રશીદ, અબ્દુલ (જુ.) (જ. 3 માર્ચ 1947) : પાકિસ્તાનના હૉકી ખેલાડી. તેઓ પાકિસ્તાનના સૌથી વધુ ગોલ કરનારા ખેલાડી છે. તમામ મહત્વની ટુર્નામેન્ટમાં તેઓ સુવર્ણચન્દ્રકના વિજેતા બન્યા – 1968નો ઓલિમ્પિક રમતોત્સવ (સાથેસાથે એ રમતમાં 1972માં રૌપ્ય તથા 1976માં કાંસ્ય ચન્દ્રકો પણ જીત્યા); વિશ્વકપ 1971; એશિયન ગેમ્સ 1970 અને 1974. તેઓ પાકિસ્તાન ઇન્ટરનૅશનલ એરવેઝ ટીમ તરફથી રમતા.

મહેશ ચોકસી