનાથનું સોનાનું મંદિર બંધાવ્યું હતું. શિવની આજ્ઞાથી ત્યાં પોતાની પદ્ધતિના સંપ્રદાયની પરંપરા સ્થાપી તથા તે સ્થાન પાશુપતોને અર્પણ કર્યું. પૌરાણિક ઉલ્લેખો પણ કહે છે કે શિવે પોતે પ્રભાસમાં સોમશર્મા રૂપે આવી આ મંદિર…

વધુ વાંચો >

સોમસિદ્ધાંત

સોમસિદ્ધાંત : પ્રભાસપાટણમાં સોમશર્માએ પુનર્જીવિત કરેલી શૈવધર્મની એક શાખા. પુરાણોમાં સોમશર્મા રુદ્ર–શિવના સત્તાવીસમા અને લકુલીશ અઠ્ઠાવીસમા અવતાર તરીકે ઉલ્લેખાયા છે. કાલગણનાની દૃષ્ટિએ લકુલીશ(લગુડીશ)ના પિતામહ સોમશર્મા અને સોમસિદ્ધાંતના પ્રસારક સોમેશ્વર એક હોવાની સંભાવના છે. કુમારપાળના વલભી(સં. 850 : ઈ. સ. 1169)ના પ્રભાસપાટણના, ભીમદેવ બીજાના વેરાવળના અને વિષ્ણુગુપ્તના ચંદ્રેશ્વર(નેપાળ)ના શિલાલેખોમાં આ સંપ્રદાયનો…

વધુ વાંચો >

સોલશર્મા પુરોહિત

સોલશર્મા પુરોહિત : ગુર્જરેશ્વર મૂલરાજ(ઈ. સ. 942થી 997)નો પુરોહિત. તે વડનગરના વસિષ્ઠ ગોત્રના ગુલેચા કુળમાં જન્મેલ ઋગ્વેદી બ્રાહ્મણ હતો. તે પંડિતરત્ન ગણાતો હતો. તે મૂલરાજ 1લાનો રાજપુરોહિત બન્યા પછી ખૂબ પ્રસિદ્ધ થયો હતો. એના વંશજો સોલંકી રાજાઓના રાજપુરોહિત થયા હતા. સોલનો પુત્ર ભલ્લશર્મા ચામુંડરાજનો રાજપુરોહિત હતો. એનો પુત્ર મુંજ દુર્લભરાજનો…

વધુ વાંચો >

સોલંકી યુગ

સોલંકી યુગ ગુજરાતમાં સોલંકી (ચૌલુક્ય) વંશના રાજાઓનો સમય. ઈ. સ. 942માં મૂળરાજ 1લાએ સોલંકી વંશ સ્થાપ્યો અને કર્ણદેવ 2જાના સમયમાં આશરે ઈ. સ. 1299માં તેનો અંત આવ્યો. રાજ્યતંત્ર : સોલંકી વંશના સિદ્ધરાજ જયસિંહ, કુમારપાળ વગેરે પ્રતાપી રાજાઓના સમયમાં ગુજરાત રાજ્યનો નોંધપાત્ર વિકાસ થયો હતો. આબુ અને ચંદ્રાવતી તથા માળવા અને…

વધુ વાંચો >