અમૃત ચૌધરી

નાયક, પન્ના ધીરજલાલ

નાયક, પન્ના ધીરજલાલ (જ. 28 ડિસેમ્બર 1933, મુંબઈ, મહારાષ્ટ્ર રાજ્ય) : અમેરિકામાં વસતાં ગુજરાતી સાહિત્યકાર. મુખ્યત્વે કવયિત્રી. જ્ઞાતિએ દશાદિશાવળ વાણિયા. વતન સૂરત. પિતા ધીરજલાલ અને માતા રતનબહેન. માતાએ ગુજરાતી, સંસ્કૃત અને અન્ય કવિતાઓમાં રસ લેતાં કર્યાં હતાં. પતિનું નામ નિકુલભાઈ. તેમણે 1954માં મુખ્ય વિષય ગુજરાતી સાથે સેંટ ઝેવિયર્સ કૉલેજ, મુંબઈ…

વધુ વાંચો >

પંડ્યા ભાનુપ્રસાદ મૂળશંકર

પંડ્યા, ભાનુપ્રસાદ મૂળશંકર (જ. 24 એપ્રિલ 1932, તોરી, જિ. અમરેલી) : ગુજરાતી સાહિત્યકાર. મુખ્યત્વે કવિ અને વિવેચક. જ્ઞાતિએ ઔદીચ્ય સહસ્ર ઝાલાવાડી બ્રાહ્મણ. વતન અમરેલી જિલ્લાનું તરવડા ગામ. પિતા મૂળશંકર પંડ્યા અને માતા શિવકુંવરબહેન પંડ્યા. પિતા શાળાના શિક્ષક અને આચાર્ય હોવાથી બાળપણથી જ સાહિત્યના સંસ્કાર મળ્યા હતા. શાળાનું શિક્ષણ અમરેલી જિલ્લાના…

વધુ વાંચો >

પાઠક હસમુખ હરિલાલ

પાઠક, હસમુખ હરિલાલ (જ. 12 ફેબ્રુઆરી 1930, પાલિતાણા, જિ. ભાવનગર, અ. 3 જાન્યુઆરી 2006) : ગુજરાતી સાહિત્યકાર. મુખ્યત્વે કવિ તરીકે પ્રસિદ્ધ. જ્ઞાતિએ પ્રશ્નોરા નાગર બ્રાહ્મણ. વતન ભોળાદ (તા. ધોળકા, જિ. અમદાવાદ). પિતા હરિલાલ. માતા દેવગૌરી. શાળા તથા કૉલેજનું શિક્ષણ અમદાવાદમાં. 1947માં મૅટ્રિક. 1954માં ભૌતિકવિજ્ઞાન અને ગણિતના વિષયો સાથે બી.એસસી.. 1955માં…

વધુ વાંચો >

વનાંચલ (1967)

વનાંચલ (1967) : કવિ જયંત પાઠકની સ્મૃતિકથા. બાર પ્રકરણોમાં વિસ્તરેલી આ સ્મૃતિકથામાં પૂર્વ પંચમહાલમાં આવેલા પોતાના વતન અને આસપાસના પ્રદેશના પ્રાકૃતિક, ભૌગોલિક તેમજ સામાજિક-સાંસ્કૃતિક પરિવેશનું આલેખન છે. આ સ્મરણકથામાં લેખક, તેમનો પરિવાર ઉપરાંત મિત્રવર્તુળ તો છે, પરંતુ કથાના કેન્દ્રમાં તેમનું ગામ ગોઠ, તેની નદી, જંગલ-વનરાજિ, ખેતરો અને આદિવાસી લોકસમૂહ અને…

વધુ વાંચો >

વમળનાં વન (1976)

વમળનાં વન (1976) : જગદીશ જોષીનો કાવ્યસંગ્રહ. આ સંગ્રહમાં કુલ 114 કાવ્યો છે; જેમાં સત્તાવન ગીતો છે, આડત્રીસ અછાંદસ રચનાઓ, ચૌદ જેટલી ગઝલો અને પાંચ છંદોબદ્ધ કાવ્યો છે. તળપદ અને આધુનિક નગરજીવન એમ બંને પ્રકારનું ભાવવિશ્વ આ કાવ્યોમાં ઝિલાયું છે. જગદીશ જોષીનાં ગીતોમાં તળપદ ગ્રામપરિવેશ છે, તો આધુનિક ગીતકવિતાનું અનુસંધાન…

વધુ વાંચો >

શયદા

શયદા (જ. 24 ઑક્ટોબર 1892, પીપળી, ધંધૂકા તાલુકો; અ. 31 મે 1962, મુંબઈ) : ગુજરાતી સાહિત્યકાર. મુખ્યત્વે કવિ-ગઝલકાર અને નવલકથાકાર તરીકે પ્રસિદ્ધ. મૂળ નામ હરજી લવજી દામાણી. જ્ઞાતિએ સૌરાષ્ટ્રની ખોજા શિયા ઇસ્ના અશરી. જન્મ એક ગરીબ ખેડૂત કુટુંબમાં. વતન ધોલેરા. પિતા લવજીભાઈ અને માતા સંતોકબહેન. ‘શયદા’એ માત્ર ચાર ધોરણ સુધીનો…

વધુ વાંચો >

શર્મા, ભગવતીકુમાર હરગોવિંદભાઈ

શર્મા, ભગવતીકુમાર હરગોવિંદભાઈ (જ. 31 મે 1934, સૂરત) : ગુજરાતી સાહિત્યકાર. બહુમુખી પ્રતિભાશાળી સર્જક. એમણે નવલકથા, નવલિકા, નિબંધ, કવિતા, વિવેચન, પ્રવાસકથા, આત્મકથા, અનુવાદ તથા પત્રકારત્વક્ષેત્રે મહત્વનું પ્રદાન કર્યું છે. જ્ઞાતિએ શ્રીમાળી બ્રાહ્મણ. વતન અમદાવાદ, પરંતુ પાંચેક પેઢીથી સૂરત મુકામે વસવાટ. માતા વાચનરસિક અને પિતા નાટ્યરસિક હતાં. ભગવતીકુમારમાં બાળપણથી જ તેમનાં…

વધુ વાંચો >