મિર્મેકાઇટ (Myrmekite) : પ્લેજિયોક્લેઝ અને વર્મિક્યુલર ક્વાર્ટ્ઝ(જેમાં કીટક સ્વરૂપવાળા ક્વાર્ટ્ઝના દોરા ફેલ્સ્પારમાં ગૂંથાયેલા હોય)નો આંતરવિકાસ દર્શાવતો ખડક. તેમાં ક્વાર્ટ્ઝથી અલગ પડતા, પોટાશ ફેલ્સ્પારનું સોડા-સમૃદ્ધ પ્લેજિયોક્લેઝ ફેલ્સ્પારથી વિસ્થાપન થયેલું હોય છે. આ પ્રકારના ખડકનું સામાન્ય નામ સિમ્પ્લેકાઇટ અને વિશિષ્ટ નામ મિર્મેકાઇટ છે. આ ખડકની ઉત્પત્તિ અગ્નિકૃત ખડકના ઘનીભવનની અંતિમ કક્ષા વખતે થતી હોય છે.

ગિરીશભાઈ પંડ્યા