પુનર્નવાદિ ગૂગળ

January, 1999

પુનર્નવાદિ ગૂગળ : આયુર્વેદિક ઔષધ. ઔષધ પાઠ : (1) પુનર્નવા(Boerhasvia) (સાટોડી) મૂળ 100 ગ્રામ, (2) એરંડમૂળ 100 ગ્રામ, (3) સૂંઠ 16 ભાગ, (4) જળ (પાણી) 5   ભાગ, (5) શુદ્ધ ગૂગળ 8 ભાગ, (6) એરંડતેલ 4 ભાગ, (7) નસોતર મૂળ-ચૂર્ણ 5 ભાગ, (8) દન્તી-મૂળ   ભાગ, (9) આમળા-ચૂર્ણ 1 ભાગ, (10) હરડે-ચૂર્ણ  ભાગ, (11) બહેડા-ચૂર્ણ 1 ભાગ, (12) ગળો-ચૂર્ણ 2 ભાગ, (13-14-15) ત્રિકટુ = સૂંઠ, મરી, પીપર  ભાગ, (16) સિંધવ   ભાગ, (17) શુદ્ધ ભિલામો   ભાગ, (18) વાવડિંગ   ભાગ, (19) સુવર્ણમાક્ષિક ભસ્મ, (20) પુનર્નવા-ચૂર્ણ.

બનાવવાની રીત : ઉપર જણાવેલાં દ્રવ્યો માપ પ્રમાણે લઈને ખાંડી, ક્વાથ બનાવવામાં આવે છે. ત્યારબાદ તેમાં ગૂગળ નાંખી ફરી ઉકાળવામાં આવે છે. સંપૂર્ણ ઊકળી ગયા બાદ તેમાં ઉપર દર્શાવેલ દ્રવ્યો મેળવી ઘટ્ટ બનાવી, તેમાંથી ચણા જેવડી ગોળીઓ બનાવવામાં આવે છે.

માત્રા : 1થી 3 ગોળી  સવાર-સાંજ.

અનુપાન : પાણી.

ઉપયોગ : વાતરક્ત (gout), અંડકોષવૃદ્ધિ, સાયટિકા (રાંઝણ), આમવાત (રુમેટિઝમ), ગ્રંથિ (ગાંઠ), આમવાત, વાયુના સોજા વગેરે મટાડવા માટે.

જયેશ અગ્નિહોત્રી