બ્વેનો, મૅરિયા (જ. 1939, સાઓ પાઉલો, બ્રાઝિલ) : ટેનિસનાં જાણીતાં મહિલાખેલાડી. 1959, 1960 અને 1964માં વિમ્બલડન ખાતે વિજેતા બન્યાં. 4 વખત તેઓ અમેરિકાનાં ચૅમ્પિયન બન્યાં હતાં. અમેરિકન ખેલાડી ડાર્લેન હાર્ડ સાથે, તેઓ વિમ્બલડન ડબલ્સનું પદક 5 વાર જીત્યાં અને અમેરિકાના ડબલ્સમાં 4 વાર વિજેતા બન્યાં. ઉચ્ચ કક્ષાનાં ટેનિસ-ખેલાડી હોવા છતાં, નાદુરસ્ત તબિયતના કારણે તેમને 29 વર્ષની નાની વયે રમતક્ષેત્રેથી નિવૃત્ત થવું પડ્યું હતું.

મહેશ ચોકસી