ફ્રેન્ચ વેલ : કૂવાનો એક પ્રકાર. આ પ્રકારના કૂવા ફ્રાન્સ દેશમાં પ્રથમ બનાવવામાં આવ્યા હતા. તેથી તેને ‘ફ્રેન્ચ વેલ’ કહેવામાં આવે છે. આવા પ્રકારના કૂવા રેની (Ranney), ફેહલમૅન અને પ્રોસગે શોધ્યા હતા. આ કૂવાઓને સંગ્રાહક કૂવા (collection coecc) અથવા રેડિયલ વેલ પણ કહેવામાં આવે છે.

નદી કે તળાવના ભૂગર્ભમાં સારા પ્રમાણમાં પાણી સંગ્રહાયેલું હોય ત્યારે તેના નજીકના સ્થળે પીવા માટે કે સિંચાઈ માટે મોટા પ્રમાણમાં પાણી પૂરું પાડવાનું હોય તેવા સંજોગોમાં નદી કે તળાવમાં આ પ્રકારના કૂવા (ફ્રેન્ચ વેલ) તૈયાર કરવામાં આવે છે.

આ પ્રકારના કૂવા 4થી 6 મીટર વ્યાસના હોય છે. તેને તૈયાર કરવા માટે પ્રથમ પ્રિકાસ્ટ રિંગ બનાવવામાં આવે છે. આ રિંગને પોતાના વજનથી છીછરા પરમિયેબલ એક્વિફરમાં એક પછી એક ઉતારવામાં આવે છે. આ રિંગની જાડાઈ 45 સેમી. જેટલી હોય છે. આવી રીતે ઉતારેલ રિંગ(કૈશન)ના તળિયામાં 15થી 20 સેમી. વ્યાસના 60 મી. લંબાઈના છિદ્રોવાળા પાઇપો હાઇડ્રૉલિક જૅકની મદદથી આડા (horizontal) નાખવામાં આવે છે. આવા 8થી 10 છિદ્રાળુ પાઇપો મધ્યસ્થ કૂવા (કૈશન) સાથે જોડવામાં આવે છે. ફ્રેન્ચ વેલ પ્રકારના કૂવા કરવાના ફાયદાઓ નીચે પ્રમાણે છે :

(1) ફિલ્ટર થયેલો પાણીનો જથ્થો પુષ્કળ પ્રમાણમાં મળે છે. (2) ચાલુ ખર્ચ તેમજ મરામત ખર્ચ ઘણો જ ઓછો આવે છે. (3) આ કૂવા માટે વપરાતા પમ્પમાં ઘસારો ઓછો થાય છે.

ગુજરાતમાં મહીસાગર નદીના પટમાં રેની પ્રકારના કૂવા બનાવીને વડોદરા શહેરને 110 લાખ લીટર/કલાક પાણી પૂરું પાડવામાં આવે છે. હાલમાં અમદાવાદ શહેરને પાણી પૂરું પાડવા સાબરમતીના રેતાળ પટમાં આવા

ફ્રેન્ચ વેલ : (1) ડીપવેલ પમ્પ, (2) પમ્પિંગ ટાવર, (3) ઊંચાઈ પરના પાણીનું તલ, (4) નિયંત્રણ પ્લૅટફૉર્મ, (5) ઝરા કે તળાવના પાણીનું સામાન્ય તલ, (6) નિષ્કાસ, (7) ઉપરથી સંચાલિત વાલ્વ, (8) A-A પરનો આડછેદ

ચાર કૂવા બનાવવામાં આવ્યા છે. નદીના પટમાં ખોદેલા આવા કૂવાઓમાંથી મળતું પાણી દિવસના 27,000 મી.3 જેટલું થાય  છે; જ્યારે નદીના પટથી દૂર કરવામાં આવેલા કૂવાનું જલપ્રદાન દિવસના 15,000 મી.3 હોય છે.

નગીન મોદી