ઇતિહાસ – ગુજરાત

ગ્રાહરિપુ

ગ્રાહરિપુ (શાસનકાલ લગભગ 940–982) : સોરઠના ચૂડાસમા વંશનો ચોથો રાજા, વિશ્વ-વરાહનો પુત્ર અને તેનો ઉત્તરાધિકારી. કહે છે કે ગ્રાહરિપુએ કચ્છના રાજા લાખા ફુલાણીના કબજામાં રહેલું મધ્ય સૌરાષ્ટ્રમાંનું આટકોટ જીતી લેવા યત્ન કરેલો ને ત્યારે એ બે રાજાઓ વચ્ચે સંઘર્ષ થયેલો; પરંતુ ઉત્તર ગુજરાતના સોલંકી રાજા મૂલરાજના આક્રમક વલણ સામે તેઓએ…

વધુ વાંચો >

ઘરાય

ઘરાય : મૈત્રકકાલીન વહીવટી વડું મથક. વલભીના મૈત્રક રાજા ધરસેન બીજા(લગભગ ઈ. સ. 570–595)ના નામના એક બનાવટી દાનશાસન(શક વર્ષ 400)નું બીજું પતરું મળ્યું છે, જે ખરેખર અનુ-મૈત્રક(ઈ. સ. 788–942) કાલના આરંભિક ભાગ દરમિયાન રાષ્ટ્રકૂટ દાનશાસનોના આધારે ઉપજાવાયું લાગે છે. એમાં ઘરાય વિષયનો ઉલ્લેખ આવે છે. આ વિષય(જિલ્લા)નું વડું મથક ઘરાય…

વધુ વાંચો >

ઘૂમલી

ઘૂમલી : જામનગર જિલ્લાના ભાણવડ તાલુકામાં બરડા ડુંગરની તળેટીમાં આવેલી પ્રાચીન નગરી. પશ્ચિમ સૌરાષ્ટ્રમાં આવેલ સૈંધવ રાજ્યની રાજધાની ભૂતાંબિલિકા કે ભૂતાંબિલી હતી. આગળ જતાં એને ભૂભૃત્યલ્લી કે ભૂમિલિકા કે ભૂમલિકા કહી છે, જે હાલની ઘૂમલી છે. ઘૂમલીનો સૈંધવ વંશ લગભગ 735થી 920 સુધી સત્તા ધરાવતો હતો. એ પછી ત્યાં જેઠવા…

વધુ વાંચો >

ઘોરી, અમીનખાન

ઘોરી, અમીનખાન : તાતારખાન ઘોરીનો પુત્ર તથા સોરઠ પ્રાંતનો સૂબો. ઈ. સ. 1561માં મુહમદશાહ 3જાને ગુજરાતની ગાદીએ બેસાડી તેને માત્ર નામનો બાદશાહ બનાવી એતેમાદખાન તથા બીજા મુખ્ય અમીરોએ રાજ્યની અંદરોઅંદર વહેંચણી કરી તેમાં જૂનાગઢ સહિત સોરઠ પ્રાંત તાતારખાન ઘોરીના લગભગ સ્વતંત્ર કબજામાં આવ્યો. પિતાના મૃત્યુ પછી અમીનખાન સોરઠ પ્રાંતનો સર્વોપરી…

વધુ વાંચો >

ચક્રપાલિત

ચક્રપાલિત (ઈ. સ. 455માં હયાત) : સૌરાષ્ટ્રના પાટનગર ગિરિનગર-(જૂનાગઢ)નો રક્ષક. મગધના ગુપ્ત સમ્રાટ કુમારગુપ્ત પહેલા(ઈ. સ. 415–455)એ સૌરાષ્ટ્ર પર સત્તા પ્રસારી હતી. એના ઉત્તરાધિકારી સ્કંદગુપ્તે સૌરાષ્ટ્રના ગોપ્તા તરીકે પર્ણદત્તની નિમણૂક કરી ને પર્ણદત્તે ગિરિનગરની રક્ષા માટે પોતાના ગુણી પુત્ર ચક્રપાલિતને નિયુક્ત કર્યો. ગુ. સં. 136(ઈ. સ. 455)ની વર્ષાઋતુમાં અતિવૃષ્ટિ થતાં…

