આયુર્વેદ

અર્બુદ

અર્બુદ (આયુર્વેદ) : કૅન્સર તથા અન્ય ગાંઠોનો રોગ. ‘અર્બુદ’ શબ્દના ત્રણ અર્થો છે. આ ત્રણ અર્થોનું સંયુક્ત સ્વરૂપ એટલે અર્બુદ એમ એક રીતે કહી શકાય. એક અર્થ : अर्ब हिंसायाम् यत् उदेति इति अर्बुदम्. જે રોગ મારી નાખવા માટે જ (malignant) થાય તે અર્બુદ. બીજો અર્થ છે અબજ; સો કરોડ.…

વધુ વાંચો >

અર્શ (આયુર્વેદ)

અર્શ (આયુર્વેદ) : ગુદાની વલીઓમાં ઉત્પન્ન થતા માંસાંકુરોને લીધે થતો કષ્ટદાયક રોગ. ગુદમાર્ગનો અવરોધ થતાં અપાનવાયુ અને મળપ્રવૃત્તિની રુકાવટ થાય છે, જે પ્રતિલોમ પામીને વ્યાનવાયુ સાથે ભળી જઈ તે વ્યક્તિનો જઠરાગ્નિ મંદ કરી નાખે છે. મંદાગ્નિ થતાં તેમાંથી આમની વૃદ્ધિ થાય છે અને આહાર રસ દ્વારા ધાતુઓને સમ્યક્ પોષણ મળતું…

વધુ વાંચો >

અવિપત્તિકર ચૂર્ણ

અવિપત્તિકર ચૂર્ણ : આયુર્વેદિક ઔષધિ. સૂંઠ, મરી, લીંડીપીપર, હરડે, બહેડાં, આંબળાં, નાગરમોથ, બીડલવણ, વાવડિંગ, ઇલાયચી અને તમાલપત્ર – દરેક એક એક ભાગ, લવિંગ અગિયાર ભાગ, નસોતર ચુંમાળીસ ભાગ અને સાકર છાસઠ ભાગ લઈ બધાંનું વસ્ત્રગાળ ચૂર્ણ કરી લેવામાં આવે છે. આ ચૂર્ણ ત્રણથી છ ગ્રામ જેટલું ઠંડા પાણી સાથે દિવસમાં…

વધુ વાંચો >

અશેળિયો

અશેળિયો : દ્વિદળી વર્ગની એક વનસ્પતિ સં. आहलिव, आहालिम्ब, अशालिक, चन्द्रशुरा; હિં. हालीम, यनसुर. શાસ્ત્રીય નામ Lepidium sattvum L. તેનું કુળ Cruciferae. તેનું નવું નામ Brassicaceae છે. કોબીજ-ફ્લાવર, મૂળો-મોગરા, સળગમ વગેરે તેનાં સહસભ્યો. કોમળ, 25-3૦ સેમી. ઊંચા, એકવર્ષાયુ, ઊભા નાના છોડ, રુવાંટી વગરનાં, પક્ષવત્ વિદર (pinnatipartite) નીચેનાં પર્ણો અર્ધખંડિત, પર્ણદંડવાળાં,…

વધુ વાંચો >

અશોક

અશોક : દ્વિદળી વર્ગના ફેબેસી કુળમાં આવેલા ઉપકુળ સિઝાલ્પિની ઑઇડીની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Saraca indica L. (સં. अशोक, गतशोक; હિં. अशोका; અં. અશોક ટ્રી) છે. કાયમ લીલુંછમ રહેતું, 5-7 મી. ઊંચું, ઘેરી ઘઉંવર્ણી છાલવાળું વૃક્ષ. 15-3૦ સેમી. લાંબાં, સંયુક્તરતાશ પડતાં પર્ણ. સામસામી, નીચે નમી પડતી (ઢળતી), 4-6 જોડવાળી…

