અર્ચના માંકડ

જિબરેલિન

જિબરેલિન : જિબરેલા ફ્યૂજીકોરાઈ નામની ફૂગમાંથી ઉત્પન્ન થતું દ્રવ્ય. આ ફૂગની અસરથી ડાંગરના છોડ રોગી બને છે. સૌપ્રથમ વાર આ રોગ જાપાનમાં જોવામાં આવ્યો. 1890ના દાયકામાં તેને ‘બકાને’ રોગ નામ આપવામાં આવ્યું. રોગનું એક લક્ષણ વનસ્પતિની અનિયમિત લંબવૃદ્ધિ છે. 1926માં સંશોધન દ્વારા ઈ. કૂરોસાવાએ સાબિત કર્યું કે આ રોગ ફૂગ…

વધુ વાંચો >

જૈવ ક્ષમતા

જૈવ ક્ષમતા (biotic potential) : ઇષ્ટતમ પર્યાવરણીય સંજોગોમાં સજીવની મહત્તમ પ્રજનન-ક્ષમતા (capacity). સંજ્ઞા r. આ દર અને ક્ષેત્રીય (field) અથવા પ્રયોગશાળાના પ્રયોગોમાં ખરેખર જે વૃદ્ધિ જોવા મળે છે તે દર વચ્ચેનો તફાવત એ પર્યાવરણીય (environmental) અવરોધને પ્રતિબિંબિત કરે છે. ચૅપમૅન (1928) નામના વૈજ્ઞાનિકે આને બાયૉટિક પોટેન્શિયલ નામ આપ્યું છે. ચૅપમૅન…

વધુ વાંચો >

જૈવ ભૂરાસાયણિક ચક્રો

જૈવ ભૂરાસાયણિક ચક્રો (biogeochemical cycles) : રાસાયણિક તત્વોનું સજીવમાંથી ભૌતિક પર્યાવરણમાં અને પાછું સજીવમાં, ઘણુંખરું ચક્રીય માર્ગો દ્વારા થતું સંચલન (movement). જો આ તત્વો જીવન માટે આવશ્યક હોય તો તેવા ચક્રને ‘પોષક ચક્ર’ (nutrient cycle) કહે છે. આવા તત્વનું સ્વરૂપ (form) અને તેનો જથ્થો (quantity) ચક્રો દરમિયાન બદલાય છે. સામાન્ય…

વધુ વાંચો >

ટ્રાયકોમાઇસેટીસ

ટ્રાયકોમાઇસેટીસ : ફૂગના ઍમેસ્ટીગોમાયકોટિના વિભાગનો એક વર્ગ. આ ફૂગ મુખ્યત્વે જીવતા કીટકો, સહસ્રપાદ અને સ્તરકવચીઓ સાથે સંકળાયેલી હોય છે. જોકે એક જાતિને બાદ કરતાં બધી જ જાતિઓ જલીય યજમાનોના પાચનતંત્રમાં થાય છે. આ ફૂગ સ્થાપનાંગ (hold fast) નામની વિશિષ્ટ રચના દ્વારા કાઇટીનયુક્ત પશ્ચાંત્ર(hind gut)માં ચોંટીને રહે છે. આ ફૂગનું મિસિતંતુ…

વધુ વાંચો >