બૉ, જૉયી (જ. 772, સેન્સી પ્રાંત, ચીન; અ. 846) : કવિ, સરકારી અધિકારી અને હગઝોનના ગવર્નર. તેમના જીવનકાળ દરમિયાન જ તેઓ જાપાન અને કોરિયા જેવા દેશોમાં પણ ખ્યાતિ પામ્યા હતા. જેમની કૃતિઓ મુદ્રિતરૂપે પ્રગટ થઈ (આ. 810) હોય તેવા એ કદાચ સૌપ્રથમ કવિ હતા.

તેમની માતૃભાષામાં લખાયેલી પદ્ય અને ગદ્યની રચનાઓમાંથી, તાંગના શાસનકાળના વિદ્વાન તથા ભદ્રવર્ગની જીવનશૈલીનો તાશ ચિતાર મળી રહે છે. ‘સાગ ઑવ્ અન્એન્ડિંગ સૉરો’ જેવી પ્રણયરંગી કરુણકૃતિ વિશ્વસાહિત્યની એક અતિસુંદર કારુણ્યસભર કાવ્યરચના લેખાય છે.

મહેશ ચોકસી