અશોકભાઈ પટેલ

ઊંટ

ઊંટ : ‘રણના વહાણ’ તરીકે જાણીતું પ્રાણી. સસ્તન; શ્રેણી : સમખુરીય (artiodactyla); કુળ : કૅમૅલિડે; પ્રજાતિ અને જાતિ : Camelus dromodarius (ભારતનું સામાન્ય વતની). ઊંટ રેતી ઉપર ચાલવા માટે અનુકૂળ પહોળા પગ, જરૂર પડ્યે બંધ થઈ જાય એવાં નાસિકાછિદ્રો અને અંતર્ગઠિત પાંપણ ધરાવે છે. આમ તો ઊંટની બે જાતો હોય…

વધુ વાંચો >

ડુક્કર

ડુક્કર (pig/swine) : સમખુરી (artiodactyla) શ્રેણીનું બિન-વાગોળનાર સુસ પ્રજાતિનું સસ્તન પ્રાણી. ભારતના પાલતુ ડુક્કરનું શાસ્ત્રીય નામ : sus cristatus. જંગલી ડુક્કર (શાસ્ત્રીય નામ Sus scrota) તેના એક વખતના પૂર્વજો હતા. ડુક્કર વરાહ કે ભુંડ તરીકે પણ જાણીતું  છે. શૂકર અથવા સૂવર (hog) તેનાં અન્ય નામો છે. અંગ્રેજીમાં નર, માદા અને…

વધુ વાંચો >

થેબિત

થેબિત : ટેલિસ્કોપ વડે ચંદ્રને નિહાળતાં જોવા મળતો એક ગર્ત (crater). ચંદ્રની સપાટી ઉપર ‘મેર નુબિયમ’ નામનો સમતલ વિસ્તાર આવેલો છે. તેની જમણી તરફ ‘સીધી દીવાલ’ (Straight Wall) તરીકે ઓળખાતી વિખ્યાત રચના આવેલી છે. આ દીવાલની જમણી તરફ ચંદ્રની નૈર્ઋત્યે થેબિત આવેલો છે. તેનું ચોક્કસ સ્થાન 22° દક્ષિણ અને 4°…

વધુ વાંચો >

થેલ્સ

થેલ્સ : ચંદ્રના ઊબડ-ખાબડ વિસ્તારમાં આવેલા કેટલાક ગર્ત પૈકીનો એક. ચંદ્ર પર ઘેરા રંગના દેખાતા, પ્રમાણમાં સમથળ જણાતા અને મેર-ફ્રીગોનીસ વિસ્તારની જમણી તરફ ચંદ્રના ઈશાન વિસ્તારમાં થેલ્સ આવેલો છે. ડેમોક્રિટસ, સ્ટ્રેબો અને ટ્રોમેન જેવા ગર્તની બાજુમાં આવેલા ‘થેલ્સ’ કે ‘લા રૂ’ નામના ગર્તની બાજુમાં તે આવેલો છે. તેનું સ્થાન ઈશાન…

વધુ વાંચો >

દિવસ

દિવસ : સૂર્યને અનુલક્ષીને પૃથ્વીની અક્ષીય ગતિને આધારે નક્કી કરવામાં આવતો સમયગાળો. ખગોળવિજ્ઞાન વિકસ્યું, એ પહેલાના સમયમાં દિવસ એટલે સૂર્યોદયથી સૂર્યાસ્ત વચ્ચેનો સમયગાળો હતો. પરંતુ હવે દિવસની એ વ્યાખ્યા બદલાઈ ગઈ છે. હવે દિવસને પૃથ્વીના પોતાની ધરી ઉપરના પરિભ્રમણ સાથે સાંકળી લેવામાં આવ્યો છે. દિવસ એટલે ઉજાસ એવો અર્થ હવે…