વધુ વાંચો >

અશોકારિષ્ટ

અશોકારિષ્ટ : આયુર્વેદિક ઔષધિ. અશોકની છાલનો ક્વાથ બનાવી, ગાળી તેમાં ગોળ, ધાવડીનાં ફૂલ, શાહજીરું, નાગરમોથ, સૂંઠ, દારૂહળદર, ઉત્પલ (કમળ), હરડે, બહેડાં, આંબળાં, કેરીની ગોટલી, સફેદ જીરું. અરડૂસીનાં પાન તથા ચંદનનું ચૂર્ણ મેળવી 1 મહિના સુધી માટીના વાસણમાં બંધ કરી અરિષ્ટ તૈયાર કરવામાં આવે છે. 2થી 4 તોલા માત્રામાં પાણી સાથે…

વધુ વાંચો >

અશ્વગંધા

અશ્વગંધા : દ્વિદળી આવેલા સોલેનેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Withania somifera Dunal. છે. ભોંયરીંગણી, ધતૂરો, તમાકુ અને રાતરાણી તેનાં સહસભ્યો છે. સં. अश्वगंधा;  હિં.  असगंध. તારાકાર નાની રુંવાટીવાળો બારમાસી અનુક્ષુપ (undershrub). પીલુડી કે કોમળ આકડા જેવાં પાન. પીળાં-લીલાં પંચાવયવી પુષ્પો. દલપુંજ સાથે જોડાયેલાં પુંકેસર. બીજાશય બે. પ્રારંભમાં લીલું…

વધુ વાંચો >

અશ્વગંધારિષ્ટ

અશ્વગંધારિષ્ટ : આયુર્વેદિક ઔષધ. મુખ્યત્વે અશ્વગંધા અને તેની સાથે મૂસળી, મજીઠ, હરડે, હળદર, દારૂહળદર, જેઠીમધ, રાસ્ના, વિદારીકંદ, અર્જુન, નાગરમોથ, નસોતર, અનંતમૂળ, શ્યામા, શ્વેતચંદન, રતાંજળી, વજ અને ચિત્રકમૂળના કવાથમાં મધ તથા ધાવડીનાં ફૂલ, સૂંઠ, મરી, પીપર, તજ, તમાલપત્ર, ઇલાયચી, પ્રિયંગુ તથા નાગકેશરનું ચૂર્ણ મેળવી એક મહિના સુધી માટીના વાસણમાં બંધ કરી…

વધુ વાંચો >

અષ્ઠીલા

અષ્ઠીલા : પ્રૉસ્ટેટાઇટિસ. પ્રૉસ્ટેટ ગ્રંથિનો સોજો. પ્રાય: 6૦થી 7૦ વર્ષની ઉંમરના માત્ર પુરુષોને જ થતો મૂત્રગતિસંબંધી રોગ. પુરુષોની મૂત્રેન્દ્રિયના મૂળમાં, પેડુ(બસ્તિ)ના પોલાણમાં મૂત્રાશયની કોથળીની અંદર, મૂત્રનળીની શરૂઆત આગળ, મૂત્રનળીને વીંટળાઈને ‘અષ્ઠીલા’ (પૌરુષ)ગ્રંથિ એક ગાંઠ સમાન રહે છે. આ ગ્રંથિ માત્ર પુરુષોને જ હોય છે. તે ગ્રંથિની મધ્યમાં થઈ મૂત્રનળી પસાર…

વધુ વાંચો >

અંકોલ

અંકોલ : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલા ઍલેન્જિયેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Alangium Salviflolium (Linn F. Wang. syn. A. lamarckii Thw. (સં. अंकोल, अंकोल्लक, अंकोट; હિં. अंकोला. મ. અંકોલ; બં. આંકડ, આંકોર, આંકોડ; ગુ. અંકોલ.) છે ભારતમાં તેની બે જાતિઓ (species) થાય છે. સદાહરિત નાનાં ૩-0 મી. ઊંચાં, મોટાં,…

વધુ વાંચો >