અમિતાભ મડિયા

રૉસો, જિયૉવાની બૅત્તિસ્તા દ જૉકૉપો

રૉસો, જિયૉવાની બૅત્તિસ્તા દ જૉકૉપો (જ. 8 માર્ચ 1495, ફ્લૉરેન્સ; અ. 14 નવેમ્બર 1540, પૅરિસ) : રીતિવાદી શૈલીના ઇટાલિયન ચિત્રકાર. તેમનાં અન્ય નામો છે રૉસો ફિયૉરેન્તિનો અને ઇલ રૉસો. આન્દ્રે દેલ સાર્તોના સ્ટુડિયોમાં રૉસોએ ચિત્રકલાની પ્રારંભિક તાલીમ મેળવી. આ દરમિયાન તેમના સમકાલીન ચિત્રકાર પૉન્ટૉર્મો પણ તેમના સહાધ્યાયી હતા. આ તાલીમ…

વધુ વાંચો >

રૉસ્ટ્રોપોવિચ, સ્તિલાવ લિયોપોલ્ડૉવિચ

રૉસ્ટ્રોપોવિચ, સ્તિલાવ લિયોપોલ્ડૉવિચ (જ. 27 માર્ચ 1927, બાકુ, આઝરબૈજાન) : આંતરરાષ્ટ્રીય ખ્યાતિ મેળવવામાં પાબ્લો કેસાલ્સ પછીના શ્રેષ્ઠ ચેલો(cello)વાદક, પિયાનોવાદક અને વાદ્યવૃંદ-સંચાલક. સંગીતકાર માતાપિતાએ સ્તિલાવને પિયાનો અને ચેલો વગાડવાની તાલીમ આપેલી. પછી એ મૉસ્કો કોન્ઝર્વેટરીમાં સંગીતના વિદ્યાર્થી તરીકે જોડાયા અને 1943થી 1948 સુધી ત્યાં અભ્યાસ કર્યો. ચેલો વગાડવા માટે 1951માં તેમને…

વધુ વાંચો >

લ બ્રૂં, ચાર્લ્સ (Le Brun, Charles)

લ બ્રૂં, ચાર્લ્સ (Le Brun, Charles) (જ. 24 ફેબ્રુઆરી 1619, પૅરિસ, ફ્રાન્સ; અ. 12 ફેબ્રુઆરી 169૦, પૅરિસ, ફ્રાન્સ) : ફ્રેન્ચ રાજા લુઈ ચૌદમાના પ્રિય દરબારી ચિત્રકાર અને ડિઝાઇનર. રાજા લુઈ ચૌદમાના ત્રણ દસકાના રાજ દરમિયાન ચિત્રો કરવા ઉપરાંત એ રાજા માટે તૈયાર કરાવવામાં આવતાં શિલ્પો તથા અન્ય શણગારાત્મક વસ્તુઓની દોરવણી…

વધુ વાંચો >

લલી, ઝાં બાપ્તિસ્તે

લલી, ઝાં બાપ્તિસ્તે (જ. 28 નવેમ્બર 1632, ફલૉરેન્સ, ઇટાલી; અ. 22 માર્ચ 1687, પૅરિસ, ફ્રાન્સ) :  સત્તરમી અને અઢારમી સદીમાં સમગ્ર યુરોપિયન સંગીત પર પ્રભાવ પાથરનાર ઇટાલિયન મૂળનો ફ્રેન્ચ સંગીતકાર અને સ્વરનિયોજક. ઇટાલિયન માબાપને પેટે જન્મ્યો હોવા છતાં કિશોરાવસ્થામાં જ ફ્રાન્સના મોંપેન્સિયેના તંતુવાદ્યવૃંદમાં જોડાઈ ગયો; પરંતુ કેટલીક અશ્લીલ કાવ્યરચનાઓને સંગીતમાં…

વધુ વાંચો >

લંડન

લંડન ઇંગ્લૅન્ડના અગ્નિભાગમાં ટેમ્સ નદીને કિનારે આવેલું મહાનગર. દુનિયાનાં પ્રાચીન તેમજ ઐતિહાસિક શહેરો પૈકીનું એક. ભૌગોલિક સ્થાન : તે 51° 30´ ઉ. અ. અને 0° 10´ પૂ. રે. પરનો 1,580 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. આશરે 2,000 વર્ષ જેટલો જૂનો ઇતિહાસ ધરાવતું આ શહેર ગ્રેટ બ્રિટનના યુનાઇટેડ કિંગ્ડમનું તથા…