વધુ વાંચો >

ચંડપ

ચંડપ : સોલંકી સમયના ગુજરાતના ઇતિહાસમાં પ્રાપ્ત થતા ‘ચંડપ’ નામના બે ઉલ્લેખો : (1) વાગડના પરમાર શાખાના રાજા ચંડપ અને (2) સોલંકી રાજવીઓના મંત્રી ચંડપ. (1) વાગડના પરમાર શાખાના રાજા ચંડપ : રાષ્ટ્રકૂટોના પ્રતિનિધિ નિમાયેલા ઉપેન્દ્ર કૃષ્ણરાજના બીજા પુત્ર ડંબરસિંહથી પરમાર વંશની બીજી શાખા ડુંગરપુર વાંસવાડાના ભીલ પ્રદેશ ‘વાગડ’માં ચાલી.…

વધુ વાંચો >

ચાવડા રાજ્યો (કચ્છ)

ચાવડા રાજ્યો (કચ્છ) : આનુશ્રુતિક વૃત્તાંતો અનુસાર ઈ.સ.ની નવમી દશમી સદી દરમિયાન કચ્છના પશ્ચિમ ભાગમાં થયેલાં ચાવડા કુળનાં કેટલાંક રાજ્યો. પાટગઢ(તા. લખપત)માં વીરમ ચાવડો (ઈ.સ.ની નવમી સદીનો પૂર્વાર્ધ) રાજ્ય કરતો હતો. વીરમ ચાવડો ગૂંતરી(તા. નખત્રાણા)ના સાંધ રાજ્યનો ખંડિયો હતો. એણે પોતાની પુત્રી બુદ્ધિ સિંધના સમા રાજા લાખિયાર ભડના પુત્ર લાખા…

વધુ વાંચો >

ચાવડા વંશ

ચાવડા વંશ : ઈ.સ. 756થી 942 સુધીમાં થયેલો મનાતો વનરાજ ચાવડાનો રાજવંશ; પરંતુ એને લગતો સહુથી પ્રાચીન ઉલ્લેખ કુમારપાળના વડનગર શિલાલેખ(ઈ.સ. 1151)માં મળે છે, જેમાં એ વંશ માટે ‘ચાપોત્કટ’ શબ્દ પ્રયોજાયો છે. ‘મોહરાજ પરાજય’ (ઈ.સ. 1174–76)માં ‘ચામુક્કડ’(સં. ચાપોત્કટ)નો ઉલ્લેખ છે. ‘સુકૃતસંકીર્તન’ તથા ‘સુકૃતકીર્તિકલ્લોલિની’માં પણ ‘ચાપોત્કટ’ શબ્દ મળે છે. સત્તરમા–અઢારમા શતકની…

વધુ વાંચો >

ચાવડો, અનંત સેન (દસમી સદી)

ચાવડો, અનંત સેન (દસમી સદી) : સૌરાષ્ટ્રની દક્ષિણે જાફરાબાદ પાસે આવેલા (આશરે 5 કિમી. ઘેરાવાવાળા, એકસોથી વધુ મીઠા પાણીના કૂવાવાળા) શિયાલબેટનો રાજવી. એણે છત્રીસ કુળના રાજવીઓને પકડી પોતાના બેટમાં કેદ કરેલા કહેવાય છે. તેમનામાં યાદવકુળનો કોઈ રાજવી નહોતો. વંથળી(જૂનાગઢ)નો સમા યાદવકુળનો રાજવી રા’કવાત એની નજરમાં હતો. આ બલિષ્ઠ રાજવીને પકડવાના…

વધુ વાંચો >

ચૂડાસમા વંશ

ચૂડાસમા વંશ : ઈ. સ. 875 લગભગ સિંધના સમા વંશનો ચંદ્રચૂડ સોરઠ વંથળી આવી તેના મામાની ગાદીએ બેઠો. તેના વંશજો ચૂડાસમા થયા. તેના પુત્ર મૂળરાજે રાજ્યનો વિસ્તાર વધાર્યો, તેનો પુત્ર વિશ્વવરાહ હતો. તેના પરાક્રમી પુત્ર રાહઘર કે ઘારીઓ જેને જૈન લેખો ગ્રહરિપુ કહે છે તેણે સૌરાષ્ટ્રનો ઘણો ભાગ જીતી લીધો.…

વધુ વાંચો >