અંગ્રેજી સાહિત્ય

ગ્રેવ્ઝ, રૉબર્ટ

ગ્રેવ્ઝ, રૉબર્ટ (જ. 24 /26 જુલાઈ 1895, વિમ્બલડન, લંડન; અ. 7 ડિસેમ્બર 1985, મૉનોકો) : અંગ્રેજી કવિ, નવલકથાકાર અને વિવેચક. આયર્લૅન્ડના લેખક એ. પી. ગ્રેવ્ઝના પુત્ર. લંડનની ચાર્ટરહાઉસ શાળામાં અભ્યાસ. પ્રથમ વિશ્ર્વયુદ્ધને કારણે 1914માં અભ્યાસ છોડી રૉયલ વેલ્સ ફૂસિલિયર્સમાં જોડાયા અને લશ્કરની કામગીરીનો અનુભવ મેળવ્યો. 1919માં ફરીથી અભ્યાસ અર્થે ઑક્સફર્ડ…

વધુ વાંચો >

ગ્લુક, લૂઇસ (Glück, Louise)

ગ્લુક, લૂઇસ (Glück, Louise) (જ. 22 એપ્રિલ 1943, ન્યૂયૉર્ક, યુ.એસ.એ.; અ. 13 ઑક્ટોબર 2023, કૅમ્બ્રિજ, મેસેચૂસેટ્સ) : ‘વ્યક્તિગત જીવનને સાર્વભૌમત્વ બક્ષતા સાદા અને સરળ સૌંદર્યસભર કાવ્યમય રણકાર માટે’ 2020નો સાહિત્ય માટેનો નોબેલ પુરસ્કાર મેળવનાર અમેરિકન કવયિત્રી અને નિબંધકાર. અમેરિકાના પ્રતિભાશાળી સમકાલીન કવિઓમાં તેમની ગણના થાય છે. ન્યૂયૉર્કના લૉંગ આઇસલૅન્ડમાં લૂઈસનો…

વધુ વાંચો >

ચેટરજી, ઉપમન્યુ

ચેટરજી, ઉપમન્યુ (જ. 19 ડિસેમ્બર 1959, પટણા, બિહાર) : ભારતીય અંગ્રેજી નવલકથાકાર. તેમને તેમની નવલકથા ‘ધ મેમરીઝ ઑવ્ ધ વેલ્ફેર સ્ટેટ’ બદલ 2004ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો છે. તેમણે દિલ્હી યુનિવર્સિટીમાંથી અંગ્રેજીમાં બી.એ. (ઑનર્સ) અને એમ.એ.ની ડિગ્રી પ્રાપ્ત કરી હતી. તેઓ બંગાળી, હિંદી, મરાઠી અને ફ્રેન્ચ ભાષાના…

વધુ વાંચો >

ચેટરટન ટૉમસ

ચેટરટન ટૉમસ (જ. 20 નવેમ્બર 1752, બ્રિસ્ટલ; અ. 24 ઑગસ્ટ 1770, બ્રૂક સ્ટ્રીટ, ઇંગ્લૅન્ડ) : અંગ્રેજ કવિ, પિતાના મૃત્યુ પછી જન્મ. માતાએ સેન્ટ મૅરી રેડક્લીફ ચર્ચના આશ્રયે પુત્રને ઉછેર્યો; નાનપણમાં કંઈક મંદ લાગતા ચેટરટનમાં 7 વર્ષની વયે વાચનનો ઊંડો શોખ જાગ્યો. શાળાના શિક્ષક ફિલિપ્સ ટૉમસની દેખરેખ હેઠળ કાવ્યો રચવા માંડ્યાં.…

વધુ વાંચો >

ચેસ્ટરટન, ગિલ્બર્ટ કીથ

ચેસ્ટરટન, ગિલ્બર્ટ કીથ (જ. 29 મે 1874, કૅમ્પડન હિલ; અ. 14 જૂન 1936, લંડન) : પ્રસિદ્ધ અંગ્રેજ સાહિત્યકાર. તે મુખ્યત્વે નિબંધકાર તરીકે વિખ્યાત છે પણ તેમણે કાવ્યલેખન-નવલકથાલેખનક્ષેત્ર પણ ખેડ્યું છે. પિતા એસ્ટેટ એજન્ટ હતા. સેંટ પૉલ શાળામાં અભ્યાસ કર્યો જ્યાં ‘ધ ડિબેટર’ નામનું સામયિક ચલાવ્યું. ‘ધ સ્લૅડ સ્કૂલ ઑવ્ આર્ટ’માં…