વધુ વાંચો >

લાઑકૂન (અલ ગ્રેકો)

લાઑકૂન (અલ ગ્રેકો) [Laocoon (1604 થી 1614)] : વિખ્યાત સ્પૅનિશ ચિત્રકાર અલ ગ્રેકો દ્વારા 1604થી 1614 સુધીમાં ચિત્રિત જગમશહૂર ચિત્ર. 1506માં મળી આવેલા પ્રાચીન ગ્રીક શિલ્પ ‘લાઑકૂન’ પરથી અલ ગ્રેકોને આ ચિત્ર માટે પ્રેરણા મળેલી. પ્રાચીન ગ્રીક નગર ટ્રૉય ખાતેના એપૉલોના મંદિરના પાદરી/પૂજારી લાઑકૂને મંદિરને ભ્રષ્ટ કર્યું તથા વધારામાં લાઑકૂન…

વધુ વાંચો >

લાખાઇઝ, ગૅસ્ટોન

લાખાઇઝ, ગૅસ્ટોન (જ. 19 માર્ચ 1882, પૅરિસ, ફ્રાંસ; અ. 18 ઑક્ટોબર 1935, ન્યૂયૉર્ક શહેર, અમેરિકા) : સ્નાયુબદ્ધ અને મર્દાના નગ્ન મહિલાઓને શિલ્પમાં કંડારવા માટે જાણીતો બનેલો આધુનિક શિલ્પી. પિતા સુથાર હતા. 1898માં પૅરિસની કળામહાશાળા ઈકોલે દ બ્યુ-આર્ત(Ecole des Beaux-Arts)માં વિદ્યાર્થી તરીકે દાખલ થયો અને શિલ્પનો અભ્યાસ શરૂ કર્યો. એક અમેરિકન…

વધુ વાંચો >

લાખોટા આર્કિયોલૉજિકલ મ્યુઝિયમ

લાખોટા આર્કિયોલૉજિકલ મ્યુઝિયમ : જામનગરના જામસાહેબ દિગ્વિજયસિંહે 1946માં જામનગરમાં સ્થાપેલું પુરાતત્વીય મ્યુઝિયમ. જામનગરના લાખોટા સરોવરની વચ્ચે 1839માં બંધાયેલા લાખોટા કોઠી નામના મકાનમાં આ મ્યુઝિયમ પ્રતિષ્ઠિત છે અને 1960થી તેનો વહીવટ ગુજરાત સરકાર હસ્તક છે. જામનગરની આસપાસ આવેલા પીંઢારા, ગાંધવી અને ઘૂમલીમાંથી મળી આવેલા સાતમીથી માંડીને અઢારમી સદી સુધીનાં શિલ્પો આ…

વધુ વાંચો >

લાજમી લલિતા

લાજમી, લલિતા (જ. 1932, કોલકાતા) : એકરંગી (monochrome) નિસર્ગચિત્રો સર્જવા માટે જાણીતાં આધુનિક ભારતીય મહિલા ચિત્રકાર અને છાપ-ચિત્રકાર. મુંબઈ, અમદાવાદ, 1961 પછી વડોદરા, કોલકાતા તથા વિદેશમાં સિયેટલ (યુ.એસ.), જર્મની, ઇટાલીમાં તેમણે પોતાની કલાનાં વૈયક્તિક પ્રદર્શનો કર્યાં છે. તેમની છાપ-ચિત્રકલા જર્મની, અમેરિકા અને જાપાનમાં સમૂહ-પ્રદર્શનોમાં રજૂ થઈ છે. અમિતાભ મડિયા

વધુ વાંચો >

લા તૂર, જ્યૉર્જ દ (La Toor, George de)

લા તૂર, જ્યૉર્જ દ (La Toor, George de) (જ. 19 માર્ચ 1593, લૉરેઇન, ફ્રાન્સ; અ. 30 જાન્યુઆરી 1652, લૉરેઇન, ફ્રાંસ) : કાળી ડિબાંગ રાતમાં મીણબત્તીનો પ્રકાશ ચીતરવા માટે જાણીતો ફ્રેન્ચ બરોક-ચિત્રકાર. એવું માનવામાં આવે છે કે તરુણાવસ્થામાં લા તૂરે ક્લોદ દોગોઝ નામના ચિત્રકાર પાસે તાલીમ લીધેલી. ફ્રાંસનો રાજા લૂઈ તેરમો…

વધુ વાંચો >