વધુ વાંચો >

ધનુ–અ

ધનુ–અ (Sagittarius–A) : રેડિયો-તરંગો છોડતો અસામાન્ય સ્રોત. ધનુ તારકમંડળમાં આ વિસ્તારના ર્દષ્ટિ-નિરીક્ષણ(optical observation)માં અવરોધ કરતાં વાયુ અને ધૂળનાં સઘન વાદળ પાછળ 10,000 પારસેક એટલે કે 30,000 પ્રકાશવર્ષ(light-year)ના અંતરે એ રેડિયો-તરંગો છોડતો અસામાન્ય સ્રોત આવેલો છે. રેડિયો-તરંગો વડે એ વિસ્તારના લેવાયેલા નકશા મૂંઝવણભર્યું ચિત્ર રજૂ કરે છે. ત્યાં 1.6 પારસેકના કદનું…

વધુ વાંચો >

નક્ષત્ર અને રાશિ

નક્ષત્ર અને રાશિ : ક્રાંતિવૃત્તનો અથવા રવિમાર્ગનો અનુક્રમે સત્તાવીશમો અને બારમો ભાગ. પૃથ્વીને મધ્યેથી બે ભાગે વહેંચતી કાલ્પનિક રેખા એટલે કે 0 અક્ષાંશને વિષુવવૃત્ત કહે છે. પૂર્વમાં ઊગેલો સૂર્ય પશ્ચિમમાં આથમે અને વિષુવવૃત્ત પરથી પસાર થતો લાગે, પરંતુ વાસ્તવમાં સૂર્યનો આ માર્ગ વિષુવવૃત્તથી થોડો અલગ પડે છે. આકાશી ફલક પર…

વધુ વાંચો >

નરાશ્વ – અ (Centaurus – A)

નરાશ્વ – અ (Centaurus – A) : નરાશ્વ તારકમંડળમાં આવેલી આકાશગંગા. તેના જય-વિજય તારાની નજીકથી, જેમ આપણી આકાશગંગા, મંદાકિની (milky way) પસાર થાય છે, તેમ NGC 5128 (New Generation Catalogue) એટલે કે નરાશ્વ  અ (Centaurus – A) નામની એક આકાશગંગા, એ તારકમંડળમાં જ આવેલી છે. 170 લાખ પ્રકાશવર્ષ દૂર આવેલી…

વધુ વાંચો >

નરાશ્વ તારકમંડળ (Centaurus)

નરાશ્વ તારકમંડળ (Centaurus) : રાત્રિ આકાશમાં નર અને અશ્વના સંયોજનરૂપ દેખાતી તારાકૃતિ. આ તારકમંડળનું અનોખું મહત્ત્વ છે. કેમ કે સૂર્યને બાદ કરતાં પૃથ્વીથી સૌથી નજીકનો તારો તેમાં આવેલો છે. આ તારકમંડળમાં પહેલા વર્ગના બે, બીજા વર્ગના બે અને ત્રીજા-ચોથા વર્ગના અનેક તારાઓ છે. ભારતીય પુરાણકથા મુજબ ઋષિઓને પણ રજા વિના…

વધુ વાંચો >

પશુપાલન અને ભારતીય ગ્રામસંસ્કૃતિ

પશુપાલન અને ભારતીય ગ્રામસંસ્કૃતિ ભારતની કૃષિપ્રધાન ગ્રામસંસ્કૃતિને પોષક એવી પશુઓનાં પાલન અને સંવર્ધનની પ્રવૃત્તિ. વનસ્પતિના આહારથી પ્રાણીઓનું પોષણ કરીને તેમના દ્વારા પોષણક્ષમ ઉત્પાદન મેળવવાનું શાસ્ત્ર એટલે પશુપાલન. પશુપાલનનો પ્રારંભ જમીન પર ઊગતી વનસ્પતિનો ચરાણ તરીકે પશુઓ દ્વારા ઉપયોગ થયો ત્યારથી થયો. શરૂઆતમાં ચરાણની જમીન વિપુલ હતી, પરંતુ જેમ જેમ વિશ્વમાં…

વધુ વાંચો >