વધુ વાંચો >

ચૌધરી, અમિત

ચૌધરી, અમિત (જ. 15 મે 1962, કૉલકાતા, પશ્ચિમ બંગાળ) : અંગ્રેજી નવલકથાકાર. તેમને તેમની નવલકથા ‘એ ન્યૂ વર્લ્ડ’ બદલ 2002ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો છે. તેમણે યુનિવર્સિટી કૉલેજ, લંડનમાંથી અંગ્રેજીમાં બી.એ. ઑનર્સ અને ઑક્સફર્ડ યુનિવર્સિટીમાંથી ડી.ફિલ.(અંગ્રેજી)ની ડિગ્રી પ્રાપ્ત કરી. તેઓ અંગ્રેજી, હિંદી અને બંગાળી ભાષાનું જ્ઞાન ધરાવે…

વધુ વાંચો >

ચૌધરી, નીરદ સી.

ચૌધરી, નીરદ સી. (જ. 23 નવેમ્બર 1897, કિશોરગંજ, હાલ બાંગ્લાદેશ; અ. 1 ઑગસ્ટ 1999, ઑક્સફર્ડ, ઇંગ્લૅન્ડ) : અંગ્રેજી ગદ્યના સમર્થ સ્વામી લેખાતા ભારતીય સાહિત્યકાર. ‘મૉડર્ન રિવ્યૂ’(કોલકાતા)ના સહાયક તંત્રી, અગ્રણી રાજકીય નેતા શરદ બોઝના એક વખતના મંત્રી, ઑલ ઇન્ડિયા રેડિયોના વૃત્તાંતવિવેચક – એમ તેમની પ્રતિભા વિવિધ ક્ષેત્રે વિકસી છે. એમાં સૌથી…

વધુ વાંચો >

છંદ

છંદ છંદ એટલે પદ્યબંધ. અર્થ અને ભાવની રમણીયતા અને સચોટતા વ્યક્ત કરવા સારુ વ્યવહારની ભાષાના શબ્દાન્વયને બહુધા અતિક્રમીને નિયત અક્ષરો કે માત્રાઓવાળાં પાદ-ચરણોમાં રચાયેલું હૃદયાહલાદક વાક્ય તે છંદ. છંદ એ કવિતાનો બાહ્ય પરિવેશમાત્ર નથી. એ કાવ્યને અધિક ચારુતાવાળું બનાવે છે. પદ્યબંધની આહલાદકતા તેની ગેયતા, લય અને ભાવાનુકૂળ શબ્દપ્રયોગમાં રહી છે.…

વધુ વાંચો >

જિન્સબર્ગ, ઍલન

જિન્સબર્ગ, ઍલન (જ. 3 જૂન 1926, ન્યૂયૉર્ક) : અમેરિકન કવિ ને ક્રાંતિના હિમાયતી. તેમના પિતા કવિ લુઈ જિન્સબર્ગ પ્રણાલીગત શૈલીમાં લખતા, અને પુત્રની જાહેર વાચનબેઠકમાં અવારનવાર હાજરી આપતા. કોલંબિયા યુનિવર્સિટીમાંથી 1948માં સ્નાતક થયા બાદ વિશ્વભરમાં પ્રવાસ કર્યો. 1950ના દશકાના બીટ આંદોલનના અને 1960ના સાંસ્કૃતિક તથા રાજકીય વિરોધોના નેતા તરીકે તે…

વધુ વાંચો >

જેફર્સ, રૉબિનસન

જેફર્સ, રૉબિનસન (જ. 10 જાન્યુઆરી 1887; અ. 20 જાન્યુઆરી 1962, કૅલિફૉર્નિયા) : અમેરિકન કવિ. વિદ્વાન અને ધર્મશાસ્ત્રવિદ અધ્યાપક પિતાને ત્યાં પેન્સિલ્વેનિયામાં પિટ્સબર્ગ ખાતે જન્મેલા કવિએ 5ની વયે ગ્રીક અને 15ની વયે પહોંચતાં તો અન્ય કેટલીક અર્વાચીન યુરોપીય ભાષાઓ બોલતાં શીખી લીધેલી. યુરોપમાં ખૂબ ઘૂમ્યા અને સ્વિટ્ઝર્લૅન્ડ તથા જર્મનીમાં અભ્યાસ કર્યો.…

વધુ વાંચો >