ફ્રેંચ ગિયાના અંતરીક્ષમથક

March, 1999

ફ્રેંચ ગિયાના અંતરીક્ષમથક : ફ્રેંચ ગિયાના(દક્ષિણ અમેરિકા)માં કુરુ ખાતે આવેલું યુરોપીય અંતરીક્ષ સંસ્થા(ESA)નું અંતરીક્ષયાન-પ્રમોચન-મથક.

વિષુવવૃત્તથી ફક્ત 2° ઉ. અ. પર આવેલું આ પ્રમોચન-મથક ઉપગ્રહને ભૂ-સમક્રમિક સ્થાનાંતરણ કક્ષામાં પ્રક્ષેપિત કરવા માટે ખૂબ અનુકૂળ છે. વળી, પૂર્વ કે ઉત્તર દિશામાં પ્રમોચન દરમિયાન પ્રમોચન-વાહનનો ઉડ્ડયન-પથ 3,000 કિમી. સુધી સમુદ્ર પર જ હોય છે.

19 જૂન 1981ના રોજ ભારતનો પહેલો પ્રાયોગિક ભૂ-સમક્રમિક સંદેશાવ્યવહાર ઉપગ્રહ ‘ઍપલ’ તથા એ પછી INSAT-1 અને INSAT-2 શ્રેણીના ઉપગ્રહો આ મથક પરથી પ્રક્ષેપિત કરવામાં આવ્યા હતા.

વ્યાપારી ધોરણે કાર્યરત યુરોપનું અગ્રિમ સેટેલાઇટ સ્ટેશન, કૌરૌ (ફ્રેં. ગિ.)

પરંતપ પાઠક