વાસાદિ ક્વાથ : એક આયુર્વેદિક ઉકાળો. શાર્ઙ્ગધર સંહિતા અનુસાર નિર્માણવિધિ અરડૂસી, સૂંઠ, ગળો, દારૂહળદર, રક્તચંદન, ચિત્રક, કરિયાતું, લીમડાની છાલ, કટુકી (કડુ); પટોલ (પરવળ) પત્ર, હરડે, બહેડાં, આમળાં, નાગરમોથ, જવ, ઇન્દ્રજવ અને કડાછાલ – આ બધું સરખા  ભાગે લઈ તેને અધકચરું ખાંડી આ ક્વાથ (ભૂકો) બનાવાય છે.

માત્રા : 2થી 4 તોલા. ક્વાથ (ભૂકો) 500 ગ્રામ પાણીમાં નાંખી ઉકાળવામાં આવે છે, 1 કપ રહે; ત્યારબાદ તે ગાળીને સવાર-સાંજ બે ભાગમાં પાવામાં આવે છે.

ઉપયોગ : બધા જ પ્રકારના નેત્રરોગ, પીનસ; (જૂનું સળેખમ) શ્ર્વાસ, ઉર:ક્ષત (ફેફસામાં ચાદું) તથા સ્વરભંગના દર્દમાં આ ઉકાળો લાભપ્રદ છે.

જયેશ અગ્નિહોત્રી