ફાઉન્ડ્રી

February, 1999

ફાઉન્ડ્રી : ધાતુનું ઢાળણ કરી જોઈતો દાગીનો મેળવવા માટેનું (ઓત કામનું) કારખાનું. ઢાળણ-ક્રિયામાં ધાતુનો રસ બનાવી જે બીબું તૈયાર કર્યું હોય તેમાં રેડવામાં આવે છે. ધાતુરસ જ્યારે ઘટ્ટ થઈને ઘન-સ્વરૂપ ધારણ કરે છે ત્યારે તેનો આકાર બીબામાંના આકાર પ્રમાણે હોય છે અને એ રીતે જોઈતો આકાર મળે છે. બીબામાં જોઈતો આકાર (પોલાણ) પૅટર્ન દ્વારા મેળવાય છે. આમ ફાઉન્ડ્રીમાં મુખ્ય ત્રણ બાબતો છે : (1) જોઈતા દાગીના પ્રમાણે પૅટર્ન બનાવવું. (2) પૅટર્ન વડે બીબું બનાવવું. (3) ધાતુનો રસ બનાવી તેને બીબામાં રેડવો.

ફાઉન્ડ્રીમાં જ્યાં પૅટર્ન બને તેને પૅટર્ન-વિભાગ, બીબાં બને તેને બીબા-વિભાગ અને ધાતુનો રસ બનાવી બીબામાં ઢાળે તેને ભઠ્ઠી-વિભાગ અથવા તો ઢાળણ-વિભાગ કહેવામાં આવે છે.

ગૌતમ ઉપાધ્યાય